સસરા-બહેન અને 2 બાળકોને આ કારણે મોતને ઘાટ ઉતાર્યા ઘરની વહૂએ, પતિ બચી ગયો આ રીતે
યૂપીના એટામાં 5 લોકોની હત્યાની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ તપાસ થતાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ 5 હત્યા કોઈ બહારની વ્યક્તિએ નહીં પરંતુ ઘરની વહૂ દિવ્યાએ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર દિવ્યાએ પહેલા સસરા, પોતાની બહેન અને બે બાળકોને મારી નાંખ્યા અને પછી પોતે પણ ઝેર ખાઈ આત્મહત્યા કરી લીધી.
જો કે તેના પતિએ પોલીસની વાત માનવાનો ઈન્કાર કરી દીધો છે તેનું કહેવું છે કે કોઈ બહારની વ્યક્તિએ પરીવારને ખતમ કર્યો છે તેની પત્ની આવું કરી ન શકે. આ સાથે જ તેણે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ કરી છે.

આ ઘટના અંગે એસએસપી સુનીલ કુમાર સિંહે જણાવ્યું હતું કે ઘરના ચાર લોકોની હત્યા કર્યા બાદ દિવ્યાએ આત્મહત્યા કરી છે. દિવ્યાનો પતિ દિવાકર ઘરથી દૂર 12 વર્ષથી દવાની કંપનીમાં નોકરી કરે છે. તે લોકડાઉન પહેલા ઘરે આવ્યો હતો બાકી રોજ સવારે અને સાંજે પરીવાર સાથે વાત કરે છે.
છેલ્લે તેણે તેના પિતા સાથે શુક્રવારે સાંજે વાત કરી હતી. પિતાના ભાઈ પણ તેના ઘરે ગયા હતા. તેના ભાઈ સાંજે સાડા સાત કલાક પછી ઘરેથી પરત ફર્યા ત્યાં સુધી ઘરનું વાતાવરણ શાંત અને સારું હતું.

ઘરમાં 5 લોકોની મોત બાદ રાજેશ્વર પ્રસાદ પચૌરીના ઘરમાં તેનો દિકરો દિવાકર પચૌરી જ બચ્યા છે જે રુડકીમાં નોકરી કરતો હતો એટલે ઘરમાં હાજર ન હતો. પરીવારના બધા જ લોકોના મોતનું તાંડવ જોઈ તેના હાલ પણ બેહાલ થયા છે.
પચૌરી પરીવારમાં 75 વર્ષીય નિવૃત રાજેશ્વર પ્રસાર, 35 વર્ષીય દિવ્યા, 8 વર્ષનો આરુષ, 23 વર્ષીય સાળી બુલબુલ અને 1 બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રોજની જેમ સવારે દૂધવાળી દૂધ આપવા આવી.

દરવાજો કોઈએ ન ખોલતાં તેણે દરવાજામાંથી અંદર જોઈ તો અંદર લાશ જોવા મળી. આ વાતથી આસપાસના લોકોમાં પણ હોબાળો મચી ગયો હતો. સ્થાનિકોએ તુરંત પોલીસને જાણ કરી અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.