Site icon News Gujarat

આજની સશક્ત નારી, નોકરી ગુમાવતા શરૂ કર્યું એક્ટિવા પર આવો જોરદાર કામ, અને કમાણી થઇ શરૂ

શું તમને પણ છે નોકરી જતી રહેવાનો ભય – તો વાંચો આ પ્રેરણાત્મક કિસ્સો

લોકડાઉનમાં આ દંપત્તિએ ગુમાવી નોકરી – નાસીપાસ થયા વગર શરૂ કર્યું ટુ-વ્હીલર પર શાકભાજી વેચવાનું કામ – આને કહેવાય આત્મનિર્ભરતા

image source

આજની સશક્ત નારી – નોકરી ગુમાવતા શરૂ કર્યું એક્ટિવા પર શાકભાજી વેચવાનું કામ

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ આખાએ જગતને પોતાના ધંધારોજગાર બંધ કરીને આખાને આખા દેશોમાં લોકડાઉન જાહેર કરવા મજબૂર બનાવ્યા છે. કોરનાની મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે લાખો લોકો તેનાથી સંક્રમિત થયા છે તો બીજી બાજુ કરોડો-અબજો રૂપિયાનું નુકસાન પણ વિશ્વને થઈ રહ્યું છે. કેટલાએ લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. અને આજીવીકા માટે નાસીપાસ થઈ રહ્યા છે. જેના કારણે કેટલાક લોકોએ તો પોતાનો જીવ પણ લઈ લીધો છે.

image source

ત્યારે આવા સંજોગોમાં હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાની સુનીતા તેવા લોકો માટે પ્રેરણાસ્રોત સાબિત થઈ રહી છે. હજારો લોકોની જેમ હિમાચલની સુનીતાએ પણ લોકડાઉન દરમિયાન પોતાની નોકરી ગુમાવી દીધી છે. તેણી ત્યાંના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર મેહતપુરમાં કામ કરતી હતી તેના પતિ પણ એક કંપનીમાં ખાનગી બસ ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા હતા પણ લોકડાઉનના કારણે તેમને પોતાની નોકરી ગુમાવી દેવાનો વારો આવ્યો છે. પણ અન્ય લોકોની જેમ તેમણે આશા ખોવાની જગ્યાએ, નાસીપાસ થવાની જગ્યાએ હિંમત એકઠી કરીને ફરી મહેનત કરવાનો નિર્ણય કર્યો અને હાલ તેઓ ઘરેઘરે શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

સુનીતાએ નોકીર બાદ નિરાશ થવાની જગ્યાએ પોતાની જ મેહનતથી ઘરે-ઘરે જઈ શાકભાજી, અથાણા, ફ્રૂટ વિગેરે વેચવાનો નિર્ણય લઈ લીધો અને કામ શરૂ કરી દીધું છે. અને ધીમે ધીમે તેણી પોતાના આ સાહસના કારણે આત્મનિર્ભર બની રહી છે. કોઈની પણ સામે હાથ લંબાવ્યા વગર પોતાની મહેનતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે.

image source

સુનીતાના ઘરમાં તેનો પતિ તેમજ ત્રણ બાળકો છે. નોકરી છૂટતા અને ઘરમાં જરૂરિયાતો પૂરી ન થતાં તેણી ઘરકામ પતાવીને વહેલાં શાકમાર્કેટ પર શાક લેવા પહોંચી જતી. અને તે શાકને લઈને તે આસપાસના ગામડાઓમાં ફરીને વેચતી. વધારે કમાણી કરવા માટે સુનિતા પોતાના હાથે બનાવેલું ઘરનું અથાણું પણ વેચવા લઈ જાય છે.

સરકાર તરફથી અનાજ તો મળે છે પણ બાકીની જરૂરિયાતોનું શું ?

સુનિતા પોતાની તકલીફ જણાવતા કહે છે કે સરકાર તરફથી અનાજ તો મળી રહે છે પણ માણસને અનાજ ઉપરાંત પણ બીજી જરૂરિયાતો હોય છે તે તેને પૈસાથી જ મેળવી શકે છે અને તેના માટે પૈસા કમાવવા જરૂરી બની જાય છે. માટે તેણીએ ઘરની બીજી જરૂરિયાતોને પૂરી કરવા માટે ગામડે-ગામડે જઈને શાકભાજી તેમજ ફળો અને અથાણા વેચવાનો વ્યવસાય પસંદ કર્યો. આજે તેણીનું આ જ સાહસ તેના ઘરના લોકોની જરૂરિયાત પુરી પાડી રહ્યું છે.

image source

હાલ જે સંજોગો ચાલી રહ્યા છે કે જેનો સામનો સરકાર પણ કરી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે લોકોએ પોતે પણ પોતાની હિંમત એકઠી કરીને કેટલાક સાહસ ખેડવા પડે છે. આ સમયે ઘણા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે કંઈ બધા સરકારની રહેમ પર રાહ જોઈને બેસી રહે તે યોગ્ય નથી. સુનિતાએ પણ સરકાર પર નિર્ભર રેહવાની જગ્યાએ પોતાના પર નિર્ભર થવાનું નક્કી કર્યું, તેણે આત્મનિર્ભર થવાનું નક્કી કર્યું અને શાકભાજીના બાચકાઓ એક્ટિવા પર નાખીને નીકળી પડી ગામડે ગામડે વેચાણ કરવા. આ છઝે આજની સશક્ત નારી. સલામ છે સુનિતા જેવી સ્વનિર્ભર મહિલાઓને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version