Site icon News Gujarat

લતા મંગેશકર જ્યારે રેકોર્ડિંગમાંથી ફ્રી થતાં ત્યારે ડુંગરપુરના રાજાને મળતાં, લગ્ન પણ કરવાં માગતા હતા, પરંતું…

સ્વર કોકિલા લતા મંગેશકરની આવાજની દુનિયા દીવાની છે, પરંતુ એમના ખાનગી જીવન અંગે લોકો ઓછું જ જાણે છે. એમણે લગ્ન કર્યા ન હતા, પરંતુ પ્રેમથી દૂર રહી શકી નહિ. પ્રેમ પણ એવો કે આખું જીવન એમના નામ કરી દીધું. એમને રાજસ્થાનના પૂર્વ ડુંગરપુરના રાજગરાનાના રાજ સિંહ સાથે પ્રેમ થઇ ગયો હતો. રાજ એમને પ્રેમથી મીઠું બોલાવતા હતા.

બંને ક્રિકેટના શોખીન હતા

લતા મંગેશકર અને રાજ સિંહ ડુંગરપુરની મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ, તે બંનેમાંથી કોઈને ખ્યાલ પણ નહોતો. રાજ લતાના ગીતોનો દીવાના હતો. તે હંમેશા પોતાના ખિસ્સામાં ટેપ રેકોર્ડર રાખતો અને તેના ગીતો સાંભળતો. લતાનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ પણ છૂપો નથી. તે ઘણીવાર રાજને ક્રિકેટ રમતા જોવા માટે ગ્રાઉન્ડ પર જતી હતી. બંને અવારનવાર મળતા હતા.

image source

પહેલી મુલાકાતમાં જ પ્રેમ થઈ ગયો

રાજ 1959માં લૉ ભણવા માટે મુંબઈ ગયાં હતાં. તેઓ ક્રિકેટ રમવાના પણ શોખિન હતાં. તેઓ 1955થી રાજસ્થાન રણજી ટીમના સભ્ય હતાં. મુંબઈના ક્રિકેટ મેદાનમાં લતાના ભાઈ હ્રદયનાથ મંગેશકર સાથે મુલાકાત થઈ. તેમના ભાઈ મોટાભાગે રાજને પોતાની સાથે ઘરે લઈને આવતાં હતાં. રાજ સિંહને પહેલી જ મુલાકાતમાં લતા સાથે પ્રેમ થઈ ગયો હતો. ધીમે-ધીમે વાત શરૂ થઈ. લતા રિકોર્ટિંગમાં વ્યસ્ત રહેતાં હતાં. વ્યસ્ત શિડ્યુઅલને કારણે વધારે મળવાનું થતું નહીં. જોકે, રાજ તેમના ગીતો સાંભળીને તેમની ખામી પૂરી કરી લેતાં હતાં. ખાલી સમય મળતાં જ બંને મળતાં હતાં.

image source

રાજ અને લતા એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. રાજે એકવાર તેમના માતા-પિતાને કહ્યું હતું કે, કોઈ સામાન્ય છોકરી તમારા રાજવી પરિવારની વહુ નહીં બને. લતામાં અનેક ગુણો હતા, પરંતુ તે એક સામાન્ય પરિવારમાંથી હતી. રાજ પરિવાર સામે હારી ગયા. લગ્ન ન થયા પછી પણ બંનેએ એકબીજાનો સાથ આપ્યો. અનેક ચેરિટીમાં સાથે કામ કર્યું. જો કે, બંનેનો પ્રેમ માત્ર એક યાદ બનીને રહી ગયો છે.

કોણ હતા રાજ સિંહ?

રાજ સિંહનો જન્મ 19 ડિસેમ્બર 1935ના રોજ રાજસ્થાનના ડૂંગરપુરમાં એક રાજવી પરિવારમાં થયો હતો. તેઓ ડૂંગરપુરના મહારાજા લક્ષ્મણ સિંહના નાના પુત્ર હતાં. રાજ સિંહે 1955 થી 1971 સુધી 86 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેઓ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા અને લગભગ 20 વર્ષ સુધી BCCI સાથે સંકળાયેલાં હતાં. 12 સપ્ટેમ્બર 2009ના રોજ તેમનું અવસાન થયું.

Exit mobile version