મહારાષ્ટ્રમાં અચાનક ગુલાબી થઈ ગયુ લોનાર તળાવનું પાણી, જાણો પૂરી વિગતો તમે પણ

મહારાષ્ટ્રના લોનાર તળાવનું પાણી અચાનક થયું ગુલાબી – અજીબો ગરીબ ઘટના જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા

image source

કોરોના વાયરસની મહામારીના કારણે વિવિધ દેશની સરકારે મજબૂરીના માર્યા લોકડાઉની જાહેરાત કરવી પડી હતી. અને આ લોકડાઉનના કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તે માત્ર આર્થિક નુકસાન થયું છે. પણ તે સિવાય સમગ્ર પૃથ્વીને તેમજ પૃથ્વિના વાતાવરણને ભારે લાભ મળ્યો છે. વર્ષોથી માનવ પ્રવૃત્તિઓ એટલે કે કારખાના, વાહનવ વ્યવહાર, પ્લાસ્ટિક ઉત્સર્જન, હવાનું પ્રદૂષણ આ બધી જ પ્રવૃત્તિએ પૃથ્વીને વિવિધ રીતે નુકસાન પહોંચાડ્યું છે.

પણ સતત બે-અઢિ મહિનાના લોકડાઉનના કારણે ભારતના નદી નાળાના પાણી સ્વચ્છ બનતા જોવા મળ્યા છે. ગંગા નદીને સ્વચ્છતા અભ્યાન સાફ ન કરી શક્યું તે આ લોકડાઉન દરમિયાન સંપૂર્ણ નિર્મળ બની ગઈ. હવાનું પ્રદૂષણ પણ સમગ્ર દુનિયામાં ઐતિહાસિક રીતે નીચું આવ્યું છે.

image source

હિમાલયના પહાડો છેક ત્રણસો ત્રણસો કીલોમીટર દૂરથી પંજાબમાં દેખાવા મંડ્યા છે. તો વળી તાજેતરમાં મહારાષ્ટ્રમાં આવેલા એક લોનાર નામના તળાવના પાણી પણ રાતોરાત બદલાયેલા જોવા મળ્યા છે. જો કેતેની પાછળ શું કારણ જવાબદાર છે તેની તપાસ હાલ ચાલી રહી છે.

મુંબઈથી 500 કિલોમીટર દૂર આવેલું આ લોનાર તળાવ, બુલઢાણા જિલ્લામાં આવેલું છે. આ જગ્યા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તળાવના પાણી બદલાતા કૂદરત પ્રેમીઓ તેમજ વૈજ્ઞાનિકો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભારે કૂતુહલ ઉભું થયું છે.

image source

સામાન્ય રીતે તળાવનું પાણી ભૂરું હોય લીલુ હોય અથવા ગંદુ હોય, પણ અચાનક આ તળાવનું પાણી હળવા ગુલાબી રંગનું બની ગયું છે. લોકો જણાવે છે કે આ તળાવ 50,000 વર્ષ પહેલાં બન્યું હતું. આ ઘટનામાં વિશ્વના વૈજ્ઞાનિકોને રસ પડ્યો છે, હાલ બધા જ આ ઘટના પાછળના પરિબળ વિષે વિચારી રહ્યા છે સંશોધન કરી રહ્યા છે. આ તળાવનો વિસ્તાર 1.2 કિમીનો વ્યાસ છે. રાતોરાત આ તળાવનું પાણી બદલાતા આસપાસ રહેતા લોકોમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું હતું. કેટલાકનું એવું કહેવું છે કે આવું પહેલાં પણ બની ચુક્યું છે.

image source

નિષ્ણાતો તેની પાછળનું કારણ લવણતા તેમજ જળાશયમાં હાજર શેવાળને માની રહ્યા છે. એવું કહેવાય છે કે 50,000 વર્ષ પહેલાં કોઈ ઉલ્કાપ્રપાતના કારણે આ તળાવ બન્યું હતું. સામાન્ય રીતે આ તળાવના પાણીનો કલર એમરાલ્ડ ગ્રીન હોય છે.લોનાર લેક કન્ઝર્વેશન એન્ડ ડેવલપમેન્ટ કમીટીના સભ્ય ગજાનન ખરાટ જણાવે છે કે ખારાશ તેમજ શેવાળના કારણે તળવાના પાણીના રંગમાં પરિવર્તન આવ્યું હોય તેવું બને છે. ગજાનનભાઈના કહેવા પ્રામાણે, લુનાર તળાવની એક મિટરપછીની ઉંડાઈ પર કોઈ જ ઓક્સિજન નથી. આવી જ એક ઘટના ઇરાનના એક તળાવમાં પણ બની હતી તેમાં પણ ખારાશ વધવાથી તળવાનું પાણી લાલ બની ગયું હતું.

image source

તેમણે એવું પણ જણાવ્યું હતું કે હાલ લોનાર તળાવના પાણીનું સ્તર થોડા વર્ષો પહેલાની સરખામણીએ નીચુ છે. તેમજ વરસાદ પણ નથી પડ્યો કે તાજુ પાણી તળાવને મળી શકે. પાણીના ઓછા પ્રમાણના કારણે તળાવમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે અને તેમાંની શેવાળના વર્તનમાં પણ પરિવર્તન આવ્યું છે તે કદાચ આ રંગ બદલાવા પાછળનું કારણ હોઈ શકે. અને આવું પહેલીવાર નથી થયું કે પાણીનો રંગ બદલાયો હોય.

image source

તો વળી કોઈનું કહેવું છે કે આ કોઈ માણસનું કૃત્ય નથી કારણ કે તેનું પ્રમાણ ઘણું મોટું છે. જે માણસ દ્વારા શક્ય નથી અને એવું પણ કહે છે કે લોકડાઉન દરમિયાન તળાવ સાથે કોઈ પણ જાતની છેડછાડ નહીં થવાથી પણ આવું બની શકે છે. ઋતુ પ્રમાણે પાણીમાં ફેરફાર થતા રહે છે લુનાર તળાવ સાથે પણ તેવું જ ઘટ્યું છે. હાલ તેની તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત