યુવતીના અવતારમાં રોહિત શર્માના ફોટો વાયકલ, યુજવેન્દ્ર ચહલે કરી જોરદાર ટીખળી

ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલ એકબીજાની ઘણીવાર મસ્તી કરતા રહે છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. જો કે આ વખતે તેમણે એવી મસ્તી કરી છે જેની મજા લોકો લઈ રહ્યા છે.

image source

યુજવેન્દ્ર ચહલે રોહિત શર્માની તસવીર શેર કરી તેને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ તસવીરમાં રોહિત શર્મા અલગ જ અવતારમાં જોવા મળે છે. ફેન્સને પણ ચહલે શેર કરેલી આ તસવીર પસંદ પડી રહી છે.

image source

હકીકતમાં ચહલે જે તસવીર શેર કરી છે તેમાં રોહિત શર્મા યુવતીના અવતારમાં જોવા મળે છે. તસવીરમાં રોહિત ભારતની જર્સીમાં જોવા મળે છે. જેમાં તેના વાળ લાંબા છે અને લિપસ્ટિક તેણે લગાવેલી છે. ચહલે આ તસવીર શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, તમે ખૂબ જ સુંદર દેખાવ છો રોહિત શર્મા ભૈયા… તેની સાથે તેણે એક ઈમોજી પણ પોસ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે યુજવેન્દ્ર ચહલ પ્રેમથી રોહિત શર્માને રોહિતા કહે છે.

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથે ઈંસ્ટા પર લાઈવ વાત કરતી વખતે રોહિત શર્માએ મસ્તી મસ્તીમાં યુજવેંદ્ર ચહલને તેના ટિકટોક વીડિયોને લઈને ટ્રોલ કર્યો હતો. બુમરાહે કહ્યું હતું કે હવે ચહલ ટિકટોક સ્ટાર બની ચુક્યો છે તો તેના પર રોહિતે કહ્યું હતું કે તે વીડિયોમાં બકવાસ કરે છે.

image source

આ સાથે રોહિત શર્માએ કહ્યું હતું કે તે રન ફિલ્મના એક્ટર વિજય રાજ જેવી જ કોમેડી કરે છે. ચહલે પોતાના પિતાની સાથે પણ થોડા સમય પહેલા વીડિયો બનાવ્યો હતો. જ્યાર બાદ રોહિત શર્માએ તેની મસ્તી કરી હતી. રોહિત શર્માએ કહ્યું હતું કે, ચહલ થોડી તો શરમ કર પોતાના પિતાને પણ ટિકટોકમાં પોતાની સાથે નચાવી રહ્યો છે.

image source

જણાવી દઈએ કે ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર લોકડાઉન શરુ થયું ત્યારથી સખત એક્વિટ રહે છે. તે ટિકટોક વીડિયો કરવાની સાથે ઈંસ્ટા પર પોતાની તસવીર અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરે છે. આ શેર કરેલી પોસ્ટ હંમેશા ચર્ચાનો વિષય બની છે. પરંતુ તેણે તાજેતરમાં જે પોસ્ટ કરી છે તેનાથી તો અત્યાર સુધીના તમામ રેકોર્ડ તુટી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત