વોટ્સએપ પર તમને જ્યારે કોઇ મોકલે અશ્લીલ મેેસેજ, તો આ રીતે કરો ફરિયાદ,જલદી લેવાશે તેની નોંધ

આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. લોકો તેમનો વધારેમાં વધારે સમય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિતાવે છે.

image source

જેમ જેમ સોશિયલ મીડિયા જીવન માટે અનિવાર્ય બનતું જાય છે તેમ તેમ તેની પ્રાઈવસી અને સિક્યૉરિટી ટર્મ પણ સઘન બનાવવામાં આવી રહી છે, દરેક સોશિયલ મીડિયા એપ પોતાના વપરાશકર્તા માટે વધારે અને વધારે સુવિધાઓ ઉમેરતા જાય છે. આજે હજુ પણ અમુક લોકો સોશિયલ મીડિયાને દૂષણ ગણે છે તો અમુક જરૂરિયાત.

ચાહે તમે સ્વીકારો કે ન સ્વીકારો.તેમ છતાંય હકીકત એ છે કે આજે સોશિયલ ડિસ્ટનસિંગના જમાનામાં સોશિયલ મીડિયા વિના જીવવું અઘરું બની રહ્યું છે. આજે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા જ તમને એકબીજા સાથે જોડી રાખે છે.આમ તો બધી જ ઉંમરના લોકો સોશિયલ મીડિયા ઉપર એક્ટીવેટ થઈ જ રહ્યા છે પણ તેમ છતાંય તે યુવા વર્ગમાં વધુ પ્રચલિત છે.

image source

આમ તો આજકાલ ઘણાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે જેના દ્વારા દુનિયા એકબીજા સાથે જોડાઈ રહી છે, પરંતુ આજે અમે દુનિયાની સૌથી વધુ વપરાયેલી સોશ્યલ મીડિયા મેસેજિંગ એપ વોટ્સએપ વિશે વાત કરી રહ્યા છીએ.

વોટ્સએપ મેસેજિંગ એપમાં જ્યારે કોઈ વપરાશકર્તા અન્ય વપરાશકર્તાને અશ્લીલ સંદેશાઓ મોકલીને તેમને વારંવાર ત્રાસ આપે છે ત્યારે વોટ્સએપ એપ વપરાશકર્તાઓને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વાર જએ તે વપરાશકર્તાને બ્લોક કર્યા હોવા છતાં, તે વપરાશકર્તા તમને અન્ય કોઈ અકાઉન્ટમાંથી અશ્લીલ અથવા ધમકી આપતા સંદેશાઓ મોકલતો હોય તો ઉપાય આવી ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ પ્રવૃત્તિઓથી હેરાનગતિ અનુભવી રહ્યા હો અથવા જો તમે ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાઈ જાઓ તો….

image source

તમને મોકાળવામાં આવેલા વાંધાજનક સંદેશાઓ સામે તમે ટેલિકમ્યુનિકેશન્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે, તમારે તમારા મોબાઇલ નંબર સાથે, તમે જે સંદેશ વિશે અને મોલનાર વિશે ફરિયાદ કરવા માંગતા હો, તે સંદેશનો અને મોકલનારનો સ્ક્રીનશૉટ આપવો પડશે. એ બંને વિશે ‘[email protected]’ ઉપર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે.

તમે ફરિયાદ નોંધવશો તે પછી આ ફરિયાદ જરૂરી કાર્યવાહી માટે ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને પોલીસ અધિકારીઓને મોકલવામાં આવે છે અને તેઓ ઉચિત પગલાં લે છે. માટે જો અત્યારે કે ભવિષ્યમાં કોઈ તમને આ રીતે હેરાન કરે, તો પછી તમે સરળતાથી ઘરે બેઠાં ફરિયાદની નોંધણી કરાવી નિશ્ચિંત થઈ શકો છો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત