સુપરસ્ટાર કરોડપતિ પ્રભાસ હજુ પણ કેમ છે કુંવારો, 42ની ઉંમરે પણ લગ્ન ન કરવાનું જણાવ્યું કારણ

સાઉથ સિનેમાના દમદાર એક્ટર પ્રભાસ આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ ‘રાધે શ્યામ’ને લઇ ચર્ચામાં છે. કોરોનાના કારણે એની રિલીઝ ડેટને પોસ્ટપોટ કરી દીધા હતા, જે પછી હવે મુવીનું ટ્રેલર ગયા દિવસોમાં રિલીઝ કરવામાં આવ્યું અને ટ્રેલર રિલીઝ ઇવેન્ટ પર એક્ટરે મીડિયા સાથે વાત કરી. એમાં કેટલીક વાતો એમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી છે. એમણે આ દરમિયાન પોતાના લગ્નને લઈ વાત કરી અને પોતાના લગ્ન ન કરવા પાછળનો ખુલાસો કર્યો.

image source

વાસ્તવમાં, અભિનેતાને ઇવેન્ટમાં પૂછવામાં આવ્યું હતું કે ‘શું તેણે ક્યારેય તેના લગ્ન વિશે ભવિષ્યવાણી કરી છે?’ આના પર પ્રભાસે જવાબ આપ્યો, ‘પ્રેમ વિશેની મારી આગાહી ઘણી વખત ખોટી પડી છે. તેથી લગ્ન હજુ થયા નથી. ‘બાહુબલી’ની આ વાત સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા.

image source

પ્રભાસે આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે ‘ભલે તે ફિલ્મમાં ભવિષ્યવાણી કરે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે આવી વાતોમાં બિલકુલ વિશ્વાસ નથી કરતો.’ એ જ રીતે, ઘટનામાં ઘણી રમુજી વસ્તુઓ બની.

image source

તમને જણાવી દઈએ કે પ્રભાસ પોતાના લગ્ન અને અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. એવું પણ કહેવાય છે કે અભિનેતાએ તેમના લગ્ન પણ અટકાવી દીધા છે. બંનેના અફેરને લઈને પણ ઘણા સમાચાર આવ્યા છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શેટ્ટી 2015માં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી હતી, પરંતુ તેના પ્રિય મિત્ર અને કો-સ્ટાર પ્રભાસે તેને ફિલ્મ ‘બાહુબલી’ સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. આ પછી અનુષ્કાએ પ્રભાસની સલાહને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી.

image source

જો આપણે ‘રાધે શ્યામ’ સિવાય પ્રભાસની ફિલ્મની વાત કરીએ તો તે ‘સાલાર’ અને ‘આદિપુરુષ’ને લઈને ચર્ચામાં છે. ‘આદિપુરુષ’ના એક્ટરનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.