ખાસ કિંમત અને ફીચર્સ સાથે યામાહા કંપનીએ લોન્ચ કર્યું ભારતમાં સ્કૂટર, કિમત પણ છે ચોંકાવનારી

યામાહાનાં હાઈબ્રીડ સ્કૂટર ફસીનો 125 fi (Yamaha Fascino 125 FI Hybrid) માં પાવર માટે 125 સીસીનું એયર કુલ્ડ એન્જીન (Air-Cooled Engine)આપવામાં આવ્યું છે. તેમાં ફ્યુલ ઈન્જેકટેડ ટેક્નિકનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

ટુ વહીલર મેન્યુફેક્ચરર યામાહાએ પોતાના હાઈબ્રીડ સ્કૂટર ફસીનો 125 fi (Yamaha Fascino 125 FI Hybrid) ને ભારતમાં લોન્ચ કરી દીધું છે. ઇન્ડિયા યામાહા મોટર (India Yamaha Motor) પ્રાઇવેટ લિમિટેડ એ જણાવ્યું હતું કે આ હાઈબ્રીડ સ્કૂટરની દિલ્હી એક્સ શોરૂમની કિંમત (Ex-Showroom Price) 70,000 રૂપિયા રાખવામાં આવી છે.

image source

જ્યારે આ સ્કુટરના ડિસ્ક બ્રેક વેરીએન્ટની દિલ્હી એક્સ શોરૂમ (Ex-Showroom Price) ની કિંમત 76,530 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે આ નવું સ્કૂટર ભારતીય ઓટો બજાર (Indian Auto Market) માં જુલાઈ 2021 ના અંતમાં વેંચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

હાઈબ્રીડ સ્કુટરમાં આપવામાં આવશે એયર કુલ્ડ એન્જીન

હાઈબ્રીડ સ્કૂટર ફસીનો 125 fi (Yamaha Fascino 125 FI Hybrid) માં smg સિસ્ટમ એટલે કે સ્માર્ટ જનરેટર સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવા હાઈબ્રીડ સિસ્ટમ અનુસાર કામ કરે છે. સ્કુટર બંધ હોય ત્યારે એક્સીલરેટર કરવાથી smg એક ઇલેક્ટ્રિક મોટરની જેમ કામ કરે છે જે સુરક્ષાને વધારે છે.

image source

હાઈબ્રીડ સ્કુટરમાં પાવર માટે BS 6 કંપલાયન્સ વાળું 125 cc નું એયર કુલ્ડ એન્જીન (Air-Cooled Engine) આપવામાં આવશે. તેમાં ફ્યુલ ઇન્જેકટેડ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જીન 6500 rpm પર 8.2 PS નો મેક્સિમમ પાવર અને 5000 rpm પર 10.3 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. તેમાં સાઈડ સ્ટેન્ડ એન્જીન કટ ઓફ સ્વીચ ફીચર સ્ટાન્ડર્ડ રૂપે આપવામાં આવ્યું છે.

ડિસ્ક બ્રેક વેરીએન્ટમાં મળશે 9 કલર વિકલ્પ

યામાહા હાઈબ્રીડ સ્કૂટર ફસીનો 125 fi (Yamaha Fascino 125 FI Hybrid) નું ડિસ્ક બ્રેક વેરીએન્ટ 9 કલર વિકલ્પમાં ગ્રાહકો સામે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કલર વિકલ્પમાં વિવિડ રેડ સ્પેશિયલ, મેટ બ્લેક સ્પેશિયલ, કુલ બ્લુ મેટેલિક, ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, યલો કોકટેલ, સિયાન બ્લુ, વિવિડ રેડ અને મેટેલિક બ્લેક શામેલ છે.

image source

જ્યારે યામાહા હાઈબ્રીડ સ્કૂટર ફસીનો 125 fi (Yamaha Fascino 125 FI Hybrid) ના ડ્રમ બ્રેક વેરીએન્ટમાં 7 કલર વિકલ્પ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કલર વિકલ્પમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કલર વિકલ્પમાં વિવિડ રેડ, કુલ બ્લુ મેટેલિક, યલો કોકટેલ, ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, સિયાન બ્લુ અને મેટેલિક બ્લેક શામેલ છે. ડિસ્ક બ્રેક વેરીએન્ટમાં બ્લુટુથ યામાહા મોટરસાયકલ કનેક્ટ એક્સ એપ પણ આવશે. જેમાં LED હેડલાઈટ, DRL, LED ટેલ લાઈટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા ફીચર્સ હશે.