સતત અવનવા અપડેટ માટે જાણીતા Whatsapp એ આપ્યું આ નવું ફીચર, જાણો કઈ રીતે કરી શકશો યૂઝ

Whatsapp એક લોકપ્રિય એપ્લિકેશન છે અને આપણા પૈકી મોટાભાગના સ્માર્ટફોન યુઝરો આ એપનો ઉપયોગ કરે છે. વળી, ફક્ત આપણા પૂરતું જ કે ભારત પૂરતું જ નહિ પણ વૈશ્વિક સ્તરે પણ આ એપ સારી એવી નામના ધરાવે છે.

Whatsapp પર એક નવું ફીચર્સ એડ કરવામાં આવ્યું છે જેના દવર યુઝર કોઈપણ મિસ્કોલને તમારા સમયે જોઈન કરી શકશો. આ ફિચરમાં યુઝર ચાલુ કોલને છોડીને ફરીથી તેને જોઈન પણ કરી શકશે.

image soucre

Whatsapp એ તાજેતરમાં એક નવું ફીચર એડ કર્યું છે જેનું નામ Joinable calls રાખવામાં આવ્યું છે. આ નવા ફીચર દ્વારા યુઝર્સ ચાલી રહેલી વિડીયો કોલ્સને પણ જોઈન કરી શકશે. જોઈનેબલ કોલ ફિચરનો હેતુ એ છે કે યુઝર્સ તેના મિત્રો અને સંબંધીઓના કોલને મિસ્ ન કરે. આ ફીચર અંતર્ગત યુઝર ચાલુ રહેલ કોલને છોડીને બીજી વખત ફરીથી જોઈન કરી શકે છે. યુઝર્સને તેના કોલ લોગમાં ” top to join ” વિકલ્પ મળે છે જેના પર ક્લિક કરીને તે મિસ્ટ ગ્રુપ કોલમાં જોડાઈ શકે છે.

image soucre

Note : એ વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે કે Whatsapp ના આ ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝરે Whatsapp ના નવા વર્ઝનને અપડેટ કરવાનું રહેશે. હવે એ જાણીએ કે Whatsapp પર કઈ રીતે મિસ્ડ ગ્રુપ કોલને જોઈન કરી શકાય છે.

1. આ ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝરે સૌ પ્રથમ Whatsapp ઓપન કરી Calls પર ક્લિક કરવાનું રહેશે.

2. અહીં તમારા ફોનનો કોલ લોગ હશે જેમાં ટોપ પર જે તે કોલ માટે ” tap to join ” નો વિકલ્પ જોવા મળશે. જે ગ્રુપ કોલને તમે મિસ્ કર્યા હોય.

image soucre

3. Group કોલ પર ટેપ કરો અને ગ્રુપ કોલને ઇન્ટર કરવા માટે Join પર ક્લિક કરો.

4. ઘણી વખત આપણે ગ્રુપ વિડીયો / વોઈસના કોલ મિસ્ કરી દેતા હોઈએ છીએ અને આપણે એ કોલના મેમ્બરને ફરીથી એડ કરવા માટે કહેવાનું રહે છે. પરંતુ આ નવું ફીચર આવ્યા બાદ આ મિસ્ કોલને યુઝર પોતાની રીતે અને સમયે જોઈન કરી શકશે.

Group call વિશે માહિતી

image soucre

ગ્રુપ ચેટ પર વીડિયો કોલ શરૂ કરવા માટે યુઝરે સૌથી પહેલા એ Whatsapp ગ્રુપ ચેટને ઓપન કરવાની રહેશે જેમાં તે કોલ કરવા ઇચ્છતા હોય. જો ગ્રુપમાં 9 કે તેથી વધારે યુઝરો હોય તો Group call button પર ક્લિક કરો અને જો ગ્રુપમાં 8 કે એથી ઓછા યુઝરો હોઉં તો તમારે Video call પર ટેપ કરવાનું રહેશે.