અંબાલાલ પટેલની આગાહીમાં વાંચી લો કઇ તારીખથી થશે ચોમાસાનુ આગમન

હવામાન | અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતમાં તોફાન અને વાવાઝોડા સાથે આ તારીખથી ચોમાસું બેસવાના અણસાર

image source

ગુજરાત માટે ચોમાસાની દ્રષ્ટીએ આ વખતે ૨૦૨૦નું વર્ષ સારું રહશે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ભારતમાં આવી રહેલા ચોમાસાના વાયરાઓ અંગે અંબાલાલે આગાહી કરી છે. દરેક વખતની જેમ આ વખતે પણ અંબાલાલે ક્યારથી ચોમાસું બેસશે અને કેવું રહેશે આ ચોમાસું એ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાત માટે આ ચોમાસું સારું રહેશે.

અંબાલાલે શું કહ્યું ?

image source

ચોમાસા અંગેની આગાહી કરતા અંબાલાલે કહ્યું હતું કે અખાત્રીજમાં પશ્ચિમથી વાતા પવનો જોતા ચોમાસું સારું રહેશે. ગંગા-જમનાના મેદાનો તપવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. ચોમાસા પહેલા થતી પ્રી-મોન્સુન ગતિવિધિઓ હવે દેખાશે. દક્ષીણ ગુજરાતમાં પણ વરસાદની સીઝન પૂર્વેના વરસાદની સંપૂર્ણ શક્યતાઓ છે. આ પ્રીમોન્સુની પ્રક્રિયા આંધી અને વાવાઝોડાઓ સાથે શરુ થશે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા

image source

13, 14 અને 15 જૂને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે. ઓગસ્ટ અને સપ્ટેબરમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યાતા છે. ઓક્ટોબર મહિનમાં કેટલાક અન્ય ભાગોમાં પણ વરસાદ થશે.

કેટલા દિવસનું હશે રાજ્યમાં ચોમાસું

image source

૨૨ મે અને ૨૯ મેથી ૭ જુન સુધીમાં રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદની શક્યતાઓ છે. કેરળમાં ચોમાસું ૨૮થી ૩૧ મેં સુધીમાં પહોચી જશે. જો કે આ વર્ષે રાજ્યમાં વરસાદ લગભગ ૪૫ દિવસ રહેશે. અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું ૨૦ મે આસપાસ પહોચશે. હવાના દબાણના કારણે આ વખતે વાવાઝોડાની શક્યતાઓ પણ રહેલી છે. ૧૧થી ૨૦ મે દરમિયાન બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અને દરિયામાં તોફાન આવવાની શક્યતાઓ પણ રહેલી છે.

source : vtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત