Site icon News Gujarat

જાણો વિશ્વભરના નેતાઓ વિશે જેમણે ચૂંટણી જીતવા માટે આપ્યા હતા અજીબોગરીબ વચનો

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે પોતાના ઘોષણા પત્રમાં એકથી એક વચન આપી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે નોકરી, આવાસ, શિક્ષણ અને સુરક્ષા જેવા વચનો પરંપરાગત બન્યા છે. આજે અમે તમને આ લેખ દ્વારા કેટલાક વિચિત્ર ચૂંટણી વચનો વિશે જણાવીશું.

image soucre

તમિળનાડુના તિરૂપુર વિસ્તારમાં, એ.એમ.શેખ દાઉદ નામના એક અપક્ષ ઉમેદવારે લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને ખાતરી આપી હતી કે જો હું સાંસદ બનીશ તો, દર મહિને દરેક પરિવારને તબીબી ઉપયોગ માટે 10 લિટર બ્રાન્ડી આપવામાં આવશે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ ઉમેદવારે દરેક પરિવારને દર મહિને 25,000 રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું.

image soucre

રાજસ્થાનના સોજતમાં, શોભા ચૌહાણ નામની મહિલા ઉમેદવારે મતદારોને વચન આપ્યું હતું કે તેઓ તેમની પરંપરાઓ સાથે ચેડા કરવા દેશે નહીં. તેમણે કહ્યું હતું કે બાળ લગ્ન એ આપણા પ્રદેશની પરંપરા છે, જો તે જીતી જશે તો પોલીસને બાળ લગ્ન બંધ કરવાની પરવાનગી નહીં મળે.

image socure

વિદેશી નેતાઓએ પણ મતદારોને લલચાવવા માટે આવા વચનો આપી ચુક્યા છે. 2018માં રાષ્ટ્રીય ચૂંટણી દરમિયાન, ઝિમ્બાબ્વેની પાર્ટીએ તેના ઘોષણાપત્રમાં પાંચ વર્ષમાં 1.5 મિલિયન ઘરો બનાવવાનું વચન આપ્યું હતું. જ્યારે પાંચ વર્ષના સમયને ધ્યાનમાં રાખીને આ સંખ્યાનું જ્યારે વિષ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકારે દરરોજ 822 ઘરો બનાવવા પડશે, જે શક્ય નથી.

image socure

અમેરિકાના વરિષ્ઠ રિપબ્લિકન નેતા ન્યૂટ ગિંગરિચ વિચિત્ર વચનો આપવામાં સૌથી આગળ નિકળી ગયા હતા. 2012 માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં ભાગ લેવા માટે આ નેતાએ મતદારોને વચન આપ્યું હતું કે તેઓ 2020 સુધીમાં ચંદ્ર પર ઘર બનાવશે અને લોકોનો વસવાટ કરાવશે.

image soucre

યુ.એસ. માં 2012 ની રાષ્ટ્રપતિની ચૂંટણી ઘણી રસપ્રદ હતી. કારણ કે આ સમયગાળા દરમિયાન, ઉમેદવારોએ તેમના ઘોષણાપત્રમાં એકથી એક ચઢીયાતા વચનો આપ્યા હતા. વર્મીન સુપ્રીમ નામના પરફોર્મન્સ કલાકારે વચન આપ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ તે દરેક પરિવારને એક એક ટટ્ટુ આપશે. તેમનું કહેવુ હતું કે, તે અમેરિકાને ટટ્ટુ આધારિત અર્થતંત્ર બનાવવા માંગે છે.

image soucre

ચૂંટણી હોય,અને તેમાં જો તમિળનાડુનો ઉલ્લેખ ન કરવામાં આવે તો તે મજા ન આવે. તમિલનાડુની મદુરાઇ દક્ષિણ બેઠક પરથી અપક્ષ તરીકે લડતા થુલામ સર્વાનન ચૂંટણીના વચનોમાં અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવા શિખરે પહોંચ્યા છે. તેમના વચનો એવા છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હવે તેમણે લોકોને ચંદ્ર પર મોકલવાનું વચન આપ્યું છે, થુલામ સર્વાનન તેમના દરેક મતદારોને આઇફોન આપવાનું પણ વચન આપ્યું છે. તેમના ચૂંટણી વચનોની સૂચિ ખૂબ લાંબી છે. દરેક મતદારને 20 લાખની કાર, સ્વીમીંગ પૂલ સાથેનું ત્રણ માળનું મકાન, એક નાનું હેલિકોપ્ટર, ઘરના કામકાજ માટે રોબોટ, દરેક યુવતીના લગ્નમાં 800 ગ્રામ સોનું, દરેક યુવકને ધંધો શરૂ કરવા રૂ. 1 કરોડ રૂપિયા, ગરમીથી રાહત મેળવવા 300 ફૂટ ઉચો બરફનો પર્વત અને ચંદ્ર સુધીની 100-દિવસની મુસાફરી માટે લોંચ પેડ બનાવવાનું વચન આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version