Site icon News Gujarat

પત્ની કરીના કપૂર સાથે કામ નથી કરવા માંગતા સૈફ અલી ખાન, કહ્યું મને એમાં રસ નથી

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા, ત્યારથી બંને એકસાથે પોતાની લાઈફ એન્જોય કરી રહ્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. બંને ‘ટશન’, ‘કુરબાન’ અને ‘ઓમકારા’ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. કરીના કપૂર અને સૈફ અલી ખાનની છેલ્લી ફિલ્મ એજન્ટ વિનોદ હતી, જે વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ પછી બંનેની ઘણી ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ આજ સુધી તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. આનું કારણ હવે સૈફ અલી ખાને પોતે જ આપ્યું છે.

image soucre

હાલમાં જ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે પોતાના અને કરીના કપૂર ખાનના સાથે કામ કરવા વિશે ખુલીને વાત કરી હતી. સૈફ અલી ખાને કહ્યું કે અમે બંને એક સારા પ્રોજેક્ટની શોધમાં છીએ. જો અમને કોઈ પ્રોજેક્ટ મળશે તો અમે સાથે મળીને કામ કરીશું. પરંતુ આ માટે મારે અને કરીના કપૂરએ ઘરના ઘણાં કામો સંભાળવા પડશે. સારું એ જ રહેશે કે અમે બંને ઘરે સાથે રહીએ અને બીજા લોકો સાથે જ કામ કરતા રહીએ. હું કામ પર જવામાં ખૂબ જ સહજ અનુભવું છું અને મને મારા પરિવાર સાથે રહેવા માટે કામ પરથી પાછા આવવું ગમે છે. આ રીતે જિંદગીમાં સંતુલન જળવાયેલું છે

image soucre

સૈફ અલી ખાને આગળ કહ્યું કે, ‘જીવનમાં વસ્તુઓને સંતુલિત રાખવી ખૂબ મુશ્કેલ છે. મારા પરિવાર સાથે જ કામ કરવું એ મેં લાંબા સમયથી કર્યું નથી અને ન તો મને તેમાં રસ છે. જો ખરેખર સરસ પ્રોજેક્ટ આવે, તો અમે બંને સાથે મળીને કામ કરવાની યોજના બનાવી શકીએ છીએ. અમે બંને કામ કરીએ છીએ. લાઈફને મજેદાર બનાવી રાખવા માટે, અમારા બંને માટે અલગ અલગ કામ કરવું અને ઘરમાં સાથે રહેવું સારું રહેશે.

image soucre

કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર સાથે આમિર ખાન હશે. આ ફિલ્મ આવતા વર્ષે 14 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે. સાથે જ સૈફ અલી ખાન પાસે પણ ઘણા પ્રોજેક્ટ છે.

Exit mobile version