વોટ્સએપ યુઝર્સને મળશે હવે આ નવી સુવિધા, આવી રહ્યું છે આ જોરદાર નવું ફીચર

વોટ્સએપ યુઝર્સને મળશે હવે આ નવી સુવિધા, આવી રહ્યું છે જોરદાર નવું ફીચર

વોટ્સએપ છેલ્લા થોડાં વર્ષોમાં ઘણાં નવા ફીચર્સ લઈને આવ્યું છે. જેથી યુઝર્સને નવા અનુભવ અને સુવિધા મળતી રહે. ત્યારે હવે WABetaInfo આપેલી માહિતી મુજબ વોટ્સએપ v2.20.194.7 બીટા વર્ઝન એન્ડ્રોઈડ છે. જ્યારે આઈફોનનું વોટ્સએપ v2.20.70.26 બીટા વર્ઝન છે. દુનિયાની સૌથી પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની હવે એક નવા ફીચર પર કામ કરી રહી છે. જેમાં Sharechat વીડિયો ડાયરેક્ટ વોટ્સએપ પર જોઈ શકાશે.

image source

હાલ વોટ્સએપ પર પિક્ચર-ઈન-પિક્ચર મોડ દ્વારા યૂટ્યૂબ અને ફેસબુકના વીડિયો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, Sharechat ભારતનું એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જે ચીનની એપ્સ બેન થયા બાદ તેના યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. વોટ્સએપના આ નવા ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. રિપોર્ટ મુજબ, શેરચેટ વીડિયો સર્વિસનો સપોર્ટ લેટેસ્ટ વોટ્સએપ બીટા વર્ઝનમાં આપવામાં આવ્યું છે. જેના દ્વારા શેરચેટ વીડિયોને વોટ્સએપમાં જ પ્લે કરી શકાશે.

આ રીતે કરશે કામ

image source

જો કોઈ કોન્ટેક્ટ તમને શેરચેટનો વીડિયો મોકલે છે તો વીડિયો પ્લે કરવા માટે તમારે શેરચેટની એપ કે વેબસાઈટ પર જવાની જરૂર નહીં પડે. વીડિયોના પ્લે આઈકન પર ક્લિક કરતાં જ આ વોટ્સએપના પિક્ચર ઈન પિક્ચર મોડમાં શરૂ થઈ જશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે રહેશે.

૧૫ ભાષાઓને કરશે સપોર્ટ

image source

શેરચેટ એ દેશની પ્રાદેશિક ભાષાની સોશિયલ મીડિયા એપ છે. દેશભરમાં તેના 6 કરોડથી વધુ મંથલી એક્ટિવ યુઝર્સ છે. ખાસ વાત એ છે કે આ એપ હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાળી, ઓડિયા, કન્નડ, આસામી, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ સહિત 15 ભાષાઓને સપોર્ટ કરે છે. બેંગલુરુ સ્થિત શેરચેટે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે તેના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ મોજએ એક અઠવાડિયામાં જ પ્લે સ્ટોર પર 50 લાખ ડાઉનલોડ્સને પાર કરી ગયું છે.

image source

તાજેતરમાં જ જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ મલ્ટિપલ ડિવાઇસ સપોર્ટ ફીચર પર કામ કરી રહ્યું છે. હવે ફેસબુકના માલિકીહક વાળી કંપનીએ આ દિશામા કામ કરતાં આઇફોન યુઝર્સ માટે રજીસ્ટ્રેશન નોટિફિકેશન ફીચર રોલઆઉટ કર્યુ છે. હાલના સમયમાં એક યુઝર એક સમયે એક જ ડિવાઇસમાં પોતાનું એકાઉન્ટ લૉગઇન કરી શકે છે.

સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ

image source

જણાવી દઇએ કે વૉટ્સએપ દુનિયાની સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ્સમાંથી એક છે. તેના દુનિયાભરમાં ૧૫ અબજ યુઝર્સ છે. કંપનીનો દાવો છે કે વૉટ્સએપ પર દરરોજ ૬ કરોડ મેસેજ મોકલવામાં આવે છે. વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની આ શાનદાર એપ માટે નવા ફીચર પર કામ કરી રહી છે.

image source

તો હવે વોટ્સએપ તેના યુઝર્સ માટે એનિમેટેડ સ્ટિકર્સ, ડાર્ક મોડ અને ક્યૂઆર કોડ જેવા ફીચર્સ લાવવાની છે. આ ફીચર્સ ટૂંક સમયમાં રોલઆઉટ થશે. વોટ્સએપએ જણાવ્યું કે આગામી થોડાં સપ્તાહમાં આ ફીચર્સ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ સિવાય કંપની યુઝર્સની સુવિધા માટે ગ્રુપ વીડિયો કોલિંગના ફીચરમાં પણ સુધાર કરવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,