તમારું બાથરૂમ અપાવી શકે છે તમને દેવામાંથી મુક્તિ, ગરીબી દૂર કરી બનાવશે માલામાલ; જાણો આ વાસ્તુ ટિપ્સ

વ્યક્તિ પર સૌથી મોટો બોજ દેવું છે. પરંતુ ઘણી વખત આર્થિક પરિસ્થિતિના કારણે લોન લેવાની ફરજ પડે છે. કેટલીકવાર નબળી આર્થિક સ્થિતિને કારણે ઝડપથી દેવામાંથી મુક્તિ મેળવવી મુશ્કેલ હોય છે. દેવાનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો દેવાનો બોજ હળવો થઈ શકે છે.

ઘર કે દુકાનમાં લક્ષ્મી અને કુબેરની મૂર્તિ અથવા ચિત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી અને કુબેર વચ્ચે ઉત્તર દિશાનો સીધો સંબંધ છે. આવી સ્થિતિમાં આ દિશામાં મૂર્તિઓની સ્થાપના કરીને દેવી લક્ષ્મી અને કુબેરની નિયમિત પૂજા કરવાથી દેવાથી મુક્તિ મળે છે.

image source

કેટલાક ઘરોમાં, લોકો ખોરાક લીધા પછી ગંદા વાસણો ત્યાં છોડી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેમજ ઘરમાં ધનની હાનિ થાય છે. પૈસા હોવા છતાં નસીબ મળતું નથી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે દુકાનમાં કાચનો અરીસો હંમેશા પૂર્વ-ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. આમ કરવાથી જીવનમાં દેવાનો બોજ વધતો નથી.

image source

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કોઈની પાસેથી લોન કે પૈસા લીધા હોય તો તેનો પહેલો હપ્તો મંગળવારે ચૂકવવો જોઈએ. આમ કરવાથી તમે જલ્દી જ દેવામાંથી મુક્તિ મેળવી શકો છો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસનું બાથરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં કે તે ભાગમાં ન હોવું જોઈએ. આ દિશામાં બાથરૂમ રાખવાથી દેવું થઈ શકે છે. જો આ દિશામાં બાથરૂમ બનાવ્યું હોય તો તે ખૂણામાં મીઠું ભરેલો બાઉલ રાખો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થશે.