પત્નીએ આપ્યો પુત્રને જન્મ, અને બીજી બાજુ યુવાને હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી પોતાની જિંદગી ટૂંકાવી

એક બાજુ યુવાન પુત્રનો પિતા બન્યો અને બીજી તરફ તેણે હોસ્પિટલના ત્રીજા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું

image source

હાલ આત્મહત્યાનું પ્રમાણ સમગ્ર દેશમાં વધી ગયું છે. લોકો ગમે તે ક્ષણે શું પગલું ભરી લે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. તાજેતરમાં જુનાગઢની પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક યુવાને ત્રીજા માળેથી પડતું મુકીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

ઘટના જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે બની હતી. હોસ્પિટલના ત્રીજા માળેથી ધોરાજીના એક યુવાને છલાંગ લગાવી દીધી હતી. જેનાથી તેને બન્ને પગે ગંભીર ઇજા થઈ હતી અને તરત જ તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને આગળની સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ રાજકોટની હોસ્પિટલમાં યુવાન મૃત્યુ પામ્યો હતો.

image source

આ આખીએ ઘટના બાબતે જુનાગઢ પોલીસને સૂચિત કરવામાં આવી છે. હાલ પોલીસ યુવાને કયા કારણોસર અને કયા સંજોગોમાં પોતાનો જીવ લીધો તે વિષે તપાસ કરી રહી છે. આ ઘટનનું બીજું એક કરુણાજજનક પાસુ એ છે કે યુવાન હજું તો એક પુત્રનો પિતા બન્યો હતો અને તેણે પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. પરિવાર પુત્રજન્મની ઉજવણી કરે તે પહેલાં જ તેમણે પુત્ર ખોઈને શોકમાં ડૂબવાનો વારો આવ્યો છે.

image source

મૃતક યુવાન ભાવેશ ધોરાજીમાં કાંતિભાઈ પટેલની વાડીમાં પત્ની સાથે રહીને ખેત મજૂરીનું કામ કરતો હતો અને તેણે રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જુનાગઢની સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી પડતું મુક્યું હતું. અને તેને બન્ને પગમાં ખૂબ ઇજા થઈ હતી તાત્કાલીક સારવાર પુરી પાડ્યા બાદ પણ તેની સ્થિતિ કથળી હતી અને તેને તાત્કાલીક રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ ડોક્ટર્સ તેનો જીવન નહોતો બચાવી શક્યા.

હોસ્પિટલના સ્ટાફે આ બાબતે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃતક ભાવેશ સાથે કામ કરતા તેના એક મિત્રએ જાણકારી આપતા કહ્યું હતું કે ભાવેશની પત્નીને છેલ્લો મહિનો જઈ રહ્યો હતો માટે તે તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાવા લઈને આવ્યો હતો. અને હજુ તો તેની પત્નીએ દીકરાને જન્મ જ આપ્યો હતો પણ ત્યાર બાદ શું થયું કે તેણે અચાનક જ હોસ્પિટલના ત્રીજા માળેથી પડતું મુકીને પોતાનો જીવ લઈ લીધો.

image source

હાલ તેણે શા માટે આ પગલું લીધું તે વિષે રહસ્ય ઉભું થઈ રહ્યું છે. જોકે જુનાગઢ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને કેસ સાથે સંબંધીત લોકોના નિવેદન હાલ નોંધવામાં આવી રહ્યા છે.

હાલ દેશમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. માટે હવે સંજોગો એવા ઉભા થયા છે કે લોકો શારીરિક સ્વાસ્થ્યને જેટલું મહત્ત્વ આપે છે તેટલું જ મહત્ત્વ હવે માનસિક સ્વાસ્થાયને પણ આપવાની જરૂર ઉભી થઈ છે. જેથી કરીને લોકો આવું પગલું ન લે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત