પોતાનું લિવર દાન કરીને પત્નીએ બચાવ્યો પત્નીનો જીવ, પૈસાનો જુગાડ પર કરી નાખ્યો, હવે બધાએ કહ્યું- આને કહેવાય પ્રેમ

આજના સમયમાં જ્યાં લોકો માટે પૈસાનું મહત્વ ખુબ જ વધી ગયું છે. ખાસ કરીને મહામારી પછી જ્યાં દરેકને સબંધીઓને મદદ કરવાની જગ્યાએ એમનાથી મોં મોડી લેવાનું યોગ્ય સમજ્યું, એવામાં સાચો પ્રેમ કોને કહેવાય છે એનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. સુરતની એક મહિલાએ પોતાના પતિનો જીવ બચાવવા માટે એક સેકન્ડ પણ વિચાર્યા વગર લિવર દાન કરી દીધું.

વિસ્તૃત જાણકારી અનુસાર, શહેરમાં અડાજણ વિસ્તારમાં રહેવા વાળા શીરેન અને પત્ની ફોરમના કોર્ટ મેરેજ થયા હતા. શીરેન આઇટીના ક્ષેત્રમાં જોડાયેલા છે, જયારે ફોરમ વીમા ક્ષેત્રમાં જોડાયેલી છે. વર્ષ 2020માં શીરેનને લીવર સિરોસિસ નામક બીમારીની જાણકારી થઇ હતી. ડોક્ટરે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે સૂચન કર્યું હતું. કારણ કે કોરોનાને લઇ ઇન્ફેક્શન વધવાનો ખતરો હતો. જેને લઇ બંનેએ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું. જો કે એમાં વેટીંગ ખુબ વધુ હતું.

image source

જેને લઇ ડોકટરોએ એમને લાઈવ ડોનરનો સુજાવ આપ્યો. ફોરમે પોતે જ પોતાનું પરીક્ષણ કરાવ્યું અને એમનું લીવર પતિ સાથે મેચ થઇ ગયું. આ જાણકારીથી એમની ખુશીનું ઠેકાણું ન રહ્યું. બીજો કોઈ વિચાર કર્યા વગર ફોરમે પોતાનું 70% લીવર પોતાના પતિને દાન કરી દીધું.