રશિયા-યુક્રેન જંગ ચાલી રહી છે. લોકો યુદ્ધગ્રસ્ત દેશ છોડીને ભાગી રહ્યા છે. આ વચ્ચે એક એવા વ્યક્તિની કહાની સામે આવી છે, જે પત્નીને જૂઠું બોલી સીધો યુક્રેન ભાગી ગયો. આ વ્યક્તિ બહાર વોકના બહાને નીકળ્યો હતો પરંતુ ફ્લાઇટ પકડી યુક્રેન પહોંચી ગયો.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે, એક બ્રિટિશ નાગરિક યુક્રેનની સેનાની મદદ કરવા માટે તેના ઘરની બહાર ચોરીથી નીકળી ગયો. ઘરની બહાર નીકળતા પહેલા તેણે તેની પત્નીને કહ્યું કે તે બર્ડવૉચિંગ માટે બહાર જઈ રહ્યો છે. પરંતુ તેણે તેની પત્નીને ખોટું બોલ્યું, હકીકતમાં તે દેશની બહાર જઈ રહ્યો હતો.
પત્નીને જૂઠું બોલીને યુક્રેન પહોંચી ગયો
‘ધ સન’ના અહેવાલ મુજબ, આ વ્યક્તિ ભૂતપૂર્વ સૈનિક છે અને બ્રિટનના વિરલનો રહેવાસી છે. તે વ્યક્તિ તેની પત્નીને ફરવા જવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો, પરંતુ તે ફ્લાઈટ લઈને સીધો પોલેન્ડ પહોંચ્યો હતો અને પછી બોર્ડર ઓળંગીને યુક્રેનમાં પ્રવેશ્યો.
'I told my wife I was going birdwatching – but I'm actually fighting in Ukraine'https://t.co/kBAxih7BhB
— The Scottish Sun (@ScottishSun) March 4, 2022
આ ભૂતપૂર્વ સૈનિક રશિયા સામે યુક્રેનની સેનાની મદદ કરવા ગયો છે. તેને બે બાળકો છે. પોતાનું નામ જાહેર કર્યા વિના, તેણે કહ્યું કે જ્યારે તેની પત્નીને ખબર પડશે કે તે લડાઈમાં જોડાવા માટે યુક્રેન ગયો છે ત્યારે તે ડરી જશે. જો કે, ટૂંક સમયમાં હું તેને ફોન કરીશ અને બધું સમજાવીશ.
રિપોર્ટ અનુસાર, બ્રિટનથી યુક્રેન ગયેલા આ વ્યક્તિએ લાંબા સમય સુધી બ્રિટિશ આર્મીમાં સ્નાઈપર તરીકે કામ કર્યું હતું. તેમનું કહેવું છે કે આ મુશ્કેલ સમયમાં આપણે યુક્રેનના લોકોની મદદ કરવી જોઈએ. યુક્રેનના લોકોને તાત્કાલિક અનુભવી સૈનિકોની જરૂર છે અને તેમની પાસે તે અનુભવ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના જેવા ઘણા લોકો પણ બ્રિટનથી યુક્રેન પહોંચ્યા છે.