1 વર્ષ સુધી તેનિકા એક ડોક્ટરથી બીજા ડોક્ટર પાસે જતી રહી પણ કોઈ નિદાન થયું નહીં…

અત્યાર સુધીમાં તમે દુનિયામાં અનેક દુર્લભ બીમારીઓ હોવાની વાત સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિને તેના જ શરીરના અંગનો અવાજ સંભળાતો હોય ?

image source

જી હાં આવી એક દુર્લભ બીમારી છે અને તેનો ભોગ એક સુંદર યુવતી બની છે. આ યુવતી ઓસ્ટ્રેલિયાના પર્થની રહેવાસી છે. તેનું નામ તેનિકા નિકોત્રા છે. તેનિકાને પોતાની સાથે કંઈક વિચિત્ર થઈ રહ્યું છે તે વાતની જાણ વર્ષ 2017માં થઈ હતી. તેણે ડોક્ટરનો સંપર્ક કર્યો પરંતુ ડોક્ટરો પણ કંઈ જાણી શક્યા નહીં. ત્યારપછી તેણે અનેક ડોક્ટરોનો સંપર્ક કર્યો અને એવું નિદાન થયું કે તેને સુપિરિયર કેનાલ ડિહાઈસીન સિન્ડ્રોમ નામની બીમારી છે.

આ એક દુર્લભ બીમારી છે જેમાં દર્દીને તેના જ શરીરના આંતરીક અંગોના અવાજ સંભળાય છે. આ બીમારીનો ભોગ બનેલી પર્થની યુવતીને આ બીમારીમાં પોતાના જ હ્રદયનો અવાજ સંભળાય છે. એટલું જ નહીં તેને પોતાની આંખ ફરવાનો અવાજ પણ સાંભળાય છે.

image source

આ યુવતીને જ્યારે પહેલીવાર પોતાની બીમારી અંગે ખબર પડી ત્યારે તેનો ડાબો કાન અચાનક જ બ્લોક થઈ ગયો હતો. શરુઆતમાં તો તેને લાગ્યું કે તેને આ એક જ તકલીફ હશે. પરંતુ તે જ રાત્રે તેને અચાનક તેના હૃદયના ધબકારાનો અવાજ સંભળાવા લાગ્યો.

તેનિકાને તેની હાર્ટ બીટનો અવાજ એટલો જોરથી સંભળાતો હતો કે તે ઊંઘમાંથી પણ જાગી ગઈ. થોડા દિવસમાં તેને હ્રદયનો અવાજ તો આવતો બંધ થઈ ગયો પરંતુ બીજો એક અવાજ સંભળાવવાનો શરુ થયો. આ અવાજ ક્યાંથી આવતો હતો તે તેને ખબર પડી નહીં. તેને કોઈ માહિતી નહોતી. આખરે તેના ધ્યાને આવ્યું કે જ્યારે તે આંખો એક તરફથી બીજી તરફ ફેરવે છે ત્યારે અવાજ વધી જાય છે. તેને પોતાની જ આંખોના ફરવાનો અવાજ આવી રહ્યો હતો.

image source

આ સમસ્યાઓ સાથે તેનિકાએ ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. જો કે ડોક્ટર તેની બીમારી પકડી ના શક્યા. તે આ વાતને લઈ સાયકોલોજિસ્ટને પણ મળવા ગઈ હતી. પરંતુ તેને પોતાની સમસ્યાનું સમાધાન ન મળ્યું. આ વિચિત્ર બીમારીથી મહિનાઓ સુધી પીડાયા બાદ તેનું નિદાન વર્ષ 2018માં થયું. ડોક્ટરે જણાવ્યું કે તેના કાનનું હાડકું પાતળું થઈ ગયું હોવાથી તેને પોતાના શરીરની અંદરના અવાજો સંભળાઈ રહ્યા છે.

image source

વિશ્વમાં આ બીમારી એકથી બે ટકા લોકોને જ થાય છે. આ બીમારી નાનકડી બ્રેઈન સર્જરી કરાવી દૂર કરી શકાય છે પરંતુ તે સફળ રહેશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી. તેથી તેનિકાએ સર્જરી કર્યા વિના આ બીમારીની સાથે જીવતા શીખી લીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત