રાક્ષસી કદના વૃક્ષો વિષે તમે વાર્તાઓમાં સાંભળ્યું હશે હવે જોઈ પણ લો…
દુનિયાભરમાં અનેક પ્રકારના છોડવાઓ અને વૃક્ષો થાય છે જે પૈકી કેટલાક સુંદર અને ઉપયોગી હોય છે જયારે અમુક વિચિત્ર, બિનઉપયોગી અને આશ્ચર્ય પમાડે તેવા હોય છે.

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના અમુક એવા વૃક્ષો વિષે જણાવવાના છીએ જેના વિષે આ પહેલા કદાચ આપે ક્યાંય નહિ જાણ્યું હોય. તો ચાલો શરુ કરીએ અજબ ગજબ વૃક્ષોની નાનકડી વાંચન યાત્રા.
વિસ્ટેરીયા વૃક્ષ – જાપાન

વિસ્ટેરીયા નામના આ ઝાડ જાપાન દેશમાં જોવા મળે છે. આ ઝાડની ગણના વિશ્વના સૌથી સુંદર અને આકર્ષક ઝાડમાં પણ થાય છે. વિસ્ટેરીયા ઝાડ પર આછા ગુલાબી અને દુધિયા રંગના ફૂલો થાય છે અને તેના ફૂલો એટલી સંખ્યામાં થાય છે કે આખું ઝાડ ફૂલથી ઢંકાઈ જાય. જો કે આ રીતે ફૂલોથી ઢંકાયેલા વૃક્ષનો સંપૂર્ણ વિકાસ જયારે તે યુવાન થાય ત્યારે જ જોવા મળે છે જેમાં પાંચથી 15 વર્ષનો સમયગાળો લાગે છે.
ગ્રેટ સિકુઆ – અમેરિકા

ગ્રેટ સિકુઆ ટ્રીને વિશ્વના સૌથી મોટા ઝાડ તરીકે માન્યતા પ્રાપ્ત છે. અમેરિકામાં આવેલા આ ઝાડને દૂરથી જોતા તેનું દ્રશ્ય કોઈ રાક્ષસ જેવું જ લાગે છે. લગભગ 275 ફૂટ ઊંચાઈ અને 27 લાખ પાઉન્ડ વજનના આ વૃક્ષની ઉંમર અંદાજે 2300 થી 2700 વર્ષ હોવાનું મનાય છે.
જબુટીકાબા વૃક્ષ – દક્ષિણ અમેરિકા

સામાન્ય રીતે કોઈપણ ફળદાર વૃક્ષની ડાળખીએ જ એ વૃક્ષના ફળ ઉગતા હોય છે પણ દક્ષિણ અમેરિકાના એક ઝાડમાં તેના ફળ ડાળખીઓએથી નહિ પણ સીધા થડમાંથી જ ઉગી નીકળે છે. જોવામાં વિચિત્ર અને રહસ્યમયી લગતા આ ઝાડનું નામ જબુટીકાબા છે. અસલમાં આ દ્રાક્ષની એક પ્રજાતિનું જ ઝાડ છે જેના ફળો આર્જેન્ટિના, પેરુ અને બોલિવિયા જેવા દેશના લોકો શોખથી ખાય છે.
બોટલ ટ્રી – ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા આ પ્રકારના ઝાડને ” બોટલ ટ્રી ” કહેવામાં આવે છે અને તેનું કારણ તેનો આકાર છે જે એકદમ બોટલ જેવો જ દેખાય છે. કહેવાય છે કે જુના જમાનામાં શિકારીઓ આ બોટલ ટ્રીના ઝાડમાંથી નીકળતા રસને પોતાના તીર પર લગાવી શિકાર કરતા હતા.
બ્લડ ટ્રી – યમન

યમન દેશનો એક ટાપુ છે સોકોટ્રા ટાપુ. આ ટાપુને આમ તો ” એલિયન આયલેન્ડ ” તરીકે પણ ઓળખવામાં આવે છે પણ તેની સાથે જ અહીં થતા એક ખાસ વૃક્ષને કારણે પણ તે પ્રસિદ્ધ છે. અહીં જોવા મળતા એક ખાસ ઝાડને ” બ્લડ ટ્રી ” કહેવાય છે. કારણ કે તેના વિષે એવું કહેવાય છે કે તેને કાપવાથી તેમાંથી લોહી જેવા રંગનું પ્રવાહી નીકળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત