Site icon News Gujarat

સમુદ્ર કિનારે ફોટો શૂટ કરાવતા-કરાવતા આવ્યુ મોટુ મોજૂ, અને પછી..આ વિડીયો જોઇને તમારા રૂંવાટા પણ થઇ જશે ઉભા

બીચ પર વેડિંગ ફોટો શૂટ કરાવવું પડ્યું ભારે – એક મોટા મોજાએ નરકના દ્વાર બતાવી દીધા આ નવપરિણિતને
હાલ લોકોને પ્રિ વેડિંગ કે પછી વેડિંગ ફોટો શૂટ કરાવવું ખૂબ ગમે છે. અને લોકો તોના માટે આકર્ષક લોકેશન શોધતા હોય છે. પહેલાં પરણનાર યુગલનું સ્વપ્ન કોઈક સુંદર જગ્યાએ હનીમૂનનું રહેતુ હતું પણ હવે સુંદર જગ્યાએ પ્રી વેડિંગ ફોટો શૂટનું હોય છે.

image source

અને લગ્નના રીસેપ્શનમાં જ્યારે કપલની A.V મહેમાનોને બતાવવામાં આવે ત્યારે તેમના પ્રી વેડિંગ ફોટો શૂટની તસ્વીરો બતાવવામાં આવે છે. આમ તો આ આખા જીવનની યાદગીરી સમાન ઘડીઓ હોય છે. માટે જ તેને હવે ખાસ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે પ્રિ વેડિંગ તેમજ વેડિંગ ફોટો શૂટનું ચલણ વધ્યું છે. હવે તો લગ્નો પણ ડેસ્ટિનેશન વેડિંગમાં ફેરવાઈ ગયા છે તો પછી ફોટો શૂટને તો મહત્ત્વ આપવું જ રહ્યું.

image source

તાજેતરમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વિડિયોમાં એક કપલ પોતાના વેડિંગ ગાઉન અને સૂટમાં એક સમુદ્ર કીનારા પર ફોટો શૂટ કરાવી રહ્યા છે. કિનારાથી દૂર આવેલા એક પથરાળ કિનારા પર તેઓ શૂટ કરી રહ્યા છે.

યુવતિએ સુંદર વ્હાઇટ વેડિંગ ગાઉન પહેર્યો છે તો યુવકે સૂટ પહેર્યો છે. પણ તમે સમુદ્રના મોજા પર ક્યારેય વિશ્વાસ નથી કરી શકતા. અહીં પણ તેવી જ ઘટના ઘટી જોત જોતામાં એક મોટું મોજું આવ્યું અને આ કપલને વહાવીને પોતાની સાથે લઈ ગયું. દુલ્હન તો રીતસરની પાણીમાં તણાઈ જ ગઈ હતી. પણ સમુદ્ર કિનારે હાજર લાઇફગાર્ડસે તેને મહા પ્રયાસે સમુદ્રમાંથી ડૂબતી બચાવી હતી.

image source

આ આખીએ ઘટના નજીકમાં ઉભેલા એક વ્યક્તિ દ્વારા કેમેરામાં શૂટ કરી લેવામાં આવી હતી. તમે જોઈ શકો છો તેમ દુલ્હન તો હલી પણ નથી શકતી. અને દુલ્હો પણ સમુદ્ર કિનારે બેહાલ થઈને પડ્યો છે.

આ ઘટનાનો વિડિયો એક ન્યૂઝ અધિકારીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. તેમણે આ વિડિયો શેર કરતાં લખ્યું હતું, “અમેરિકાના દક્ષીણ કેલિફોર્નિયા ખાતે આવેલા પેસેફિક ઓસનના સમુદ્ર કિનારે એક વેડિંગ કપલ સમુદ્રમાં તણાઈ ગયું હતું જેને લાઇફગાર્ડ્સ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.” તમને જણાવી દઈ કે આ વિડિયોને અત્યાર સુધીમાં 664.7 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. અને હજારો લાઈક્સ પણ મળી છે. લોકો આ બાબતે ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

image source

આ વિડિયો જોઈને એટલું તો કહી શકાય કે જો ત્યાં કોઈ લાઇફગાર્ડ હાજર ન હોત તો આ કપલ ખરેખર પોતાનુ લગ્ન જીવન ભોગવવા માટે બચ્યું હોત કે નહીં. પણ રામ રાખે તેને કોણ ચાખે, તેમના જીવનમાં બચવાનું લખ્યું હશે અને તેઓ બચી ગયા. હવે તેઓ સુખી દાંપત્યજીવન ભોગવે તેવી શુભેચ્છા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version