કોરોના વાયરસની સાક્ષીએ રાજકોટના એક કપલે કર્યા Safe Marriage

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસે લોકોની દશા અને દિશા બંને બદલી દીધી છે. લોકોનું જીવન કોરોના વાયરસના કારણે પ્રભાવિત થયું છે તે જ રીતે લગ્ન પણ કોરોનાથી પ્રભાવિત થયા છે.

વર્ષના પ્રારંભે તો જે યુગલના લગ્ન નક્કી હતા તે કેન્સલ જ કરવા પડ્યા હતા. પરંતુ હવે જ્યારે લગ્ન કરવાની મંજૂરી મળી છે તેમાં પણ કોરોનાનો પ્રભાવ તો જોવા મળશે જ. આવી સ્થિતિમાં વાત કરીએ રાજકોટ જિલ્લાની તો અહીં નિયમોને આધીન રહે તે લગ્ન યોજવાની મંજૂરી 62 જેટલા કપલને આપવામાં આવી છે. પરંતુ જે રીતે લગ્ન થઈ રહ્યા છે તેની તો ક્યારેય કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.

image source

સામાન્ય રીતે જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે 4,5 દિવસ પહેલાથી વિધિઓ શરુ થઈ જાય, મહેમાનો આવે, જમણવાર થાય, દાંડીયા સહિતના ફંકશન યોજાતા હોય છે. પરંતુ કોરોના વાયરસની સાક્ષી હોવાથી આ તમામ વિધિઓ પર રોક લાગી ચુકી છે અને બંને પક્ષના મળીને 50 લોકોની હાજરીમાં જ લગ્ન કરવાની મંજૂરી સરકારે આપી છે. જો કે લોકો પણ કોરોનાના ભયના કારણે સરકારના આદેશનું પાલન કરી રહ્યા છે.

આવા જ અનોખા લગ્ન રાજકોટમાં તાજેતરમાં થયા છે જેમાં દંગી પરિવારની દીકરી અને શેઠ પરિવારના દીકરાએ પ્રભુતામાં પગલા પાડ્યા છે પરંતુ આ લગ્નમાં ન તો ઢોલ ઢબુક્યા, ન તો ફેરા થયા અને ન તો કન્યાદાન કરવામાં આવ્યું. એટલું જ નહીં નવદંપતિએ 35 લોકોની હાજરીમાં એકબીજાને સામાન્ય વિધિઓ કરી અને પતિ-પત્ની સ્વીકાર્યા છે.

image source

સામાન્ય રીતે લગ્નમાં માંડવો થાય, દાંડિયા રાસ હોય પછી વરરાજા વરઘોડો લઈ અને વાજતે ગાજતે કન્યાને પરણવા આવે છે. પરંતુ આ અનોખા લગ્નમાં આ વિધિઓ તો ઠીક પણ કન્યાદાન પણ મોકુફ રાખવામાં આવ્યું હતું. લગ્નમાં મહત્વની ગણાતી વિધિઓ કર્યા વિના આ બંનેએ ઈષ્ટદેવ, ગોર મહારાજ અને વડીલોના આશીર્વાદ લઈ અને દાંપત્યજીવન શરુ કર્યું છે.

image source

પોતાના લગ્નના કોરોના પહેલાના આયોજન અંગે જણાવતા રવિ શેઠે જણાવ્યું હતું કે તેમના લગ્ન અગાઉથી જ મે માસમાં નક્કી હતા. તેમણે પણ દાંડીયા રાસ, સાંજી, વરઘોડો સહિતની વિધિઓ સાથે ધામધૂમથી લગ્ન કરવાનું જ નક્કી રાખ્યું હતું. એટલું જ નહીં તેમના લગ્નની કંકોત્રીઓ પણ વહેંચાઈ ગઈ ગતી. પરંતુ ત્યારબાદ કોરોના વાયરસના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેને જોતાં તેમણે તમામ આયોજનો રદ્દ કર્યા અને બંને પક્ષના નજીકના સગાઓની હાજરીમાં સાદાઈથી લગ્ન સંપન્ન કરવામાં આવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત