આ છે દુનિયાની સૌથી પહેલી બનેલી ઘડિયાળ, જેને કોપર અને સોના દ્વારા આવી છે બનાવવામાં

આજના સમયમાં હાથમાં ઘડિયાળ પહેરવી ભલે લોકોનો અંગત શોખ ગણાતો હોય પરંતુ એક સમય એવો પણ હતો જયારે અમુક ગણ્યા ગાંઠ્યા પૈસાદાર લોકો પાસે જ ઘડિયાળ હતી અને તે ઘડિયાળ પહેરવી તેમના માટે શાન અને આબરૂનું પ્રતીક પણ હતી.

image source

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજે સાવ સામાન્ય ગણાતી ઘડિયાળ સૌ પ્રથમ કોણે બનાવી હશે ? અને તે સૌ પહેલી ઘડિયાળ દેખાવમાં કેવી હતી ? જો તમે તેના વિષે જાણવા ઉત્સુક હોય તો આ આર્ટિકલમાં અમે આપણી ઉત્સુકતાનો અંત લાવી રહ્યા છીએ.

દુનિયાની સૌપ્રથમ ઘડિયાળને “પોમેન્ડર વોચ ઓફ 1505” તથા “વોચ 1505” ના નામથી ઓળખાતી હતી. આ ઘડિયાળના શોધક જર્મન વૈજ્ઞાનિક પીટર હેનલેન હતા અને તેને જ વિશ્વમાં સૌપ્રથમ ઘડિયાળ બનાવનાર વ્યક્તિ તરીકેનું બહુમાન પ્રાપ્ત છે. પીટર હેનલેનએ આ ઘડિયાળ એટલે કે “પોમેન્ડર વોચ ઓફ 1505” તથા “વોચ 1505” ને આજથી 515 વર્ષ પહેલા વર્ષ 1505 માં બનાવી હતી.

image source

સફરજન જેવા આકારની પીટર હેનલેનની આ ઘડિયાળ દુનિયા સામે કઈ રીતે આવી તેનો જવાબ પણ રોચક છે. કહેવાય છે કે વર્ષ 1987 માં ઘડિયાળ બનાવવાનું કામ કરતા એક યુવકે લંડનની ભંગાર બજારમાંથી 10 પાઉન્ડ એટલે કે લગભગ 947 રૂપિયામાં એક પોમેન્ડર ખરીદ્યું હતું. પરંતુ તે સમયે તેને ખબર ન હતી કે તેના હાથમાં દુનિયાની સૌપ્રથમ બનેલી ઘડિયાળ આવી ગઈ છે. એ કારીગરે ઘડિયાળને પોતાની પાસે રાખી મૂકી અને વર્ષ 2002 માં તેણે આ પોમેન્ડરને અન્ય વ્યક્તિને વેંચી દીધી. લેનારને પણ આ ઘડિયાળની અસલિયત ખબર ન હોવાથી તેણે વળી અન્યને વેંચી દીધી.

image source

આખરે જયારે પોમેન્ડર ઘડિયાળ એક શંશોધકના હાથે લાગી ત્યારે તેણે એ ઘડિયાળને દુનિયા સામે લાવવાનું કામ કર્યું. તે ઘડિયાળ પર ઘડિયાળ જે વર્ષમાં બની હતી તે વર્ષ પણ અંકિત હતું અને સાથે જ તેના શોધક પીટર હેનલેનની સહી પણ હતી. કહેવાય છે કે આ ઘડિયાળ વૈજ્ઞાનિક પીટર હેનલેનની અંગત ઘડિયાળ હતી અને તેઓ તેને પોતાની પાસે જ રાખતા હતા.

image source

દુનિયાની આ સૌ પહેલી બનેલી ઘડિયાળની વિશેષતા એ છે કે તેને કોપર એટલે કે તાંબા અને સોના દ્વારા બનાવવામાં આવી છે અને આ ઘડિયાળની કિંમત 50 થી 80 મિલિયન ડોલર એટલે કે લગભગ 381 કરોડ રૂપિયાથી 611 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે. આ અનુમાન વર્ષ 2014 માં અમેરિકાના પ્રખ્યાત એન્ટિક વીક મેગેઝીન દ્વારા કરાયું હતું.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત