વોટ્સએપ રસિયાઓ માટે ખુશખબર, જાણી લો જલદી અને આજે કરી લો અપડેટ, મેસેજ કરવાની આવશે જોરદાર મજા

સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશન વ્હોટ્સએપ લોકો માટે કોમ્યુનીકેશનની એક અત્યંત જરૂરી એપ બની ગઈ છે. આજે લોકો રેગ્યુલર ફોન કોલ કરતાં વ્હોટ્સએપ મેસેજ, કોલ તેમજ વડિયો કોલ કરવાનું વધારે પસંદ કરે છે. અને હવે લોકોને ફોન કોલ્સની મિનિટ્સ કરતાં વધારે ડેટા વધારે મળે તેની લાલચ હોય છે. વ્હોટ્સ એપ્લિકેશન દ્વારા હંમેશા પોતાના યુઝર્સ માટે ઓર વધારે અનુકુળતા ઉભી કરવા માટે તેમાં
સમયાંતરે નવા નવા ફિચર્સ ઉમેરવામાં આવતા હોય છે. વર્ષ 2020માં આ એપ્લિકેશન પર કેટલાએ નવા અને કામના ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. સાથે સાથે કેટલાક જુના ફિચર્સને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. ફેસબુકની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ પર આ અઠવાડિયે પણ કટેલાએ નવા ફીચર્સ લોન્ચ કરવામા આવ્યા છે. તો ચાલો તેના પર એક નજર નાખીએ.

ડેસ્કટૉપ પર વડિયો-વોઇસ કોલિંગની સુવિધા

image source

વ્હોટ્સએપ હવે ડેસ્કટૉપ પર પણ સરળતાથી ઓપરેટ કરી શકાશે. ચેટ કરવાની સાથે સાથે હવે વિડિયો કોલિંગની સુવિધા પણ યુઝર્સને મળવા જઈ રહી છે. જો કે, મોબાઈલ એપ પર આ સુવિધા પહેલેથી ઉપલબ્ધ હતી. ડેસ્કટૉપ પર વિડિયો કોલિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારા ફોન પર વ્હોટ્સએપ ખોલીને QR કોડ સ્કેન કરવાનો રહેશે. ક્યૂઆર કોડ સ્કેન કરતા જ તમે વ્હોટ્સએપ અકાઉન્ટ પર લોગ ઈન થઈ જશો. ત્યાર બાદ તમારે વડિયો કોલિંગ ઓપ્શન પર જઈને તે ફીચરનો ફાયદો ઉઠાવી શકો છો. તેની સાથે સાથે જ તમે વોઇસ કોલિંગ ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો.

એનિમેટેડ સ્ટિકર્સ પેક

image source

વ્હોટ્સએપ પર સ્ટિકર્સ ફીચર પણ હવે યુઝર્સને એટ્રેક્ટ કરી રહ્યા છે. હવે તમે તમારા પસંદના સ્ટિકર્સને સરળતાથી સર્ચ કરી શકો છો. આ ઉપરાંત હવે યુઝર્સ માટે સ્ટિકર્સ પેક પણ ઉપલબ્ધ છે. આ ફીચરનો લાભ લેવા માટે તમારે ચેટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ સર્ચ સ્ટિકર્સ ઓપ્શન પર જઈ પોતાના પસંદના સ્ટિકર્સ પસંદ કરી શકો છો. ત્યાર બાદ તમે કોઈ પણ સ્ટિકર્સને મોકલી શકો છો.

સ્ટિકર્સ સર્ચ ઓપ્શનમાં આ ફેરફાર કરવામા આવ્યા છે

image source

વ્હોટ્સએપએ આ ફીચરમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે તમે સ્ટિકર્સને સરળતાથી સર્ચ કરી શકો છો. સાથેસાથે કોઈ પણ GIFને પણ સર્ચ કરી શકો છો. આ ફીચરના આવવાથી હવે યુઝર્સને સ્ટિકર્સ સર્ચજ કરવામા કોઈ મુશ્કેલી નહીં નડે.

ન્યૂ વોલપેપર્સનો ઉપયોગ કરો

image source

વ્હોટ્સએપ પર હવે યુઝર્સ નવા વૉલપેપર્સનો ઉપયોગ કરી શકે છે. નવા વર્ષને ધ્યાનમાં રાખતા આ ફેરફાર કરવામા આવ્યા છે. તેવામાં હવે યુઝર્સ સુવિધા પ્રમાણે આ ફીચરનો ઉપયોગ કરી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત