જોઇ લો આ વાયરલ વિડીયો તમે પણ, જેમાં પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પ્રેમી ચડી ગયો રેલવેના ઇલેક્ટ્રિક પોલ પર, જોઇ લો વાયરલ વિડીયો તમે પણ

પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પ્રેમીએ મચાવી ધમાલ – ઇલેક્ટ્રિક પોલ પર ચડી ગયો – વિડિયો થયો વાયરલ.

ઉત્તર પ્રદેશના હાપુડની આ ઘટના છે અહીં એક યુવાન પોતાની પ્રેમિકા સાથે લગ્ન ન થતાં એવો છંછેડાયો હતો કે રેલ્વે લાઈનના ઇલેક્ટ્રિક પોલ પર ચડી ગયો હતો અને હોબાળો મચાવી રહ્યો હતો. અને તેના આ હોબાળાની વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

image source

જ્યારે આ આખીએ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને કેટલીએ વિનંતીઓ કર્યા બાદ પોલીસ તે યુવકને રેલ્વેના પોલ પરથી ઉતારવામાં સફળ રહી હતી. અને આ દરમિયાનની વિડિયો સોશિયલ મિડિયા પર હાલ ખૂબ શેર થઈ રહી છે.

મળેલી માહિતી પ્રમાણે આ છોકરો એક છોકરીને પ્રેમ કરો હતો અને તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો. જ્યારે તે બન્નેના લગ્ન ન થયા ત્યારે છોકરો એટલો ગુસ્સે ભરાયો હતો કે નજીકમાં આવેલી રેલ્વે લાઇનના એક થાંભલા પર ચડી ગયો હતો અને ત્યાં ચડીને તેણે ભારે હંગામો કર્યો હતો. અને તેની કેટલાક લોકોએ વિડિયો પણ ઉતારી લીધી હતી અને તેને તરત વાયરલ પણ કરી દીધી હતી.

જ્યારે આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કવરામાં આવી ત્યારે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી ઘણા લાંબા સમય સુધી યુવકને કેટલીએ આજીજી કરી હતી કે તે થાંભલા પરથી ઉતરી જાય ત્યારે છેક તે ઉતર્યો હતો.

જોકે હવે પોલીસે તે જ યુવાન વિરુદ્ધ તેના આ કૃત્ય બદલ ફરિયાદ પણ નોંધી છે અને તેના પર હવે કામગીરી પણ કરવામાં આવશે. આ બાબતમાં આગળ જાણવા મળ્યું છે કે આ ઘટના ઉત્તર પ્રદેશના જનપદ હાપુડ પોલીસ સ્ટેશન વિસ્તારના બાબુગઢના કુચેસર ચોપલા વિસ્તારની છે. અહીંનો એક યુવાન એક છોકરીને પ્રેમ કરતો હતો. તેને તેની સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. જ્યારે આ બાબતની જાણક તે બન્નેના પરિવારજનોને થઈ ત્યારે તે બન્ને પરિવાર વચ્ચે સંઘર્ષ, પણ થયો. જ્યારે યુવાને તે યુવતિ સાથે લગ્ન કરવાની જીદ કરી ત્યારે બન્ને કુટુંબે લગ્ન માટે ના પાડી દીધી અને તેનાથી ગુસ્સે થઈને આ યુવાન રેલ્વેના પોલ પર ચડી ગયો અને ત્યાં ચડીને બૂમબરાડા પાડવા લાગ્યો.

image source

હવે પોલીસે તેની જ વિરુદ્ધ નોંધી ફરિયાદ

આ યુવાન ઘણા લાંબા સમય સુધી પોલ પર ચડેલો રહ્યો હતો અને હોબાળો મચાવી રહ્યો હતો. તે દરમિયાન ઘણી બધી ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ અને તેમ છતાં તે રેલ્વેલાઈનના પોલ પરથી નહોતો ઉતરતો. જ્યારે કેટલાએ કલાક યુવક થાંભલા પરથી નીચે ન આવ્યો ત્યારે સ્થાનીક લોકોએ યુવકનો વિડિયો પોતાના મોબાઈલમાં બનાવી લીધો અને ત્યાર બાદ તેની જાણકારી પોલિસને આપી. જાણકારી મળતાં જ પોલીસ પોતાની ફોર્સ લઈને ત્યાં આવી પહોંચી અને ઘણું સમજાવ્યા બાદ તે યુવક નીચે ઉતર્યો. યુવકના નીચે ઉતર્યા બાદ પોલીસે તે યુવાનની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરી છે અને તેની વિરુદ્ધ યોગ્ય કામગીરી કરવાની તૈયારી પણ ચાલી રહી છે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત