શું તમને ખબર છે ‘આત્મા’નું વજન કેટલું હોય છે?

હેલો મિત્રો , મારા લેખમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે પ્રાણીઓ એ ભગવાન દ્વારા બનાવવામાં આવેલી બધી રચનાઓમાં થી સૌથી ઉત્તમ રચના છે અને તેમાં પણ માનવ શરીર ને ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી શ્રેષ્ઠ સર્જન માનવા માં આવે છે

image source

કારણ કે આપણું માનવ શરીર જે રીતે બનાવવા માં આવ્યું છે તે પ્રકૃતિ ની શક્તિ નો બેજોડ નમુનો છે અને માનવ શરીર ને જે ગતિ પ્રદાન કરે છે તે છે આત્મા તમામ ધર્મગ્રંથો માં આત્મા એક સામાન્ય વિષય છે તમને બધા ધર્મ ના ગ્રંથો પર કોઈને કોઈ રીતે આત્મા વિશે એમ લખેલું છે કે મૃત્યુ ની ભૂમિ પર જન્મેલા મનુષ્ય સહિત દરેક નાના મોટા જીવો ને એક દિવસે આ દુનિયાને છોડી ને જવું જ પડે છે, માનવ નું શરીર નશ્વર પદાર્થ જેવું હોય છે કે જેનો ધીરે ધીરે અંત આવી રહ્યો હોય છે

શરીર નો અંત આવવાની સાથે શરીર ને વિશ્વ સાથે જોડવાની એકમાત્ર દોરી છે આપણી આત્મા. આત્મા ને લીધે આજે પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણ થી જોતા આત્માને હંમેશા સ્વીકારવામાં આવે છે , પરંતુ વિજ્ઞાન ન તો આત્માના અસ્તિત્વ ને સ્વીકારી શક્યું છે કે ના તો તેને નકારી શક્યું છે ધાર્મિક ગ્રંથો અનુસાર આત્મા નિરાકાર અને અમર છે

image source

આપણું શરીર ક્યારેક ને ક્યારેક તો નાશ પામે જ છે, અને જ્યારે શરીર નાશ પામે છે ત્યારે આપણો આત્મા એક શરીર માંથી મુક્ત થાય છે અને બીજા શરીર માં ભળી જાય છે અને નવા શરીર સાથે નવું સ્વરૂપ લે છે, પરંતુ બધી આત્માઓ ને નવું શરીર મળતું નથી કારણ કે જ્યારે મનુષ્ય ની તીવ્ર ઇચ્છા કંઇક મેળવવા ની અથવા તો કંઇક કરવાની હોય અને જો તે વચ્ચે તે માણસ નું અકાળે મૃત્યુ થાય છે , તો તેનો આત્મા શરીર તો છોડી દે છેઆ શ્વાનના ઇન્સ્ટા પર છે અઢળક ફોલોઅર્સ, પણ લોકડાઉનમાં થઇ ગયો છે દુખી, કારણ જાણશો તો તમે પણ થઇ જશો દુખી-દુખી

પરંતુ તે આ મૃત્યુ લોક ને છોડી શકતો નથી પરંતુ જે વસ્તુની અંદર મૃત માણસ નો જીવ અટક્યો હોય તે આત્મા તેની આસ – પાસ ભટકતો રહે છે અને જો કોઈ વ્યક્તિ તે વસ્તુને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો તે આત્મા પણ તે વ્યકતી ને નુકસાન પહોંચાડે છે

image source

દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે અને કર્મો અનુસાર – આત્મા અલગ અલગ જીવોનુ શરીર ધારણ કરે છે , આત્માને કોઈ આકાર હોતો નથી , તે કીડીમાં પણ સમાઈ શકે છે અને તે હાથી જેવા મોટા પ્રાણી ની અંદર પણ ફેલાઈ શકે છે . તેનો અર્થ એ છે કે શરીરના કદ સાથે આત્મા ના આકાર નો કોઈ સીધો સંબંધ નથી જે દેહ માં આત્મા વસે છે તે આત્મા તે શરીર ધારણ કરી લે છે આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન ધર્મશાસ્ત્ર ને બદલે તર્કશાસ્ત્રમાં માને છે, આપણા આજના આ લેખમાં, આપણે વિજ્ઞાન ના ” 21 ગ્રામ પ્રયોગ ” વિશે વાત કરવાના છીએ

image source

આ પ્રયોગનો હેતુ એ શોધવા નો હતો કે આપણા શરીર માં ખરેખર આત્મા છે કે કેમ ? અને જો હા તો તેનું વજન કેટલું છે ? આ પ્રયોગ વિજ્ઞાન ના ઇતિહાસ માં એક ખૂબ જ વિવાદાસ્પદ પ્રયોગ માનવા માં આવતો હતો જેમાં ” ડંકન મેંકડોગલ ” નામના વૈજ્ઞાનિકે જેણે દાવો કર્યો હતો કે તેણે માનવ શરીર માં આત્મા નું સચોટ વજન માપવા માટે ની એક પદ્ધતિ ની ખોજ કરી હતી

image source

આ પ્રયોગ નું નામ તેણે ” 21 ગ્રામ પ્રયોગ ” રાખ્યુ હતું જેણે આખા વિશ્વ ને અચંબા મા નાખી દીધું હતું ડો. ડંકન મેંકડોઘલ દ્વારા આ પ્રયોગ ને 1960 માં કરવામાં આવ્યો હતો . આ પ્રયોગ માં હોસ્પિટલ માં મૃત્યુ ની નજીક પહોંચેલા દર્દીઓ ને એક ખાસ વજન કરવા ના મશીન પર મૂકવા માં આવતા હતા અને દર્દીનું મૃત્યુ થાય તે પહેલાં અને મૃત્યુ પછી તેના શરીર નું વજન માપવા આવતું હતું ડંકને ઘણા દર્દીઓ પર પ્રયોગ કર્યા પછી તારણ કાઢયું કે માનવ આત્મા વજન વગર નો નથી પરંતુ તેનું વજન 21 પોઇન્ટ 3 ગ્રામ છે, એક વસ્તુ જે પ્રયોગ માં સૌથી વધુ આશ્ચર્યજનક હતી તે એ હતું કે મૃત્યુ પામેલા વ્યકિત ના શરીરનું વજન ગમે તે હોય, પરંતુ મૃત્યુ પછી માનવ ના શરીર મા 21 ગ્રામ થી ઘટીને 21 પોઇન્ટ 8 ગ્રામ સુધી નો જ ઘટાડો જોવા મા આવતો હતો

image source

આ પ્રયોગ સફળ થયા છતાં હંમેશાં વિવાદ માં રહેતો હતો કારણ કે વૈજ્ઞાનિકોનું એક જૂથ એવું પણ હતું જેણે આ સંશોધનને સંપૂર્ણ રીતે નકારી દીધો હતો તે વૈજ્ઞાનિકો એ એવું કહ્યું હતું કે મૃત્યુ પછી શરીર ના વજન માં થતો ઘટાડો એ હકીકત મા મૃત્યુ પછી, માનવ ના શરીરમાં થતા સંકોચન ને લીધે , ફેફસામાં રહેલી હવા બહાર નીકળી જવાને કારણે અને શરીરના બીજા બધા તંત્રો બંધ થઈ જવાને કારણે વજન ઓછું થઈ જતું હોય છે પરંતુ આ સિદ્ધાંતમાં બીજો વિરોધાભાસ એ હતો કે જો આ સિદ્ધાંતને સત્ય સ્વીકારવામાં આવે તો પણ મૃતકના શરીરના વજનમાં થતો ઘટાડો તેના વજન પ્રમાણે દર વખતે અલગ હોવો જોઈએ

image source

એટલે કે. જો 100 કિલોગ્રામ અને 50 કિલોગ્રામની વ્યક્તિ નો વજન તેમના મૃત્યુ પછી કરવામાં આવે તો તેના વજન મા થયેલો કુલ ઘટાડો તેના વજન અનુસાર જ હોવો જોઈએ, પરંતુ ડો. ડંકનના સંશોધનમાં એવું બન્યું ન હતું આ પ્રયોગમાં કોઈ 100 કિલોગ્રામ ની વ્યક્તિ હોય કે માત્ર 30 કિલોગ્રામ ની તેના કુલ વજન મા આવેલો કુલ ઘટાડો માત્ર 21 પોઇન્ટ 3 ગ્રામ જેટલો જ નોંધવામાં આવ્યો હતો જે આશ્ચર્ય પમાડે તેવું હતું પરંતુ આ વિરોધાભાસ હોવા છતાં, ડો. ડંકનના આ ” 21 ગ્રામ પ્રયોગ “ને ઇતિહાસનો સૌથી આશ્ચર્યજનક પ્રયોગ માનવામાં આવતો હતો. આ પ્રયોગના સફળ થયા હોવા છતાં વિશ્વના બીજા વૈજ્ઞાનિકોએ આ પ્રયોગને વધુ મહત્વ આપ્યું ન હતું

image source

તો શું આ વિવાદિત પ્રયોગના આધારે મનુષ્યના આત્માનું વજન નક્કી કરી શકાય છે અને શું આપણે આ પ્રયોગના આધારે એમ કહી શકીએ છીએ કે માનવ શરીરમાં આત્માની પૂર્વધારણા સાચી છે અને શું તમને એમ લાગે છે કે ડો. ડંકન દ્વારા કરવામાં આવેલા આ પ્રયોગ માં માપવામાં આવતું વજન આત્માનું છે કે પછી આ ફેરફાર મૃત્યુ પછી શરીરમાં આવતા બદલાવ ને લીધે થાય છે તમને શું લાગે છે આત્મા ખરેખર હોય છે, જો તમારો જવાબ ” હા ” છે , તો પછી અમને જણાવો કે શા માટે હા છે અને જો તમારો જવાબ ” ના ” હોય તો તે શા માટે ના છે તે જણાવો

image source

અમે અહીં તમારા જવાબો વડે જાણવા માંગીએ છીએ જે અમારા વાચક મિત્રો માંથી કેટલા લોકો આત્મામાં વિશ્વાસ કરે છે જો તમે પણ કુદરતને પડકાર આપતા આવા કોઈ પ્રયોગો વિશે જાણતા હોય તો અમને જણાવવાનું ભૂલતા નહિ અને આ આર્ટિકલ વાંચીને તમારા મનમાં કોઈ સવાલ ઉઠી રહ્યા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અને તમને અમારો આત્મા ના વજન પર લખવામાં આવેલો લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલતા નહિ