વિશ્વનું બીજું સૌથી મોટું જંગલ, જેના અનેક વિસ્તારોમાં આજે પણ નથી પહોંચી શક્યો માણસ
દુનિયાભરમાં અનેક મોટા મોટા અને વિશાળ જંગલો આવેલા છે જેમાં હજારોની સંખ્યામાં લભ્ય વૃક્ષો, વનસ્પતિઓ અને જીવ-જંતુઓ રહે છે. આમ તો વિશ્વનું સૌથી મોટું જંગલ અમેઝનનું વર્ષાવન છે જે અબજો એકરમાં ફેલાયેલું છે.

આ જંગલ એટલું વિશાળ છે કે તેની સરહદ એક બે નહિ પણ નવ દેશો સાથે જોડાયેલી છે. આવું જ એક અન્ય જંગલ કોંગોનું વર્ષાવન પણ છે જેને દુનિયાનું બીજું સૌથી મોટું જંગલ માનવામાં આવે છે. મધ્ય આફ્રિકામાં આવેલા આ જંગલનો ઘણો ખરો વિસ્તાર કોંગો દેશમાં ફેલાયેલો છે. 23 લાખ વર્ગ કિલોમીટરથી પણ વધુ ક્ષેત્રમાં ફલાયેલા આ જંગલના છેડા પણ છ જેટલા દેશો સાથે જોડાયેલા છે.

કોંગોના જંગલને વર્ષાવન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીં મોટાભાગે વરસાદ જ વરસતો રહે છે તે પણ ધોધમાર. કહેવાય છે કે આ જંગલના અનેક ભાગો એવા પણ છે કે જ્યાં સુધી આજના આધુનિક સમયમાં પણ માણસ પ્રજાતિ પહોંચી શકી નથી. એટલું જ નહિ અહીં આ જંગલમાં જ રહેતા સ્થાનિક લોકો પણ આ જંગલના અમુક ભાગો સુધી પહોંચ્યા જ નથી.

કોંગોનું આ વર્ષાવન જંગલ એટલું ગીચ છે કે તેના અનેક વિસ્તારોમાં સૂરજનો પ્રકાશ પહોંચતો પણ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ જંગલમાં એક બે નહિ પણ પાંચ નેશનલ પાર્ક છે જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટ તરીકે માન્યતા આપવામાં આવી છે.
જે રીતે અમેઝનના જંગલો વચ્ચેથી મુખ્ય અમેઝન નદી વહે છે તે જ રીતે કોંગોના આ જંગલ વચ્ચેથી પણ કોંગો નદી વહે છે જેની લંબાઈ લગભગ 4700 કિલોમીટરની છે. નોંધનીય છે કે કોંગો નદીને આફ્રિકાની બીજી સૌથી લાંબી નદી જયારે દુનિયાની સૌથી ઊંડી નદી ગણવામાં આવે છે. આ નદીનું વહેણ અંગોલા, બરુન્ડી, કૈમરૂન, તન્ઝાનિયા અને ઝામ્બિયા જેવા દેશોમાંથી પણ વહે છે.

કોંગો જંગલમાં 11000 થી પણ વધુ પ્રકારના વનસ્પતિ અને વૃક્ષો આવેલા છે જે પૈકી એક હજાર વનસ્પતિ તો એવા પ્રકારની છે જે ફક્ત આ જંગલમાં જ જોવા મળે છે. એ ઉપરાંત કોંગો જંગલમાં 2000 થી વધુ જીવો અને 1000 થી વધુ પ્રકારની ચક્લીઓનું પણ આશ્રયસ્થાન છે. વળી, અહીં એવા ખતરનાક જીવ જંતુઓ પણ રહે છે જે પળવારમાં માણસનો જીવ જોખમમાં મૂકી શકવા શક્ષમ છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત