શું તમને Yamahaનાં વ્હીકલ લેવા ગમે છે? તો જલદી વાંચી લો આ લેટેસ્ટ માહિતી, નહિં તો પાછળથી પસ્તાશો

આપણે.સૌ જાણીએ છીએ કે દેશમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. ત્યારે સામાન્ય પ્રજાને હવે પેટ્રોલથી ચાલતા બાઈક ચલાવવા પોસાય તેમ નથી. સામે પક્ષે બાઈક બજારમાં પણ હવે ઇલેક્ટ્રિક સ્કુટરો આવી રહ્યા છે.

Yamaha Electric Scooter Launch in India : ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ નિશ્ચિત રૂપે હજુ આ સેગમેન્ટમાં એક લાંબો સમય કાઢવાનો બાકી છે. જ્યારે સામાન્ય લોકો પરિવહન સ્વરૂપે ઇલેક્ટ્રિક વાહનોને ખરી રીતે સ્વિકારી લેશે ત્યારે ખરેખર ઇલેક્ટ્રિક મોબિલિટીનો યુગ ગણાશે. હાલમાં સરકારે ફેમ 2 સબસીડી સ્કીમમાં ફેરફાર કર્યો છે જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનો (EV) પર ગ્રાહકોને આપવામાં આવતી સબસીડી વધારી દેવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોબિલિટીના લક્ષ્યને પૂરો કરવા સરકારની સાથે વાહન નિર્માતાઓ પણ સારો એવો પ્રયાસ કરી રહ્યા છે.

image source

અમુક વાહન નિર્માતા પહેલાથી જ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન રજૂ કરી ચુક્યા છે, તો અમુક હવે લોન્ચ કરવાની તૈયારીમાં છે જયારે અમુક વાહન નિર્માતા આ યોજના પર કામ કરી રહ્યા છે. Yamaha ઇન્ડિયા પણ આ લાઈનમાં શામેલ છે. તાજેતરના અહેવાલ મુજબ જાપાની વાહન નિર્માતા હવે ભારતમાં એક ઇ સ્કૂટર લાવવાની તૈયારીમાં છે કારણ કે આ સેગમેન્ટમાં ભલે ધીમે ધીમે પણ દેશમાં ચલણ ગતિ પકડી રહ્યું છે.

image source

અહેવાલ મુજબ Yamaha ની ભારતીય સહાયક કંપની એક નવા EV ને રજૂ કરવા અંગે વિચારી રહી છે જેને વિશેષ રૂપે ભારતના માહોલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે કંપની પહેલા એ જોવા માંગે છે કે ભારતની EV નીતિ અને EV અપનાવવા માટેનો રોડમેપ કઈ રીતે વિકસિત થાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કંપની ભારતમાં EV ને આગળ વધારવા ઘણી ઇચ્છુક હશે જો સરકારની નીતિઓ તેને અપનાવવા માટે વધુ અનુકૂળ હોય તો. આ સાથે જ દેશમાં આ પ્રકારની યોજનાઓને સફળ બનાવવા માટે EV એક મજબૂત ઇન્સફ્રાસ્ટ્રક્ચર વિકસિત થાય.

image source

ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં જ Yamaha Fascino 125 FI Hybrid અને Yamaha RayZR Hybrid સ્કૂટર રજૂ કર્યા છે. બન્ને સ્કુટરોમાં હાઈબ્રીડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે પેટ્રોલ એન્જીન ઇલેક્ટ્રિક પાવરથી મજબૂત હશે, અને ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવશે તેવી આશા છે.

Yamaha એ જણાવ્યું હતું કે હાઈબ્રીડ સ્કૂટર ભારતના EV બજારમાં કંપનીની એન્ટ્રી માટે એક દમદાર પગલું હશે. કંપનીએ એમ પણ જણાવ્યું કે ભારત માટે એક બિલકુલ નવા ઇલેક્ટ્રિક ટુ વહીલર પ્લેટફોર્મને વિકસિત કરવાનું કામ પ્રગતિ પર છે. કંપની આ પ્લેટફોર્મનો ઉપયોગ વિશ્વભરના અન્ય બજારો માટે પણ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!