જોઇ લો આ રેખાને ધ્યાનથી, અને જાણી લો તમને કેવો મળશે પતિ

હસ્ત રેખા શાસ્ત્ર એક સુક્ષ્મ વિજ્ઞાન છે જેના દ્વારા સ્પષ્ટ ભવિષ્યવાણી કરી શકાય છે, પરંતુ તેના માટે હસ્ત રેખા વાંચનાર યુક્તિ સારો અને ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે.

image source

અધૂરા જ્ઞાનવાળી વ્યક્તિ સ્પષ્ટ ભવિષ્યવાણી કરી શકતા નથી. આજે અમે આપને જણાવીશું કે આપના થનાર પતિનો વ્યવહાર અને સ્વભાવ વિષે. આપના હાથની રેખાઓ તેમાં ખુબ જ મદદ કરી શકે છે કે આપને કેવા પ્રકારનો પતિ મળવાનો છે. જી હા, છોકરીઓના હાથમાં ઉભરી આવેલ કેટલીક રેખાઓની મદદથી આ વિષે સરળતાથી જાણી શકાય છે કે, આપને કેવા પ્રકારનો પતિ મળશે.

આવો જાણીએ કેટલીક હસ્ત રેખાઓ વિષે.:

image source

લવ લાઈન હથેળીમાં સૌથી નાની આંગળીના મૂળમાં બુધ પર્વત હોય છે અને તેની એકદમ નીચે હથેળીની બહારની તરફ આવતી એક ઊંડી, સીધી અને સ્પષ્ટ રેખાને વિવાહ રેખા કહેવામાં આવે છે. આ રેખાની એકદમ નીચેથી હથેળીની બહારથી આવીને એક કર્વના રૂપમાં શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળી સુધી જઈ રહેલ રેખાને હ્રદય રેખા કહેવામાં આવે છે. આ રેખાને લવ લાઈન પણ કહેવામાં આવે છે. દામ્પત્ય જીવન, પ્રેમ, જીવન સાથીનો વ્યવહાર વગેરેની જાણકારી મેળવવા માટે આ બંને રેખાઓનું ઊંડાણ પૂર્વક અધ્યયન કરવામાં આવે છે. આ રેખાઓની ઊંડાઈ, આકાર, પ્રકાર, લંબાઈ તેમજ તેની હાજર રહેલ ચિન્હો વગેરેનું અધ્યયન કરવું ખુબ આવશ્યક છે.

આ છે કેટલાક નિયમ અને સંકેત.:

image source

-જો વિવાહ રેખા નિર્દોષ હોય અને હ્રદય રેખા પણ કોઈ દોષ ના હોય. બંને રેખાઓ સ્પષ્ટ અને સીધી હોય અને હ્રદય રેખા ગુરુ પર્વત સુધી જાય છે તો આપના જીવન સાથી સદાચારી,સંયમી, સભ્ય અને સારી કમાણી કરવા વાળા હોય છે. તેમના માટે પૈસા કરતા વધારે પોતાનું પરિવાર અને જીવનસાથીની ખુશી હોય છે.

-જો હ્રદય રેખા હથેળીની કોરથી શરુ થાય અને તેને શરુઆતમાં પંખીના પાંખની જેમ બારીક બારીક રેખાઓ હોય તો આપનો જીવનસાથી ભાગ્યશાળી હોય છે અને પોતાના કામ પ્રત્યે ખુબ જ પેશનેટ હોય છે. આવી વ્યક્તિ એકવાર જે નક્કી કરી લે છે તે પૂરું કરીને જ દમ લે છે.

હ્રદય રેખા પણ દોષ પૂર્ણ હોય તો…:

image source

-જો વિવાહ રેખા નાની છે અને હ્રદય રેખા પણ દોષ પૂર્ણ હોય તો આવી સ્ત્રીને મળનાર પતિ તેને પ્રેમ નથી કરતા. આ હંમેશા પોતાની જવાબદારીઓથી ભાગતા રહે છે.

-જો વિવાહ રેખા અંતિમ સિરા પર જઈને બે ભાગમાં વેહેચાઈ જાય અને એક સિરો હ્રદય રેખા સાથે જઈને મળી જાય છે તો આવા જીવનસાથી પોતાના પોતાના માતા પિતા અને પત્ની વચ્ચે સાંમજસ્ય બનાવવામાં નિષ્ફળ રહે છે.

image source

-જો વિવાહ રેખાને સમાંતર એક અન્ય રેખા ચાલે અને હ્રદય રેખા ઊંડી લાલ હોય તો એવા જીવનસાથીને કોઈ અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ હોય છે.
-જો આપના હાથમાં વિવાહ રેખા પર કાળા તલ છે તો જીવન સાથીની મૃત્યુ આપની પહેલા થશે.

source: oneindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત