શિયાળામાં શારીરિક શ્રમ ઓછો થતા જ શરૂ થાય છે આ સમસ્યા, જાણો તેનાથી બચવાના ઉપાયો

ચાલુ જીવનશૈલીને કારણે શરીરમાં થતા પરિવર્તનને રોકવું મુશ્કેલ છે. તો બીજી તરફ શિયાળાની ઋુતુ માં શારીરિક પ્રવૃત્તિઓને ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં આ ફેરફારોની જાણ શરૂઆતમાં નથી થતી.

image source

પરંતુ થોડા સમય પછી આ ફેરફારો લોકોના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. આજે, અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે એકવાર શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય છે ત્યારે શરીરમાં કેવા પ્રકારની સમસ્યાઓ આપણા શરીરમાં પ્રવેશી જાય છે. સાથે એ પણ જાણીશું કે આ સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો.

વેરીકોસ વેન્સ (નસ સંબંધી બીમારી)

image source

જે લોકો હોસ્પિટૈલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે તેઓમાં વેરીરોજ વેંસ (અતિશય ફૂલેલી નસો)ની સમસ્યા દેખાય છે, પરંતુ તે શરૂઆતમાં જોવા મળતી નથી. તેના મુખ્ય લક્ષણો વિશે વાત કરીએ તો, પગમાં દુખાવો, કળતર, ચહેરા પર વાદળી ફોલ્લીઓ, સોજો વગેરે આવે છે. તમને જણાવી દઈએ કે અશુદ્ધ લોહીને રક્તવાહિનીઓ દ્વારા હૃદયમાં પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ લોહીને પમ્પિંગ દ્વારા સાફ કરવામાં આવે છે અને તેને તેજ રક્તવાહિની દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિમાં હૃદય એક ધબકારા પછી ખાલી થઈ જાય છે અને બીજા ધબકારામાં ફરીથી લોહીથી ભરાઈ જાય છે. આ પ્રક્રિયામાં સમસ્યા ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ સતત ઉભો રહે છે, જેના કારણે અશુદ્ધ લોહી વહન કરતી નળીઓમાં સોજો આવે છે અને અશુદ્ધ લોહી નળીમાં જમા થવા લાગે છે.

કેવી રીતે તેનાથી બચશો

image source

નિષ્ણાતો પવનમુક્તાસન, સૂર્ય નમસ્કાર અને સર્વગાસન પોતાની દિનચર્યામાં સામેલ કરવાની ભલામણ કરે છે.

સૂતા સમયે તમારા પગ નીચે ઓશીકું મૂકો

કામ દરમિયાન પગની સ્ટ્રેચિંગ કરતા રહો

જો તમારે સતત ઉભા રહેવાનું કામ હોય તો પછી દર 2 કલાકે 5 મિનિટનો વિરામ લો.

સમસ્યા વધુ ગંભીર થઈ જાય તો કાર્ડિયો વેસ્ક્યુલર સર્જનની સલાહ લો.

ડિજિટલ વિઝન સિન્ડ્રોમની સમસ્યા

image source

આજકાલ લોકો સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર પર વધારે સમય વિતાવે છે. જેના કારણે તેમની આંખોમાં શુષ્કતા, બળતરા, ખંજવાળ, પીડા, જાખપ જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા દેખાય છે, તો તમને વિઝન સિન્ડ્રોમનું લક્ષણ છે. આપણે જાણીએ છીએ કે પાંપણ ઝબકાવવી આંખોની કુદરતી પ્રક્રિયા છે, સામાન્ય રીતે વ્યક્તિ 1 મિનિટમાં પોપચાને 20 થી 25 વખત પલટાવી શકે છે. આમ કરવાથી આંખોમાં આંસુઓનું નવું પડ આવવા લાગે છે. આ જ કારણ હોય છે કે આંખનો ભેજ જળવાઈ રહે છે. પરંતુ જ્યારે આપણે લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસીએ છીએ, ત્યારે આપણે 1 મિનિટમાં ફક્ત 5 થી 6 વાર પોપચા ઝબકવીએ છીએ. આ કારણે આંખની શુષ્કતા વધવા લાગે છે અને આંખોના સ્નાયુઓ નબળા પડવા લાગે છે, જેના કારણે માથાનો દુખાવો અને જોવામાં થોડી જાખપ આવવા લાગે છે.

તેનાથી બચવાના ઉપાય

તમે જ્યાં કામ કરો છો ત્યાં પ્રકાશની અછત હોવી જોઈએ નહીં.

કમ્પ્યુટર સ્ક્રીન અને આંખો વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 20થી 22 ઇંચ હોવું જોઈએ.

image source

નિષ્ણાતો એન્ટી ગ્લેયર સ્ક્રીનોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

આ માટે ડોક્ટરની સલાહ પર, તમે આંખો માટે લુબ્રિકન્ટ આઈ ડ્રોપનો ઉપયોગ કરી શકો છો.

રાત્રે સૂવાના એક કલાક પહેલા મોબાઇલ અને કમ્પ્યુટરનો ઉપયોગ બંધ કરી દો

વર્ષમાં એકવાર આંખ ચેકઅપ કરાવો.

કેટલીક મહત્વપૂર્ણ બાબતો

image source

ખોટી ખાવાની ટેવને લીધે લોકો ગેસ, કબજિયાત, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓથી પરેશાન થાય છે. આ માટે, તેમને નીચેની બાબતોની કાળજી લેવાની જરૂર છે.

તમારા ખોરાકને સારી રીતે ચાવીને ખાવ.

તમારા ખોરાકમાં મરચાં-મસાલા અને ઘી-તેલનો ઉપયોગ ઓછો કરો.

રાત્રિભોજન પછી, લગભગ 10 થી 15 મિનિટ માટે વજ્રાસન મુદ્રામાં બેસો.

તમારા આહારમાં જામફળ, ઓટમીલ, પપૈયા, ઓટ્સ વગેરે શામેલ કરો કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત