વોશિંગ મશીનમાં કપડા ધોવાથી કપડા લાંબા સમય સુધી સારા નથી રહેતા તો અપનાવો આ ઉપાય…

મોર્ડન સમયની સાથે-સાથે આજકાલ દરેક ગૃહિણીઓ કપડા ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરતી થઇ ગઇ છે. જો કે એ પછી પણ ઘરની સ્ત્રીઓને કપડા ક્લિન કરવામાં અનેક પ્રકારની તકલીફો પડે છે.

image source

આમ જો કપડા બરાબર સાફ નથી થતા તો તે કપડાનો બીજા પર કલર બેસી જાય છે અને પછી બીજા કપડા ખરાબ થઇ જાય છે. જો કે આ બાબતને લઇને અનેક લોકો પરેશાન થઇ જતા હોય છે અને તેઓ આ વાતથી કંટાળી જતા હોય છે. આમ જો તમે પણ આ પ્રકારની સમસ્યાઓથી કંટાળી ગયા હોવ તો આજે અમે તમને કપડા ધોવા માટેની કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમારા કપડા એકદમ ક્લિન થઇ જશે અને સાથે-સાથે કપડાની ક્વોલિટી પણ જળવાઇ રહેશે.

તો જાણી લો તમે પણ વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે કઇ-કઇ બાબતોનુ રાખશો ખાસ ધ્યાન..

image source

– વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે સૌ પ્રથમ બધા કપડાને અલગ-અલગ કરી દો. ત્યારબાદ વધારે ગંદા થયેલા કપડા તેમજ જે કપડામાંથી કલર જતો હોય તે કપડાને અલગથી ધોવો. આ સાથે જ જે કપડા ઓછા મેલા થયા હોય તેને સૌથી છેલ્લે વોશ કરો. આ સાથે જ ઉનના તેમજ સૂતરાઉ કપડાને પણ અલગ કરીને ધોવાની આદત પાડો.

– વોશિંગ મશીનમાં કપડાને જ્યારે ધોવા નાખો ત્યારે ચાદરો હંમેશા અલગથી ધોવાની આદત પાડો. ચાદરોને ઘરના રૂટિન કપડાની સાથે વોશ કરવા ભૂલથી પણ નાખશો નહિં.

image source

– મશીનમાં કપડા નાખતી વખત સૌ પ્રથમ મોટા કપડા ત્યારબાદ નાના કપડા નાખીને પહેલા ધોઇ લો. જો તમે આ રીતે કપડા ધોશો તો બધા જ કપડા એકદમ મસ્ત રીતે ધોવાશે અને કપડા પર ચમક પણ આવશે. આ સાથે તમારું મશીન સ્પંજ પણ કરશે અને તમારા કપડા જલદી ફાટશે પણ નહિં. જો તમારું કોઇ કપડુ મશીનમાં ફાટશે તો મશીનમાં તરત જ એરર આવવા લાગશે.

– વોશિંગ મશીનમાં કોઇ પણ પ્રકારના નવા કપડા નાખો તે પહેલા ચેક કરી લો કે તેનો રંગ તો જતા નથી ને. જો નવા કપડામાંથી કલર જાય છે તો તેને અલગથી ધોવાની આદત પાડો જેથી કરીને બીજા જૂના કપડા બગડે નહિં. વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે ડિટરજન્ટ પાઉડર અને સાબુનો ઉપયોગ કપડા મુજબ કરો. જો તમે વધુ ડિટરજન્ટનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા કપડાનો કલર ઝાંખો થઇ જાય છે અને કપડા લોન્ગ ટાઇમ સુધી ચાલતા પણ નથી. બને ત્યાં સુધી ડિટરજન્ટની જગ્યાએ લિક્વિડનો ઉપયોગ કરો. લિક્વિડથી તમારા કપડાનુ આયુષ્ય વધી જાય છે.

image source

– વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે મશીન પર લખેલા ઇન્ટ્રક્શનને હંમેશા ફોલો કરો જેથી કરીને મશીન લોન્ગ ટાઇમ સુધી ચાલે અને કપડાને પણ કોઇ નુકસાન થાય નહિં.

– વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે સૌ પ્રથમ ડિટરજન્ટ નાખો અને પછી કપડા નાખવાની આદત રાખો. જો તમે કપડાની ઉપર ડિટરજન્ટ નાખો છો તો તેનાથી કપડા પર પાવડરના ધબ્બા પડી જાય છે અને કપડાનુ આયુષ્ય પણ અડધુ થઇ જાય છે. આ સાથે જ કપડાનો રંગ જલદી ઝાંખો થઇ જાય છે.

image source

– ડાઘા-ધબ્બાવાળા કપડાઓને મશીનમાં નાખતા પહેલા તેને બહાર પહેલા ધોઇ લો અને પછી બીજીવાર ધોવા માટે મશીનમાં નાખો. ડાઘા-ધબ્બાવાળા કપડા મશીનમાં ડાયરેક્ટ નાખવાથી બીજા કપડા પર તેના નિશાન પડી જાય છે અને કપડા ચોખ્ખા થવાની જગ્યાએ ગંદા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત