તમે બેંક ખાતા વગર કોઈને પૈસા કેવી રીતે મોકલી શકો છો, જાણો વિગતવાર પદ્ધતિ

શું તમે જાણો છો ? બેંક ખાતા વગર કોઈ ને પણ પૈસા મોકલી શકાય છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે એનઇએફટી દ્વારા, તમે બેંક ખાતા વગર કોઈ ને પણ પૈસા મોકલી શકો છો. જો કે, આમાં મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધી નું જ ટ્રાન્સફર કરી શકાય છે.

image source

નાણાં મોકલવા માટે, કોઈપણ એનઇએફટી સક્ષમ શાખામાં પૈસા જમા કરાવવાના રહેશે. આ પછી બેંક તમારું સરનામું, ઈ-મેલ આઈડી, સંપર્ક નંબર અને કેટલીક અન્ય માહિતી લે છે, અને નાણાં ટ્રાન્સફર એનઇએફટી દ્વારા થાય છે. આ સુવિધા માત્ર એનઇએફટી સક્ષમ બેંકોમાં જ ઉપલબ્ધ છે. આ માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ એક યાદી બહાર પાડી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ બેંકો એનઇએફટી સક્ષમ છે.

એનઇએફટી કરવા માટે કેટલો ચાર્જ લેવામાં આવે છે

જો એનઇએફટી ઈન્ટરનેટ અથવા મોબાઈલ બેંકિંગ દ્વારા કરવામાં આવી રહી છે, તો તેના પર કોઈ ચાર્જ નથી લાગતો. બેંકમાંથી દસ હજાર રૂપિયા સુધી ટ્રાન્સફર કરવા પર અઢી રૂપિયા નું ચાર્જ લાગે છે. દસ હજાર થી એક લાખ રૂપિયા મોકલવા માટે પાંચ રૂપિયા, એક લાખ થી બે લાખ મોકલવા માટે પંદર રૂપિયા અને બે લાખથી વધુના ટ્રાન્સફર માટે પચીસ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે.

આ રીતે પૈસા ટ્રાન્સફર કરો

image soucre

એનઇએફટી ઓનલાઇન કરવા માટે, તમારે તમારું બેંકિંગ ખાતું ખોલવું પડશે. આ પછી, તેમાં એનઇએફટી ફંડ ટ્રાન્સફર નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે, પૈસા મોકલવા માટે, તેનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ દાખલ કરવો પડશે. તે પછી ઓકે નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પ્રથમ વખત પ્રાપ્તકર્તા નું નામ ઉમેરવામાં લગભગ દસ થી પંદર મિનિટ લાગે છે. પ્રાપ્તકર્તા નું નામ ઉમેરવાની સાથે જ તમે તેને એનઇએફટી કરી શકો છો. હવે તમે જે રકમ મોકલવા માંગો છો તે દાખલ કરો અને સેન્ડ બટન પર ક્લિક કરો, તમારા પૈસા ટ્રાન્સફર થઈ જશે. બીજી બાજુ, જો તમે બેંકમાંથી નાણાં મોકલવા માંગતા હો, તો તમારે કોઈપણ એનઇએફટી સક્ષમ બેંકમાં જવું પડશે.

image soucre

અહીં તમારે એનઇએફટી ફોર્મ લઈને ભરવાનું રહેશે. આમાં પહેલા તમારે તમારી વિગતો ભરવાની રહેશે. આ પછી, જે વ્યક્તિ ને પૈસા મોકલવાના છે તેના નામ, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ વગેરે ની વિગતો ભરવાની રહેશે. હવે તમારે બેંકમાં ફોર્મ સાથે જે રકમ મોકલવી છે, તે ચૂકવવી પડશે. તેમાં મોકલવામાં આવેલી રકમના આધારે તમારે ચાર્જ પણ ચૂકવવો પડશે. આ પછી બેંક સંબંધિત વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે.

એનઇએફટી ના ઘણા ફાયદા છે

image soucre

એનઇએફટી કોઈને પણ પૈસા મોકલવાની એક ખૂબ જ સરળ અને સુરક્ષિત રીત છે. જો તમે ઓનલાઇન બેંકિંગ નો ઉપયોગ કરો છો, તો તમારે આ માટે બેંકે જવાની પણ જરૂર નથી. જો તમે ઓનલાઈન બેંકિંગ નો ઉપયોગ ન કરો અને બેંકમાં ખાતું ન હોય તો પણ, તમે એનઇએફટી સક્ષમ બેંકમાં જઈને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પૈસા ટ્રાન્સફર થતા જ બેંક તમને ઈ-મેલ અને એસએમએસ દ્વારા જાણ કરે છે.

એનઇએફટી માટે કોઈ પણ પક્ષે સાથે બેંકે જવાની જરૂર નથી. આમાં, તમારા પૈસા થોડીવારમાં જ ટ્રાન્સફર થઈ જાય છે. તમે ગમે ત્યારે એનઇએફટી કરી શકો છો. તેનો ચાર્જ પણ ઘણો ઓછો છે.