તમારા પતિના આ લક્ષણો પરથી જાણી લો કે, એ ક્યાંક બીજી મહિલાના પ્રેમમાં તો નથી ને?

આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેકનોલોજીનો ઉપયોગ એટલો બધો બધી ગયો છે કે, સ્માર્ટફોન હવે એક જરૂરિયાત બની ગયો છે. આમ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેકનોલોજી ઘણી બધી રીતે આશીર્વાદ સમાન બની ગઈ છે.

image source

ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની મદદથી કામકાજ કરવાની પદ્ધતિઓ પણ ખુબ જ બદલાઈ ગઈ છે. ત્યારે આ જ ટેકનોલોજી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણી બધી વ્યક્તિઓના જીવન માટે શ્રાપ રૂપ સાબિત થઈ છે. આ જ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના જમાનામાં પતિ- પત્નીની વચ્ચે ખુબ જ જલ્દીથી કોઈ અન્ય વ્યક્તિ એટલે કે, વો પ્રવેશ કરી લે છે. ત્યાર પછી પતિ પત્નીના સંબંધો બગડવા લાગે છે અને નાની નાની બાબતોમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગે છે. ઉપરાંત પતિ પત્નીને એકબીજા પર વહેમ થવા લાગે છે.

image source

જો આપના મનમાં આપના પાર્ટનરને લઈને ફક્ત ભ્રમ છે કે પછી હકીકત પતિ- પત્ની વચ્ચે ઝઘડો થવાનું કારણ કોઈ અન્ય વ્યક્તિ બની જાય છે ત્યારે આપનું જાણવું જરૂરી બની જાય છે. આપના માટે આ વાત જાણવી પણ ખુબ સહેલી છે. સંબંધોમાં પતિ પત્નીની વચ્ચે કેટલીક વાર જો કોઈ અન્ય વ્યક્તિનો પ્રવેશ થઈ જાય છે અને તે બંનેની વચ્ચે અફેર પણ શરુ થઈ જાય છે. આવા આપના પાર્ટનરના અફેર વિષે કેવી રીતે જાણવું જોઈએ તેના વિષે હવે અમે આપને જણાવીશું.

image source

જો આપના પાર્ટનર એકાએક ઘરે મોડા આવવા લાગે છે કે પછી આપની પર ધ્યાન નથી આપી રહ્યા તો આપને સમજવું જોઈએ કે, કઈક ખોટું થઈ રહ્યું છે. જો આપના પાર્ટનરને આપની વાતમાં કોઈ રુચિ નથી લઈ રહ્યા કે પછી આપની દેખભાળ પણ નથી પહેલાની જેમ નથી રાખી રહ્યા ઉપરાંત આપની સાથે એકાએક મજાક મસ્તી કરવાનું પણ છોડી દીધું છે તો આપને સમજવું કે આપનો શક સાચો છે.

image source

જો આપના પાર્ટનર ઓફીસ અવર ખતમ થઈ ગયા પછી પણ જો આપના પાર્ટનર મોડા આવે છે તો આપે સમજી જવું કે આપનો શક યોગ્ય છે. જો આપ આપના પાર્ટનર પૂછો છો કે તેઓ ક્યાંથી આવ્યા છે કે પછી ક્યાં જઈ રહ્યા છે ત્યારે આ વાતનો જવાબ આપતા સમયે જો આપને પાર્ટનર આપની પર ગુસ્સો કરે છે તો આપે સમજી લેવું જોઈએ કે, આપના પાર્ટનરની લાઈફમાં કોઈ અન્ય વ્યક્તિએ પ્રવેશ કરી લીધો છે.

આપના પાર્ટનર પોતાનું ઓફિસનું કામ પૂરું કર્યા પછી કે પછી નવરાશના સમયમાં આપની સાથે રહેવાને બદલે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેવા લાગે છે અને આપની બંનેની વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ વધતું જાય છે તો આપે સમજી લેવું જોઈએ કે, આપનો વહેમ સાચો હોઈ શકે છે.

image source

પરંતુ એવું જરૂરી નથી કે, હંમેશા આપનો વહેમ સાચો જ હોય પરંતુ જો આપને એવું લાગે છે તો આપે સાવધાન થઈ જવું જોઈએ અને ખુબ જ સતર્કતાથી આપે આપના પાર્ટનર સાથે આ બાબતે વાત કરી લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત