Site icon News Gujarat

આ છે વિશ્વનો સૌથી નાનો ફોન, જેના ફિચર્સ જાણીને તમને પણ લાગશે નવાઇ

દુનિયાનો સૌથી ટચુકડો સ્માર્ટ ફોન

image source

આજે દુનિયાની દરેક વ્યક્તિ વિવિધ પ્રકારના મોબાઈલ વાપરતા હોય છે. કોઇની પાસે એન્ડ્રોઇડનો મોબાઈલ છે તો કોઈની પાસે એપ્પલનો મોબાઈલ. મોબાઇલના આકાર દિવસે દિવસે મોટા થતાં જાય છે. મોબાઇલની સ્ક્રીન ૬.૫ઈચ સુધી મોટી થઈ ગઈ છે. પણ શું તમને ખબર છે કે વિશ્વનો સૌથી નાનો મોબાઈલ કયો છે અને તેની કિમત કેટલી છે?

image source

આ મોબાઈલનું નામ છે “જઇકો ટાઈની ટી ૧”. તેમાં નથી ‘સેલ્ફી’ લઈ શકાતી કે નથી તેમાં ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઍપ પણ ચાલતા. તેમ છતાં તે દુનિયાના અન્ય દરેક ફોનને માત આપે છે. કારણ કે તે વિશ્વનો સૌથી નાનો ફોન છે. આ ફોન ફક્ત ચાર સેન્ટિમીટરનું કદ અને 13 ગ્રામનું વજન ધરાવે છે. તેના એક પ્રમોશનલ વીડિયોમાં બનાવનાર કંપની જણાવે છે, ” યઅ મોબાઈલ તમારા અંગૂઠા કરતા નાનો અને સિક્કા કરતા પણ વજનમાં હલકો છે.”

image source

● આ મોબાઇલની સ્ક્રીન ૦.૪૯ ઇંચની OLED છે.

● તેનું રિઝોલ્યૂશન ૬૪*૩૨ પિક્સેલનું છે.

● તેમાં ૩૦૦ કોન્ટેક્ટ અને ૫૦ ટેક્સ્ટ મેસેજ સ્ટોર કરી શકાય છે.

● યઅ ફોનમાં નેનો સીમ કાર્ડ સપોર્ટ કરે છે.

● માઇક્રો USB ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

● યઅ મોબાઇલની બિલ્ટઇન ૨૦૦mAh ક્ષમતાની બેટરી છે. જેનો મહતમ ટોક ટાઈમ ૧૮૦ મિનિટ સુધીનો છે.

● સ્ટેન્ડ બાય ૩ દિવસ સુધી ચાલે છે.

● વિશ્વના સૌથી ટચૂકડા મોબાઈલનું માપ ૪૬.૭ મીમી * ૨૧ મીમી છે.

● આ મોબાઈલનું ખાસ ફીચર છે ૧૩ અલગ અલગ અવાજોની સાથે વોઇસ ચેન્જર છે.

● અન્ય વિશેષતાઓમાં બ્લ્યુ ટૂથ સંગીત કનેક્શન છે જેના વડે મ્યુઝિક વગાડવું, પોજ કરવું, આગળ પાછળ કરી શકાય છે.

image source

● આ સ્માર્ટ ફોન વડે કોન્ટેક્ટસ, એસએમએસ અને મ્યુઝિકને સિંક કરી શકાય છે.

● આકારમાં નાનકડો હોવા છતાં યઅ ફોન વાપરવો ખરેખર સહેલો છે.

● આ ફોન તમારા પરિવાર કે મિત્રો કે તમારા પોતાના માટે એક નવીન પ્રકારની ભેંટ બની શકે છે.

● આ ફોનમાં ઘણા પ્રકારના અવાજો ફીડ કરવામાં આવ્યા છે જેમ કે સ્ત્રી, પુરુષ, બાળક, વૃધ્ધ, યુવાન, કાર્ટૂન, ડક, રોબોટ, વોલ-ઈ, ઈવા, રેપ મેન અને રેપ વુમન.

image source

● આ ફોનમાં અંગ્રેજી(યુ. કે) અંગ્રેજી(યુએસ) ફ્રેંચ, સ્પેનિશ અને રશિયન ભાષાઓ ઉપલબ્ધ છે.

● યઅ મોબાઈલની કિમત લગભગ ૪૯ ડોલર એટલે કે લગભગ ૩૭૦૦ રૂપિયા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version