Xiaomi નું આ ઇલેક્ટ્રિક બાઈક જોતાની સાથે જ ગમી જશે તમને, જેનુ વજન છે ઓછુ, જાણો શું છે કિંમત

ઇલેક્ટ્રિક વાહનોની બજાર ધીમે ધીમે વધી રહી છે અને વિસ્તાર પણ પામી રહી છે.

image source

વિવિધ કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક વાહનો બજારમાં લોન્ચ કરી ગ્રાહકોને આકર્ષવા મથી રહી છે ત્યારે પ્રસિદ્ધ વૈશ્વિક કંપની અને ઇલેક્ટ્રિક ગેજેટ્સ તથા અન્ય ઉપકરણો બનાવતી કંપની Xiaomi એ પણ ઇલેક્ટ્રિક વાહનની બજારમાં ઝંપલાવ્યું છે અને પોતાની નવી જ પ્રોડક્ટ Xiaomi Electric Scooter 1S ના નામથી લોન્ચ કરી છે.

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આ પ્રોડક્ટ વિષે માહિતી પીરસી રહ્યા છીએ.

અદભુત ડિઝાઇન અને વજનમાં પણ ઓછું

image source

ચાઈનીઝ કંપનીની આ Xiaomi Electric Scooter 1S પ્રોડક્ટની ખાસિયત એ છે કે આ સ્કૂટરની ડિઝાઇન ફોલ્ડિંગ રાખવામાં આવી છે. સ્કૂટરનું કદ આમ પણ નાનું એવું છે છતાં તેને હેન્ડલ પાસેથી વાળી પાછળ વહીલની ઉપરની બાજુએ રાખી શકાય છે જેના સ્ટેપ પણ બહુ સરળ છે. એ સિવાયની સૌથી ખાસ વાત એ કે આ Xiaomi Electric Scooter 1S ઇલેક્ટ્રિક સ્કૂટરનું કુલ વજન માત્ર સાડા બાર કિલો જ છે.

Zhilian Mijia એપ્લિકેશન સાથે કનેક્ટ

image source

Xiaomi Electric Scooter 1S ઇલેક્ટ્રિક સ્કૂટરમાં Zhilian Mijia નામની એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકાય છે. આ એપ્લિકેશનની મદદથી નવા વાહન ચાલકને જરૂરી ગાઇડલાઇન મળી રહે છે. ઉપરાંત આ એપ દ્વારા ફર્મવેર અપગ્રેડ પણ મેળવી શકાય છે તથા સ્કૂટરનું રાઇડિંગ સ્ટેટ્સ પણ ચેક કરી શકાય છે.

ત્રણ પ્રકારના રાઇડિંગ મોડ્સ

image source

Xiaomi Electric Scooter 1S ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ત્રણ રાઇડિંગ મોડ આપવામાં આવેલા છે જેમાં એનર્જી સેવિંગ મોડ, નોર્મલ મોડ અને સ્પોર્ટ્સ મોડનો સમાવેશ થાય છે. સ્વીચ બટનને બે વખત દબાવવાથી સ્કૂટર રાઇડિંગ એક મૉડમાંથી બીજા મોડમાં બદલી શકાય છે.

સ્કૂટરની સ્પીડ તથા ચાર્જ કેપિસિટી

image source

Xiaomi Electric Scooter 1S ઇલેક્ટ્રિક સ્કૂટર જયારે એક વખત પુરી રીતે ચાર્જ કરી લેવામાં આવે તો વધુમાં વધુ 30 કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે જયારે આ સ્કૂટરની સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાકની રહે છે. Xiaomi Electric Scooter 1S સ્કૂટરમાં વિઝ્યુઅલ ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ તથા ડ્યુઅલ બ્રેક સિસ્ટમની સુવિધા પણ આપવામાં આવી છે.

કિંમત 1999 યુઆન

image source

Xiaomi Electric Scooter 1S ની કિંમત કંપનીએ 1999 યુઆન રાખી છે જે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 22000 રૂપિયા થાય છે. જો કે ભારતમાં તમે આ સ્કૂટર લેવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે કદાચ થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે હાલ આ પ્રોડક્ટ્નું વેચાણ ફક્ત ચીન પૂરતું જ રાખવામાં આવ્યું છે.