બીજા વિશ્વયુદ્ધમાં થયા હતા અધધધ…લોકોના મોત, આ શહેરમાંથી થઇ હતી શરૂઆત, જાણો તમે પણ

દુનિયામાં અત્યાર સુધીમાં આધુનિક શસ્ત્ર સરંજામ સાથે બે મોટા ભયંકર યુદ્ધો થયા છે. એક પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું દ્રિતીય વિશ્વયુદ્ધ.

image source

દ્રિતીય વિશ્વયુદ્ધ વિષે એવું કહેવાય છે કે તે ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ હતું. કારણ કે તેમાં બન્ને પક્ષોના મળીને કુલ 10 કરોડથી વધુ સૈનિકો હતા. આ યુદ્ધની વિનાશ લીલા, જાનહાની અને ભયંકરતા વિષે તો મોટાભાગના લોકો જાણતા જ હશે.

તેમ છતાં જેઓ નથી જાણતા તેમને માલુમ થાય કે દ્રિતીય વિશ્વયુદ્ધમાં લગભગ સાત કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા હતા જે પૈકી મોટાભાગના સામાન્ય નાગરિકો જ હતા. આ જ કારણ છે કે આ યુદ્ધને લોહિયાળ સંઘર્ષ પણ કહેવામાં આવે છે.

image source

પરંતુ શું તમે જાણો છો કે આ લોહિયાળ યુદ્ધની શરૂઆત ક્યાંથી થઇ હતી ? નહિ ને ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે તમને આ વિષે રોચક માહિતી આપી રહ્યા છીએ.. વાંચો આગળ.

એક સપ્ટેમ્બર 1939 થી બે સપ્ટેમ્બર 1945 સુધી ચાલેલા આ દ્રિતીય વિશ્વયુદ્ધની શરૂઆત પોલેન્ડ દેશના વિલન શહેરથી થઇ હતી. અહીં જર્મનીએ સૌ પહેલો બૉમ્બ ફેંક્યો હતો અને તેની પાછળ જર્મનીનો ક્રૂર શાસક હિટલર હોવાનું મનાય છે. એક અંદાજ મુજબ સમગ્ર યુદ્ધ દરમિયાન એકલા પોલેન્ડ દેશના જ લગભગ 60 લાખ લોકો મોતને ભેટ્યા હતા.

image source

નવાઈની વાત એ છે કે હજુ પણ પોલેન્ડમાં સમયાંતરે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફેંકાયેલા બૉમ્બ મળી આવે છે જેને તાત્કાલિક જ નિષ્ક્રિય કરી દેવાય છે. જો કે ક્યારેક ક્યારેક આ બૉમ્બ નુકશાન પણ પહોંચાડી દે છે. ગત વર્ષે જ ઓક્ટોબરના મહિનામાં અહીંના કુજનિયા રકીબોરસ્કા નામક શહેરમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફેંકાયેલો બૉમ્બ ફૂટ્યો હતો જેમાં પોલેન્ડના બે સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા.

image source

પોલેન્ડનું આ વિલન શહેર એક સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન સમયમાં આ શહેર જૂની જર્મન સરહદને કારણે પોલિશ સામ્રાજ્યનું એક મહત્વપૂર્ણ વ્યાપારી શહેર ગણાતું. અનેક પોલિશ રાજાઓએ આ શહેરની મુલાકાત પણ લીધી હતી. પરંતુ ભયાનક સ્વીડિશ આક્રમણ (1655 – 1660) બાદ આ શહેરની હાલત ધીમે ધીમે ખરાબ થવા લાગી અને તે ક્યારેય એ સ્થાન ન મેળવી શક્યું જેવું પ્રાચીન સમયમાં હતું.