ચીનની વિશાળ દીવાલ વિશેના આ રોચક તથ્યો જાણીને તમે પણ લાગશે નવાઇ

ચીન દેશમાં આવેલી અને વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક એવી પ્રખ્યાત ચીનની લાંબી દીવાલ વિષે તો આપણે સૌ જાણીએ જ છીએ.

image source

આ દીવાલ ફક્ત ચીનની જ લાંબી દીવાલ નહિ પણ વિશ્વની સૌથી લાંબી દીવાલ પણ છે. આ દીવાલ બનાવવા માટે ઈંટ, પથ્થરો, લાકડું અને ધાતુઓ જેવી સામગ્રી વાપરવામાં આવી હતી અને આ કારણે તેને માટી અને પથ્થર દ્વારા બનેલી વિષાની સૌથી જૂની દીવાલ પણ માનવામાં આવે છે.

image source

ચીનની આ દીવાલની લંબાઈ વિષે થોડી અસ્પષ્ટ વિગતો છે કારણ કે વર્ષ 2009 માં કરવામાં આવેલા એક સર્વે મુજબ આ દિવાળીની લંબાઈ 8850 કિલોમીટર જાહેર કરવામાં આવી હતી જયારે વર્ષ 2012 માં ચીનમાં જ કરવામાં આવેલા એક રાજકીય સર્વેક્ષણમાં આ દીવાલની લંબાઈ 21196 કિલોમીટર હોવાનું જણાવાયું. અને આ વિશેની વિગતો ચીનના એક મુખ્ય અખબાર શિન્હુઆ માં પણ પ્રકાશિત કરવામાં આવી હતી.

image source

આ દિવાલનું નિર્માણ કોઈ એક રાજાએ નહિ પણ અનેક રાજાઓ દ્વારા અલગ અલગ સમયમાં કરાવ્યું હતું. જો કે આ નિર્માણ કાર્ય ઈસા પૂર્વે પાંચમી શતાબ્દીમાં શરુ કરવામાં આવ્યું હોવાનું મનાય છે અને તે 16 મી શતાબ્દી સુધી ચાલ્યું. આ દીવાલની એક નોંધવા જેવી બાબત એ પણ છે કે આ દીવાલ બનાવવાની કલ્પના ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગએ કરી હતી. જો કે તેના સેંકડો વર્ષો પછી આ દીવાલનું નિર્માણ કાર્ય શરુ થયું હતું.

image source

ચીનના લોકો આ દીવાલને ” વોલ ઓફ ચેંગ ચેંગ ” ના નામથી પણ ઓળખે છે. કહેવાય છે કે આ દીવાલ અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે. આ દીવાલની પહોળાઈની વાત કરીએ તો તે એટલી પહોળી છે કે તેમાં એક સાથે પાંચ ઘોડા અથવા દસ સૈનિકો સરળતાથી એક સાથે ચાલી શકે છે.

image source

એવું પણ કહેવાય છે કે આ દીવાલ બનાવવા લગભગ 20 લાખ મજૂરો કામ કરતા હતા અને તેમાંથી અડધા એટલે કે 10 લાખ જેટલા મજૂરો મૃત્યુ પામ્યા. આ મજૂરો વિષે એવી વાયકા પણ છે કે તેને આ દીવાલની નીચે જ દફનાવી દેવામાં આવ્યા હતા.

આ દીવાલ વિષે એંય એક ઓછી જાણીતી વાત એ પણ છે કે આ દીવાલ સળંગ એક સરખી ઊંચાઈ નથી ધરાવતી. દીવાલ ક્યાંક માત્ર 9 ફૂટ જેટલી ઊંચી છે તો ક્યાંક વળી 35 ફૂટ જેટલી ઊંચી છે.

image source

એક રીતે જોવા જઈએ તો ચીનની દીવાલ સુરક્ષાના હેતુથી બનાવવામાં આવી હતી પરંતુ તે હેતુ પૂરો ન થયો. મોંગોલ શાસક ચંગેઝ ખાને વર્ષ 1211 માં આ દીવાલને તોડી નાખી હતી અને તેને પાર કરી ચીન પર હુમલો પણ કર્યો હતો.