આ છોકરી સૂર્ય પ્રકાશથી બનાવે છે જોરદાર, જબરજસ્ત પેઇન્ટિંગ, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

સૂરજના પ્રકાશથી ગજબની પેઇન્ટિંગ બનાવે છે આ મહિલા.

તડકા દ્વારા બનાવે છે લાકડામાં ચિત્ર.

image source

સૂર્ય પ્રકાશથી પેઇન્ટિંગ? સાંભળીને જ આશ્ચર્ય થાય છે ને. કદાચ સાચું જ ન લાગે કે સૂર્ય પ્રકાશથી તો કઈ પેઇન્ટિંગ બનતી હશે. મોટાભાગના લોકો પેઇટિંગ્સ બનાવવા બ્રશ અને કલરનો ઉપયોગ કરે છે. પણ આ મહિલા કઈક અલગ જ રીતે પેઇન્ટિંગ બનાવે છે. ઇન્સ્ટાગ્રામ પર magnifythesun યુઝરે દુનિયાને જણાવ્યું કે તડકાનો ઉપયોગ કરીને પણ પેઇન્ટિંગ બનાવી શકાય છે. વાત જાણે એમ છે કે sea મેગ્નીફાય ગ્લાસનો ઉપયોગ કરીને લાકડાના ટુકડાની ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવે છે.હા, એ મેગ્નીફાય ગ્લાસ જેનાથી નાની વસ્તુઓને મોટી કરીને જોઈ શકાય છે. કદાચ તમે નાના હશો ત્યારે તમે આ બિલોરી કાચની મદદથી સૂકા પાંદડાં, દિવાસળીની સળી કે પછી કાગળ કે રૂ સળગાવવાનો પ્રયત્ન કર્યો હશે.

seaની કળાના દીવાના થઈ ગયા છે લોકો.

આ વીડિયોને ટ્વીટર યુઝર C.J. Lawrence એ શેર કર્યો છે. અને કેપશનમાં એમને લખ્યું છે કે ” તે સૂરજની મદદથી પેઇન્ટિંગ કરે છે. બાળપણમાં એની પાસે પેન્ટ નહોતું. પણ એક બિલોરી કાચ હતો. એને મોટા થતા થતા આ અંદાજ શરૂ કર્યો. એના પિતા સુથાર હતા એટલે એ દુકાનમાં પડેલા નકામા લાકડાના ટુકડા પર ખૂબ પ્રેક્ટિસ કરતી હતી.શરૂઆતમાં ઘણી ભૂલો થઈ.પણ એને ભૂલોમાંથી જ શીખવાનું નક્કી કર્યું. અને એ આ રીતે પેઇન્ટિંગ કરતી રહી અને આજે એ એમ મહારથી બની ગઈ છે. હવે બિલોરી કાચ એનું પેઇન્ટ બ્રશ છે તો લાકડાના ટુકડા એનું કેનવાસ”

ચાલો એમના ઇન્સ્ટાગ્રામ પર નાખીએ એક નજર.

 

View this post on Instagram

 

A post shared by Hye Sea 👋🏽🌊 (@magnifythesun) on

Sea ઇન્સ્ટાગ્રામ પર magnifythesun ના નામે જાણીતી છે. એને ઇન્સ્ટાગ્રામ પર પોતાની કળાના ઘણા નમૂનાઓ પણ લોકો સાથે શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 32 હજારથી વધુ લોકો seaને ફોલો કરી રહ્યા છે.

તડકા વગર શક્ય નથી આ રીતની પેઇન્ટિંગ.

દેખાય છે એટલું સરળ નથી આ રીતે પેઇન્ટિંગ કરવું.

અદભુત છે hye seaનું આ આર્ટવર્ક.

લાકડાના ટુકડામાં નાખી દે છે hye sea જાણે જીવ

 

View this post on Instagram

 

A post shared by Hye Sea 👋🏽🌊 (@magnifythesun) on

પોતાની આ કળાને hye sea જીરો વેસ્ટ આર્ટ તરીકે ઓળખાવે છે.આ આર્ટ પીસ બનાવવા માટે એ કઈ જ વેસ્ટ નથી કરતી. ના એ કોઈપણ પ્રકારના રંગોનો ઉપયોગ કરે છે કે ના એ પેઇન્ટ બ્રશ, પાણી ,કાગળ કે કેનવાસનો ઉપયોગ કરે છે. એક પેઇન્ટિંગ બનાવવા માટે sea ને જરૂર પડે છે ફક્ત તડકો, બિલોરી કાચ અને એક લાકડાના ટુકડાની.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત