Site icon News Gujarat

મહિલાઓને પ્રેમમાં નહિ મળે દગો, બેવફાઈ કરનાર પુરુષો માટે બનશે દવા

પ્રેમ એ વિશ્વની સૌથી પવિત્ર લાગણી છે. પ્રેમ જ એવી વસ્તુ છે જે વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે બાંધે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા વચ્ચેનો પ્રેમ ઓછો થવા લાગે છે ત્યારે એકબીજા વચ્ચેનું અંતર વધવા લાગે છે. આવી સ્થિતિમાં પ્રેમને બદલે ઝઘડા થવા લાગે છે. સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. અંતર એટલું વધી જાય છે કે ત્રીજી વ્યક્તિ પણ તેમના સંબંધોમાં દખલ કરવા લાગે છે. જો કે સંબંધોમાં તિરાડ આવવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ મોટે ભાગે જોવા મળે છે કે પુરૂષ તેના જીવનસાથીને છોડીને અન્ય સ્ત્રી મિત્ર તરફ આકર્ષિત થવા લાગે છે. આના ઘણા કારણો પણ હોઈ શકે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે અમુક સમય પછી પુરૂષોને પાર્ટનરમાં એ આકર્ષણ નથી દેખાતું જે પહેલા જોવા મળતું હતું. જો કે, બધા પુરુષો સરખા નથી હોતા. આવી સ્થિતિમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે ગભરાવાની કોઈ વાત નથી. જે મહિલાઓ પ્રેમમાં છેતરાય છે તેમના માટે સારા સમાચાર છે. ચાલો જાણીએ શું છે તે સારા સમાચાર……

image socure

વાત જાણે એમ છે કે વૈજ્ઞાનિકોએ એવા પુરૂષો માટે એક અનોખી દવા બનાવવાની યોજના બનાવી છે જેઓ તેમની પત્ની અથવા પ્રેમિકા સાથે છેતરપિંડી કરે છે અથવા બેવફાઈ કરે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એન્ડોક્રાઈન સોસાયટીના જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં એક અભ્યાસ અહેવાલ પ્રકાશિત થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પુરુષોને હાઈપરસેક્સ્યુઅલ નામની બીમારી હોય છે તેઓ તેમના પાર્ટનરને વધુ છેતરે છે.

image socure

ઓક્સીટોસિન હોર્મોન પુરુષો અને સ્ત્રીઓના શરીરમાં જોવા મળે છે. સામાન્ય રીતે તેને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. આ હોર્મોનને કારણે વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધે છે. જ્યારે આ હોર્મોનની માત્રા વધી જાય છે, ત્યારે આવી સમસ્યા ઊભી થાય છે જેના કારણે વ્યક્તિ એક કરતા વધુ વ્યક્તિઓ તરફ આકર્ષાય છે.

image soucre

આ સંશોધન દરમિયાન 100 પુરૂષોની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી 64 એવા પુરૂષો હતા જેમનામાં હાયપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર વધુ જોવા મળ્યો હતો. જ્યારે 38 પુરુષો એવા હતા જે સામાન્ય હતા એટલે કે શરીરમાં આવી કોઈ સમસ્યા ન હતી. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શરીરમાં ઓક્સીટોસિનનું પ્રમાણ વધુ હોવાને કારણે જ લોકો પોતાના પાર્ટનરને છેતરે છે. નિષ્ણાતો કહે છે કે ઓક્સિટોસિન અને હાઇપરસેક્સ્યુઆલિટી વચ્ચે સીધો સંબંધ છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોનો દાવો છે કે જો આપણે આવી દવા બનાવીએ તો શરીરમાં ઓક્સીટોસિકની માત્રા ઘટાડી શકાય છે જેથી પુરુષો સ્ત્રીઓ સાથે છેતરપીંડી ન કરી શકે

image soucre

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે પુરુષોએ જ્ઞાનાત્મક વર્તણૂક ઉપચાર મેળવ્યો હતો તેઓમાં ઓક્સિટોસિન અને હાયપરસેક્સ્યુઅલ ડિસઓર્ડરની માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે નિષ્ણાતો એમ પણ કહે છે કે દવા વગર પણ ઓક્સીટોસિનનું પ્રમાણ ઘટાડી શકાય છે.

Exit mobile version