આ જગ્યાએથી મળી આવેલા લાખો વર્ષ જૂના જંગલના અવશેષો પર વૈજ્ઞાનિકો કર્યા અનેક દાવા, જાણો તમે પણ

તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને પ્રાચીન કાળના વૃક્ષના અવશેષો મળ્યા છે જે લાખો વર્ષો પહેલાના હોવાનું મનાય છે. ન્યુયોર્કના કાહિરા શહેર ખાતે એક નિર્ધન અને વેરાન જેવી ખાણમાં સંશોધનકાર્ય દરમિયાન આ અવશેષો મળી આવ્યા હતા.

image source

અહીં લગભગ 3860 લાખ વર્ષ જૂની શિલાઓ પર કેટલાય પ્રાચીન વૃક્ષોના અવશેષો જોવા મળ્યા હતા અને આ કારણે અહીં દુનિયાનું સૌથી જૂનું જંગલ હોવાનું પણ મનાય છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આ અવશેષો મત્સ્ય યુગના હોય શકે છે જેનું પૃથ્વી પર અંદાજે 4190 થી 3590 લાખ વર્ષો પહેલા અસ્તિત્વ હતું.

વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે તે સમયે આ વૃક્ષોની ઊંચાઈ હાલના વૃક્ષો જેટલી નહિ પણ એથીય વધુ ઊંચાઈ હતી. અવશેષોના આધારે એવું કહી શકાય કે તે સમયે વૃક્ષોની ઊંચાઈ 65 ફૂટથી પણ વધુ હતી.

image source

આ અવશેષો કોઈ નાના સીમિત વિસ્તારમાં નહિ પરંતુ લગભગ 32000 વર્ગ ફૂટમાં પથરાયેલા છે અને તેનું લોકેશન હડસન ઘાટીના કૈટસકિલ પર્વતની તળેટીમાં વર્ષોથી બંધ પડેલી એક ખાણ છે જેમાં આ જંગલની 3000 વર્ગમીટર સુધી મેપિંગ પણ થઇ છે. કહેવાય છે આ વૃક્ષોના અવશેષોનો વિસ્તાર પેન્સિલવેનિયા સુધી ફેલાયેલો છે.

વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર આ વૃક્ષોના આ અવશેષો ડેવોનીયન કાળના છે અને તે સમયે મોટાભાગનું જીવન સમુદ્ર અંદર જ હતું. બ્રિટનના કાર્ડિફ યુનિવર્સીટીના પૈલીયોબોટેનીસ્ટ (વૃક્ષોના અવશેષોનું અધ્યયન કરનાર) ના ક્રિસ્ટોગ્રાફ્ટ બેરી પણ આ કાહિરા સાઈટને વિશેષ સંશોધન સ્થળ ગણી રહ્યા છે.

image source

બેરી અને તેની ટીમે વર્ષ 2009 માં પહેલી વખત આ સ્થળની શોધ કરી હતી અને હાલમાં પણ તેઓ આ સ્થળેથી મળી આવેલા વૃક્ષોના અવેશેષોનું અધ્યયન કરી રહ્યા છે. કાહિરા ખાતેથી મળી આવેલા અવશેષોના મૂળ 15 સેન્ટિમીટરનો વ્યાસ ધરાવે છે જયારે તેની ડાળખીઓનો ઘેરાવો 11 મીટર એટલે લગભગ 36 ફૂટ સુધીનો હતો.

image source

નોંધનીય છે કે ક્રિસ્ટોગ્રાફર બેરી અને તેની ટીમે આ પહેલા પણ એક પ્રાચીન જંગલની શોધ કરી હતી. 19 મી સદીમાં આ શોધકર્તાઓને કાહિરા સાઈટથી લગભગ 40 કિલોમીટર દૂર ન્યુયોર્કના ગિલ્બોઆ ખાતે પણ એક પ્રાચીન જંગલના અવશેષો શોધી કાઢ્યા હતા જે અંદાજે 3829 લાખ વર્ષ જૂનું હોવાનું મનાય છે.