Twitter એ આપી મહત્વની જાણકારી, હવે જાન્યુઆરી 2021થી કરાવી શકાશે આ કામ

આ અઠવાડિયે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitterએ પોતાની વેરિફિકેશન પોલીસીને લઈને એક ખાસ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે જાન્યુઆરી 2021થી યૂઝર્સ વેરિફિકેશનનું કામ ફરીથી શરૂ કરશે. કંપનીએ આ માટે પોતાના બ્લોગની મદદથી જાણકારી આપી છે.લગભગ 3 વર્ષ બાદ Twitter પોતાના પ્લેટફોર્મની મદદથી યૂઝર્સ વેરિફિકેશન રિકવેસ્ટને એક્સેપ્ટ કરશે.

નવું હશે વેરિફિકેશન પ્રોસેસ

image source

કંપનીએ લખ્યું કે અમે વેરિફિકેશન માટે 2021માં નવા એપ્લીકેશનની પ્રોસેસને શરૂ કરવા ઉત્સાહિત છીએ. મોબાઈલ એપ અને વેબપેજની મદદથી નવા અને સેલ્ફ સર્વ એપ્લીકેશન પ્રોસેસને શરૂ કરાશે. આ પ્રોસેસમાં યૂઝર્સને વેરિફાઈડ સ્ટેટસની કેટેગરી પસંદ કરવાની રહેશે અને લિંક તથા અન્ય સપોર્ટિંગ મટેરિયલના આધારે તેની ઓળખને વેરિફાઈ કરાવવાની રહેશે.

કંપની જલ્દી પ્રોસેસની આપશે માહિતી

image source

કંપનીએ કહ્યું કે ઓટોમેટેડ અને માનવ પ્રક્રિયા બંનેના આધારે રિવ્યૂ પ્રોસેસ પૂરી કરાશે. આ વખતે પ્રોસેસના આધારે લોકોને ડેમોગ્રાફિક જાણકારી કરવાનો વિકલ્પ પણ મળશે. જેથી વેરિફેકિશેન પ્રોસેસને પહેલાંથી સારી બનાવી સકાય. જલ્દી Twitter વેરિફિકેશન પ્રોસેસને વિશે નવી જાણકારી શેર કરશે.

3 વર્ષ બાદ શરૂ થશે વેરિફિકેશન પ્રોસેસ

image source

વર્ષ 2017માં ટ્વિટરે વેરિફિકેશન પ્રોસેસ બંધ કરી હતી. એક શ્વેત વ્યક્તિના પ્રોફાઈલ વેરિફાઈ કરવાને લઈને થયેલા વિવાદમાં ટ્વિટરે વેરિફિકેશન પ્રોસેસ બંધ કરી હતી. આ પછી કંપનીએ સ્પષ્ટ કર્યું કે વેરિફિકેશનનો અર્થ એ નથી કે કંપની કોઈ રીતે એન્ડોર્સમેન્ટ કરે છે. વેરિફિકેશન બેચની સાથે કોઈ વ્યક્તિને એડ એડોર્સ કરતી નથી.

image source

નવેમ્બર 2020માં ટ્વિટરે પોતાના યૂઝર્સને વેરિફિકેશન પ્રોસેસને લઈને સૂચનો માંગ્યા. કંપનીએ કહ્યું કે તેને વિશે તેને પબ્લિક ફીડબેક સર્વેના આધારે 22000થી વધારે લોકોનો રીસ્પોન્સ મળ્યો છે. Twitterએ આ વિશે એ પણ જાણકારી આપી છે કે તે કઈ કેટેગરીમાં લોકોને વહેંચશે. તેમાં દરેક સરકારી અધિકારીઓ, પત્રકારો, બ્રાંડ્સ, એક્ટિવિસ્ટ પણ હશે. શક્ય છે કે ધર્મગુરુઓને પણ તેમાં સામેલ કરવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત