દુનિયાના 5 વણઉકેલ્યા રહસ્યો, જેની આજ દિન સુધી નથી મેળવી શકાઈ કોઈ કળી

આખી દુનિયામાં એવી ઘણી જગ્યા છે જે આજ સુધી લોકો માટે રહસ્ય બનીને રહી છે. એવું બિલકુલ નથી કે એમના વિશે જાણવાની કોશિશ નથી કરવામાં આવતી પણ એ એવા રહસ્યો છે જેમની ગુતથી આજ સુધી નથી ઉકેલી શકાઈ. વૈજ્ઞાનિકથી લઈને પુરાતત્વ વિભાગના લોકો આ રહસ્યોને જેટલું ઉકેલી નથી શક્યા એથી વધુ એમાં ગૂંચવાઈ ગયા. આજે અમે તમને એવી જ કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે જણાવીશું જે હજારો વર્ષોથી લોકો વચ્ચે એક વણઉકેલ કોયડો બનીને રહ્યા છે.

સી ઓફ ગેલીલીની અંદર વિશાળ ચટ્ટાન.

image source

ઇઝરાયલના સી ઓફ ગેલીલીની અંદર હજારો નાના નાના પથ્થરોથી બનેલી એક વિશાળ આકૃતિ છે. આ આકૃતિ 32 ફૂટ ઊંચી અને 230 ફૂટ વ્યાસની છે. જેનું વજન લગભગ 60 હજાર ટન જણાવવામાં આવે છે. ચોંકાવનારી વાત તો એ છે કે એનું નિર્માણ પ્રાકૃતિક રીતે નથી થયું પણ એને બનાવવામાં આવી છે. માનવામાં આવે છે કે આ આકૃતિ 4000 વર્ષ જૂની હોઈ શકે છે પણ આ સિદ્ધ કરવા માટે કોઈ પુરાવા નથી. પાણીની અંદર આ આકૃતિઓને કેમ બનાવવામાં આવી હતી એનો જવાબ કોઈની પાસે નથી.

ગોસેક સર્કલ

image source

જર્મનીના એક નાનકડા શહેર ગોસેકમાં આ અજીબોગરીબ ગોળાકાર આકૃતિ છે.એને સૌથી જૂની જ્ઞાત સૌર વેદ્યશાળા માનવામાં આવે છે. આ આકૃતિ લગભગ 250 ફૂટમાં ફેલાયેલી છે. એને જર્મન સ્ટોનહેંજના નામે પણ ઓળખવામાં આવે છે. કાર્બન ડેટિંગથી ખબર પડી કે એને લગભગ 4900 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, એ હજી સુધી રહસ્ય છે. છેલ્લા ઘણા વર્ષોથી એને લઈને શોધ ચાલી રહી છે.

મેક્સિકોનું ટિયાટીહુઆકન શહેર.

image source

મેક્સિકોમાં એક રહસ્યમય શહેર છે, જેને ટિયાટિહુઆકન નામથી ઓળખવામાં આવે છે. એની શોધ 14મી સદીમાં એજટેક્સ દ્વારા કરવામાં આવી હતી. એને પ્લેસ ઓફ ગોડ એટલે કે ભગવાનની જગ્યા કહેવામાં આવે છે. આ જગ્યા વિશે ક્યાંય કોઈ લેખિત પ્રમાણ નથી કે એને કોને બનાવ્યું, ક્યારે બનાવ્યું, કેમ બનાવ્યું અને અહીંયા કોણ રહેતું હતું. આ હજ સુધી એક રહસ્ય જ છે.

અજરક ઓએસીસ વહીલ.

image source

આ રહસ્યમય આકૃતિઓ સિરિયાથી લઈને જોર્ડન અને સાઉદી અરબ સુધી ફેલાયેલી છે. વૈજ્ઞાનિકો અનુસાર આ આકૃતિઓ 8500 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. જો કે આ ફક્ત એક અનુમાન છે. એને સૌથી પહેલા વર્ષ 1927માં જોવામાં આવી હતી, જ્યારે બ્રિટનના રોયલ એરફોર્સનું વિમાન આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. હવે આ મોટી મોટી આકૃતિઓને કેમ બનાવવામાં આવી હતી એ હજી સુધી એક રહસ્ય જ છે.

નેન મડોલ.

image source

ઓસ્ટ્રેલિયાના ટેમવેન દ્વીપ પાસે હજારો વર્ષ જૂની એક ખંડેર વસ્તી છે જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલી છે. આ જગ્યાને નેન મડોલના નામથી ઓળખવામાં આવે છે.અહીંયા મોટા મોટા પથ્થરોને એવી રીતે સજાવવામાં આવ્યા છે કે જાણે કોઈ રહેતું હોય. આ પથ્થરોને અહીંયા કોણ લાવ્યું અને કેટલા વર્ષોથી એ અહીંયા છે એ કોઈ નથી જાણતું.રહસ્યમય હોવાના કારણે લોકો આ જગ્યાને ભગવાનનું બનાવેલું શહેર પણ કહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!