દામિની કંવલે ‘શ્રીકૃષ્ણા’માં યશોદા’નો કર્યો રોલ પ્લે, જોઇ લો તસવીરોમાં રિયલ લાઇફમાં કેટલી ગ્લેમરસ છે તે

દુરદર્શન પર ‘રામાયણ’નું પુનઃપ્રસારણ પછી આ સીરીયલના બધા જ પાત્રો ખુબ ચર્ચાઓમાં રહ્યા છે. આ શોના કારણે દુરદર્શનની ટીઆરપીમાં પણ ખુબ જ વધારો થયો છે. ‘રામાયણ’ પછી હવે ‘શ્રીકૃષ્ણ’ના બધા જ કલાકારો ચર્ચામાં આવી ગયા છે.

image source

ખાસ કરીને યશોદા મૈયાનો રોલ નિભાવનાર દામિની કંવલ શેટ્ટી. ૨૭ વર્ષ પછી એકવાર ફરીથી લોકોનો ઇન્ટરેસ્ટ આ વાતમાં વધી રહી છે કે વર્તમાન સમયમાં દામિની કંવલ શેટ્ટી ક્યાં છે અને શું કરી રહી છે.

ખરેખરમાં, આ દિવસોમાં દામિની કંવલ શેટ્ટી પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઈટરનલ ફ્લેમ પ્રોડક્શન’ ચલાવે છે. દામિની કંવલ શેટ્ટી કન્નડ સિનેમાની પ્રોડ્યુસર પણ છે. ‘શ્રીકૃષ્ણા’નું પુનઃપ્રસારણ થયા પછી સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા ખુબ જ ઝડપથી વધી ગઈ છે. આવો જોઈએ રીલ લાઈફની ‘યશોદા’ની વ્યક્તિગત જીવન પર એક નજર…

image source

‘શ્રીકૃષ્ણા’માં ‘માં યશોદા’નો રોલ નિભાવનાર અભિનેત્રી દામિની કંવલ શેટ્ટીએ નિભાવ્યો હતો. શોમાં યશોદા મૈયાનું પાત્ર દર્શકોનું પસંદગીનું પાત્ર બની ગયું છે. રસપ્રદ વાત એ છે કે, જેટલી ખુબસુરત યશોદા ત્યારે હતી એટલી જ ખુબસુરત તે આજે પણ છે.

દામિની કંવલ શેટ્ટી રીયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે. દામિનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપ તેમનો સ્ટાઈલીશ અંદાજ અને લુક જોવા મળી શકે છે.

image source

અઢી દાયકાઓ પછી પણ દામિની કંવલ શેટ્ટી એકવાર કરીથી દર્શકોને ઈમ્પ્રેસ કરી રહી છે. ‘શ્રીકૃષ્ણા’ શોનું પુનઃપ્રસારણ થવાથી દામિની કંવલ શેટ્ટીની ફેન ફોલોઈંગમાં પણ ખુબ જ વધારો થયો છે.

દામિની કંવલ શેટ્ટીએ પોતાના કરિયરની શરુઆત થીએટરથી કરી હતી, દામિનીને નાનપણથી જ એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ હતો. એના કારણે તેમણે સ્કુલના દિવસોમાં જ ‘Drikshravan’ નામનું થિયેટર ગ્રુપને જોઈન કરી લીધું હતું.

image source

દામિની કંવલ શેટ્ટીએ કેટલીક ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. દામિની કંવલ શેટ્ટીને વાર્તાઓ લખવાનો પણ શોખ છે.

આની સાથે જ દામિની કંવલ શેટ્ટી પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઈટરનલ ફ્લેમ પ્રોડક્શન’ ચલાવે છે. તેઓ કન્નડ સિનેમાની પ્રોડ્યુસર પણ છે.

‘શ્રીકૃષ્ણા’ શો સિવાય દામિની કંવલ શેટ્ટીએ ‘અલીફ લૈલા’ જેવા શોમાં પણ જોવા મળી હતી.

Source: jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત