શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી છો પરેશાન, તો કરી લો આ સસ્તો અને અસરદાર ઉપાય

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હોઠ ફાટવાની સમસ્યા સૌથી પહેલાં શરૂ થઈ જાય છે. આ સમયે ખાસ કરીને ગરમીમાં ગરમ હવા અને હોઠ સૂકાવવાથી ફાટે છે તો શિયાળામાં ઠંડી હવાના કારણે પણ આ સમસ્યા રહે છે. જો તમે તમારા હોઠને કાયમ માટે કોમળ અને સુંદર રાખવા ઈચ્છો છો તો તમે ખાસ કરીને સૌથી પ્રાચીન અને સસ્તો ઉપાય અજમાવી શકો છો.

image source

આ ઉપાયથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ થશે નહીં અને તમને ફાયદો થશે. તો જાણો નારિયેળ તેલની મદદથી કઈ રીતે તમે ઘરે જ હોઠની સુંદરતા જાળવી શકો છો.

ફાટેલા હોઠનો ઉપાય

image source

જો તમારી સ્કીન અને હોઠને નરમાશની જરૂર હોય તો તમે તેને સ્મૂધ બનાવવા માટે ખાસ કરીને વધારે ને વધારે પાણી પીવાનું પસંદ કરો. આ સાથે તમે ફળ અને લીલા શાકનો ઉપયોગ કરી શકો છો. ઘરની બહાર નીકળતી સમયે તમે હોઠ પર કોઈ સારું લોશન લગાવી શકો છો. શિયાળામાં જો તમમારી સ્કીન સતત સૂકાઈ જતી હોય તો તેને માટે ગ્લિસરીન એક બેસ્ટ ઉપાય છે.

image source

તમે તેને તમારા હોઠ પર લગાવી શકો છો. શિયાળામા તમારા હોઠ ફાટી ગયા છે અને તમારે કોઈ જગ્યાએ બહાર જવું છે અને તમે લિપસ્ટિક લગાવવાનું વિચારી રહ્યા છો તો 2 મિનિટ થોભો. અહીં તમે મેટ લિપસ્ટિકનો ઉપયોગ ટાળો અને સાથે જ પહેલાં હોઠ પર સારું લિપગ્લોસ લગાવો. આ પછી તમે કોઈ ક્રીમ વાળી લિપસ્ટિક લગાવી શકો છો.

આ ઘરેલૂ ઉપાય રહે છે અકસીર

image source

જો તમે તારા ફાટેલા હોઠ પર શિયા બટર કે નારિયેળ તેલ લગાવો છો તો તે તમારા માટે સરળ રહે છે. શિયાળામાં ફાટેલા હોઠથી બચવા માટે અને સાથે જ ચહેરાની સુંદરતા જળવાઈ રહે તે માટે તમે એસપીએફ ગુણવાળા શિયા બટરનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

તેને તમે ફાટેલા હોઠ પર લગાવો છો તો તેનાથી હોઠને પોષણ મળે છે અને સાથે જ હોઠ પર નારિયેળ તેલ લગાવવાથી પણ હોઠ કોમળ બની રહે છે. આ તેલથી સૂકાઈ ગયેલી સ્કીનને પોષણ મળે છે. તેને રોજ રાતે સૂતી સમયે નાભિ પર લગાવી લેવામાં આવે તો પણ તે ફાયદારૂપ સાબિત થાય છે.

તો આજથી અન્ય કોઈ મોંઘી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે આ ઘરેલૂ અને સસ્તો નારિયેળ તેલનો ઉપાય શરૂ કરી અને તમારી સ્કીનની કેર કરો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત