ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા યમુના એક્સપ્રેસ પર થયો વાહનોનો ખડકલો, 3ના મોત, અનેક ઘાયલ

એક તરફ સિંધુ બોર્ડર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો બીજી તરઉ દિલ્હી નજીક યમુના એક્સપ્રેસ વે પર ધૂમ્મસના કારણે અકસ્માત સર્જાય રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસ વે પર 15થી 20 વાહનો અથડાયા હતા. આ અથડામણમાં કુલ ત્રણનાં મોત થયા હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ ડઝનેક લોકો ઘાયલ થયા છે. પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઝીરોએ પહોંચી જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હીવાસીઓ હવે સિઝનની પહેલી ધુમ્મસથી પરેશાન

image source

ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં ધુમ્મસનો પ્રકોપ વધી રહ્યો છે. હમણાં સુધી,પ્રદૂષણનો સામનો કરી રહેલા દિલ્હી વાસીઓ હવે સિઝનની પેહલી ધુમ્મસથી પરેશાન થયા છે જેની અસર ટ્રાફિક પર થઈ છે. પાટનગરને અડીને આવેલા નોઇડા-ગાઝિયાબાદમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. દિલ્હીમાં આજે સવારે 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ

image source

દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ‘અત્યંત ખરાબ જોવા મળી રહ્યું છે. જો કે પવનની ગતિ વધવાની આગાહીને કારણે, આગામી બે દિવસમાં તેમાં સુધારો થવાની સંભાવના છે. આઇએમડી અધિકારીઓએ જણાવ્યું હતું કે પવનની ગતિ ધીમી થવાને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે વિઝિબિલીટી ઝીરો થઈ હોવાનું હવામાન વિભાગે કહ્યું હતું. તેના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. નજર સામે દૃશ્ય સ્પષ્ટ દેખાતું ન હોવાથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી.

હિમવર્ષાની અસર આગામી દિવસોમાં વધુ જોવા મળશે

image source

તો બીજી તરફ હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આગામી ત્રણેક દિવસમાં બરફવર્ષા સાથે વરસાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. તે ઉપરાંત આખાય ઉત્તર ભારતમાં આગામી ત્રણ-ચાર દિવસમાં ઠંડીનું મોજું ફરી વળે એવી શક્યતા છે. બિહારમાં આવતા બે-ત્રણ દિવસો બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. કાશ્મીર જેવા દેશના ઉપરના ભાગોમાં હિમવર્ષાની અસર આગામી દિવસોમાં વધુ જોવા મળે તેવી સંભાવના છે. બુધવાર અથવા ગુરુવારથી પશ્ચિમના વિક્ષોમની અસર મેદાની વિસ્તારમાં જોવા મળશે.

અનેક સ્થળોએ વરસાદની સંભાવના

image source

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક બુલેટિન મુજબ આજે અને આવતીકાલે ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં અનેક સ્થળોએ વરસાદની સંભાવના છે. તે જ સમયે, ત્રણ હજાર મીટરથી વધુની ઉચાઇવાળા વિસ્તારોમાં બરફ પણ પડી શકે છે. નીચા સ્થાનો અને મેદાનોમાં હળવો વરસાદ થઈ શકે છે. શુક્રવાર, 11 ડિસેમ્બરે ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગ, નૈનીતાલ, ટિહરી, દહેરાદૂન અને હરિદ્વાર જિલ્લામાં વરસાદ પડી શકે છે. પર્વતીય પ્રદેશોમાં પણ હિમવર્ષાની સંભાવના છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત