Winter Tips: ગરમ પાણીથી વધુ સમય ન્હાવાથી થાય છે ભયંકર નુકશાન, ઠંડીમાં તમે તો નથી કરતાને આ 10 ભૂલ

વાતાવરણમાં ફેરફાર થતા શરીરની જરૂરિયાતો પણ બદલાય છે. ઠંડા હવામાનમાં ફલૂ અને ચેપથી બચવા માટે, રોગપ્રતિકારક શક્તિ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બધી બાબતો જાણતા હોવા છતા લોકો તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે શિયાળામાં લોકો કેવી કેવી ભૂલો કરે છે.

લાંબા સમય સુધી ગરમ પાણીથી ન્હાવુ

image source

નિષ્ણાંતોના મતે શિયાળામાં લાંબા સમય સુધી ગરમ પાણીથી શાવર લેવુ સ્વાસ્થ્ય માટે સારું નથી. આનાથી આપણા શરીર અને મગજ બંન્ને પર ખરાબ અસર પડે છે. વાસ્તવમાં ગરમ પાણી કેરાટિન નામના સ્કિન સેલ્સને નુકસાન પહોંચાડે છે, જેનાથી ત્વચામાં ખંજવાળ, શુષ્કતા અને ફોલ્લીઓની સમસ્યામાં વધારો થાય છે.

વધુ પડતા કપડાં ન પહેરવા

image source

શિયાળામાં પોતાની જાતને ગરમ રાખવી સારી બાબત છે, પરંતુ તમારે વધારે કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આવુ કરવાથી તમારું શરીર અતિશય ગરમીનો શિકાર બની શકે છે. ખરેખર ઠંડી લાગતા આપણી ઈમ્યુન સિસ્ટમ વ્હાઈટ સેલ્સ (WBC) ને ઉત્પન્ન કરે છે, જે આપણને ચેપ અને રોગોથી બચાવે છે. જ્યારે શરીર વધુ ગરમ થાય ત્યારે ઈમ્યુન પોતાનું કાર્ય નથી કરી શકતું.

વધુ ખોરાક

image source

શિયાળામાં માણસની ખોરાકની માત્રા અચાનક વધી જાય છે અને તે તેના સ્વાસ્થ્યની કાળજી લીધા વિના કંઈપણ ખાવાનું શરૂ કરે છે. વાસ્તવમાં ઠંડીની તુલનામાં શરીર વધુ કેલરી ખર્ચ થાય છે, જેની ભરપાઈ આપણે ગરમ ચોકલેટ અથવા વધારાની કેલરીવાળા ખોરાક દ્વારા કરીએ છીએ. આવી સ્થિતિમાં જો તમને ભૂખ લાગે તો તમારે ફક્ત ફાઈબર વાળી શાકભાજી અથવા ફળોનું સેવન કરવું જોઈએ.

કેફીન

image source

શિયાળામાં ચા અને કોફી સાથે શરીરને ગરમ રાખવાની સારી યોજના છે. પરંતુ કદાચ તમે ભૂલી જાવ છો કે વધુ કેફીન શરીર માટે નુકસાનકારક છે. તમારે દિવસ દરમિયાન 2 કે 3 કપથી વધુ કોફી ન પીવી જોઈએ.

ઓછું પાણી પીવું

image source

શિયાળામાં લોકોને તરસ ઓછી લાગે છે. પરંતુ આનો અર્થ એ નથી કે ઠંડીમાં શરીરને પાણીની જરૂર હોતી નથી. શરીરમાંથી પેશાબ, ડાયજેશન અને પરસેવાના માધ્યમથી પાણી શરીરની બહાર નીકળે છે. આવી સ્થિતિમાં, પાણી ન પીવાના કારણે શરીર ડિહાઇડ્રેટ થવા લાગે છે. આ કિડની અને પાચનમાં મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

સૂતા પહેલા શું કરવું

image source

એક રિસર્ચ અનુસાર હાથ સૂતાં પહેલાં હાથ અને પગને (હાથ અને પગમાં મોજા પહેરવા )ગ્લોવ્સથી કવર કરવા શરીર માટે ફાયદાકારક છે. ઉંઘની ગુણવત્તા સુધારવા માટે આ નુસખો ઘણો ફાયદાકારક માનવામાં આવી છે.

સૂવાનો સમય

આ સીઝનમાં દિવસ ટૂંકો થઈ જાય છે અને રાત લાંબી થઈ જાય છે. આવી દિનચર્યાથી ન માત્ર સિર્કાડિયન સાઈકલ ડિસ્ટર્બ થાય છે પરંતુ શરીરમાં મેટાલોનિન હોર્મોન (ઉંઘ અપાવનાર હોર્મોન) નું ઉત્પાદન પણ વધી જાય છે. તેનાથી ઝપકીઓ આવવા લાગે છે. સુસ્તી વધે છે. એટલા માટે સૂવાના સમયે જ સારી ઉંઘ લેવાનો પ્રયત્ન કરો.

બહાર નિકળવાનો ડર

image source

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર જવાનું ટાળે છે. આવું કરવાથી આરોગ્ય પર ખરાબ અસર થાય છે. ઘરમાં પડ્યા રહેવાથી તમારા શરીરની ફિજિકલ એક્ટિવીટી ખરાબ થશે. જાડાપણું વધશે અને તમે સૂર્ય કિરણોમાંથી મળતું વિટામિન ડી પણ નહિ મેળવી શકો.

વ્યાયામ

image source

ઠંડીમાં તાપમાન ઓછું હોવાને કારણે લોકો પથારીમાં પડ્યા રહે છે. શારીરિક પ્રવૃત્તિ ઝીરો હોવાના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ધીમી થવા લાગે છે. તેથી રજાઇમાં છુપાઈને પડ્યા રહેવાને બદલે તુરંત જ સાઈકલિંગ, વોકિંગ અથવા કોઈપણ વર્કઆઉટ અત્યારથી જ શરૂ કરો.

સેલ્ફ મેડિકેશન

image source

આ ઋતુમાં મોટાભાગે લોકોને કફ, શરદી અથવા તાવની અસર જોવા મળે છે. આ કિસ્સામાં ડોક્ટરની સલાહ લીધા વિના સેલ્ફ મેડિકેશન જીવલેણ બની શકે છે. આ કોઈ ગંભીર બીમારીના લક્ષણો પણ હોઈ શકે છે. તેથી, કોઈપણ દવા અથવા નુસખા અજમાવતા પહેલા કૃપા કરીને ડોક્ટરની સલાહ અવશ્ય લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત