શિયાળામાં શરીરને ગરમ અને વજનને કંટ્રોલમાં રાખવા સવારમાં ખાલી પેટે ખાઓ આ 7 વસ્તુઓ

શિયાળામાં તમને તમારી રજાઈમાંથી બહાર નીકળવાનુ પણ મન નહીં થાય. ગરમા ગરમ ચા કે કોફી પીવાનુ મન થયા કરશે. શિયાળાની આ જ તો મજા છે. ઠંડીની  ઋતુમાં હંમેશા કંઇક ગરમા ગરમ ખાવાનું મન કરે છે. આ ઋતુમાં તળેલી-શેકેલી વસ્તુઓનું સેવન વધી જાય છે જેના કારણે પેટમાં કેટલાય પ્રકારની મુશ્કેલીઓ થવા લાગ છે.

image source

શિયાળામાં ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ વસ્તુઓ દિવસભર એનર્જી આપે છે, શરીરને ગરમ અને સ્વસ્થ રાખે છે આ સાથે જ વજનને પણ કંટ્રોલ કરે છે. પણ ધ્યાન રાખો શિયાળામાં શરદી ઉધરસ પણ સરળતાથી લાગી શકે છે. તો શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ખાઓ આ 7 વસ્તુઓ.

હુંફાળુ પાણી અને મધ :-

image source

ઠંડીની ઋતુમાં પોતાના દિવસની શરૂઆત હુંફાળા પાણી અને મધથી કરો. મધ મિનરલ્સ, વિટામિન, ફ્લેવોનોઇડ્સ અને એન્ઝાઇમથી ભરપૂર હોય છે. આ વસ્તુઓ આંતરડાને સાફ રાખે છે. હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી બધા ઝેરી પદાર્થ શરીરમાંથી બહાર નિકળી જાય છે. આ ઉપરાંત આ વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

પલાળેલા બદામ :-

image source

બદામમાં મેન્ગેનીઝ, વિટામિન E, પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ મળી આવે છે. બદામને હંમેશા રાતમાં પલાળીને સવારે ખાવી જોઇએ. બદામની છાલમાં ટેનિન હોય છે જે શરીરમાં પોષક તત્ત્વોનું શોષણ થતાં રોકે છે. બદામ પલાળવાથી તેની છાલ સરળતાથી નિકળી જાય છે. બદામને પોષણ આપવાની સાથે જ શરીરને ગરમ પણ રાખે છે.

ડ્રાય ફ્રૂટ્સ :-

image source

નાસ્તો કરતા પહેલા એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી પેટ ઠીક રહે છે. આ ન માત્ર પાચનશક્તિમાં સુધારો કરે છે પરંતુ પેટના પીએચ સ્તરને સામાન્ય કરવામાં પણ મદદ કરે છે. તમે પોતાના ડેલી ડાયેટમાં કિશમિશ, બદામ અને પિસ્તા સામેલ કરો. ધ્યાન રાખો કે તેને વધુ પ્રમાણમાં ન ખાઓ નહીં તો બૉડી પર રેશેઝ થઇ શકે છે.

ઓટમીલ :-

image source

જો તમે ઓછી કેલોરી અને પોષક તત્ત્વોથી ભરપૂર કંઇ ખાવા ઇચ્છો છો તો ઓટમીલ ખાઓ. આ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને આંતરડાઓને સ્વસ્થ રાખે છે. ઓટમીલ ખાવાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.

પપૈયા :-

image source

આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે જ પપૈયા પેટની કેટલીય પરેશાનીઓને દૂર કરે છે. ખાલી પેટ ખાવા માટે પપૈયાને સુપરફૂડ માનવામાં આવે છે. પપૈયાને દરેક ઋતુમાં અને દરેક જગ્યાએ મળી આવે છે. તેને તમે સરળતાથી પોતાના બ્રેકફાસ્ટમાં ખાઇ શકો છો. આ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, હૃદયની બીમારીઓને દૂર કરે છે અને વજન પણ ઘટાડે છે.

પલાળેલા અખરોટ :-

image source

બદામની જેમ અખરોટને પણ પલાળીને ખાવું વધારે ફાયદાકારક હોય છે. પોતાના દિવસની શરૂઆત રાત્રે પલાળેલા અખરોટ ખાઇને કરો. સુકાઇ ગયા કરતાં પલાળેલા અખરોટમાં પોષક તત્ત્વ વધારે હોય છે. 2-5 અખરોટ રાત્રે પલાળો અને સવારે ઉઠીને ખાલી પેટ ખાઓ.

શક્કરિયા-

image source

આ ઘણા પોષકતત્વો ધરાવતા કંદમૂળ છે. તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે. તેમાં વિટામીન એ અને સી અને મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ પણ રહેલા હોય છે. તમે શક્કરિયાની જેમ બટાટા પણ ખાઈ શકો છો. તેમાં પણ વિટામીન એ, કાર્બ અને ફાઈબર રહેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત