વાજિદ ખાનને ભાભીએ આપી હતી કિડની, ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ જતાં ઈન્ફેક્શનનો બન્યા ભોગ

વાજીદ ખાનને ભાભીએ આપી હતી કીડની, નિષ્ફળ ટ્રાન્સપ્લાન્ટ ઈન્ફેક્શનનો ભોગ બન્યાં

image source

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર વાજિદ ખાન છેલ્લાં એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતાં. જો કે તેમને 31 મેના રોજ રાત્રે એક વાગે હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. જો કે એમના મૃત્યુનું કારણ કોરોના નહિ પણ કિડનીની બીમારી હતી. લાંબા સમયથી વાજીદને કિડનીની સમસ્યાએ પરેશાન કરી રાખ્યા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પણ તેઓ બચી શક્યા નહીં.

કીડની ડોનેશન એમની ભાભીએ કર્યું હતું

image source

સામાન્ય રીતે કીડની ડોનેશન કોઈ પોતાના સગા દ્વારા જ થઇ શકે છે. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ પીપિંગમૂનના અહેવાલ પ્રમાણે, થોડાં સમય પહેલાં જ વાજીદને કિડનીની સમસ્યા ઉભી થઇ હતી. આવા સમયે વાજિદની ભાભી એટલે કે સાજિદ ખાનની પત્નીએ પોતાની એક કિડની વાજીદ ખાનને ડોનેટ કરી હતી. જો કે, કીડની આપ્યા પછી પણ વાજિદ ખાનના શરીરે ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનને રિજેક્ટ કર્યું હતું. પરિણામે એમને કિડનીનું ઈન્ફેક્શન થતા એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા બે મહિનાથી તેઓ હોસ્પિટલમાં જ હતાં.

ડીસ્ચાર્જ થયા ત્યારે તેઓ ‘શબ-એ-બારાત’માં સામેલ થયા

image source

બે મહિનાના લાંબા હોસ્પિટલાઈઝેશન બાદ એમને સાત એપ્રિલના દિવસે વાજિદને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન 8 એપ્રિલના દિવસે તેઓ વર્સોવા કબ્રસ્તાનમાં આયોજિત ‘શબ-એ-બારાત’માં સામેલ પણ થયા હતાં. જો કે, 10 એપ્રિલના દિવસે ફરી એમની તબિયત લથડતા ફરીવાર એમને હોસ્પીટલમાં જ એડમિટ કરવામાં આવ્યા હતાં. ત્યાર પછી તેઓ હોસ્પિટલમાં જ હતાં. નવાઈની વાત તો એ છે કે વાજિદને પણ મૃત્યુ પછી આ જ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતાં.

ભાઈ-ભાભી અને માતા જ ધ્યાન રાખતા હતા

image source

એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના એક અહેવાલ મુજબ, વાજિદ ખાન પત્નીથી અલગ થઈ ચૂક્યાં હતાં. ત્યાર બાદ તેઓ ભાઈ-ભાભી તથા માતા સાથે રહેતા અને આ જ લોકો તેમનું ધ્યાન પણ રાખતા હતાં. છેલ્લાં બે મહિનાથી માતા રોજ એમની પાસે હોસ્પિટલમાં આવતા હતાં. કહેવાય છે કે માતામાં કોરોનાના કોઈ જ લક્ષણો જોવા મળ્યાં નહોતાં. પણ સતત બીમાર રહેવાના કારણે વાજિદની રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ ઓછી હોવાથી, તેઓ કોરોનાની ઝપટમાં આવી ગયાં હતાં.

વાજીદ ખાનને 2018થી હ્રદયની બીમારી હતી

image source

વાજિદ ખાનને પાછળના બે વર્ષથી હ્રદયની બીમારી પણ હતી. આ કારણે જ એમણે વર્ષ 2018માં એન્જિયોપ્લાસ્ટી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાજિદ-વાજિદની જોડીએ 20 વર્ષ સુધી બોલિવૂડમાં પોતાનું સંગીત આપ્યું છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું ગીત ‘તેરી જવાની’માં સંગીત આપીને કરી હતી. તેમજ વાજિદે છેલ્લી વાર સલમાન ખાનના ઈદ સ્પેશિયલ ગીત ‘ભાઈ ભાઈ’માં સંગીત આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત