અમદાવાદી છો તો જાણવું જ રહ્યું આ ગ્રુપ વિશે, જે કરે છે અનોખી સેવા

અમદાવાદઃ આધુનિક યુવકોનું ઠેકાણું મોટાભાગે પાનનો ગલ્લો, મોલ કે સિનેમાગૃહ હોય, પણ પાલડીના ભગવાનનગરના ટેકરા પાસેના લીમડા ગ્રુપના 15 યુવકોનું ઠેકાણું છે લીમડાનું એક વૃક્ષ. તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. આ યુવકો દર વર્ષે જગન્નાથ મંદિરે ભંડારામાં પણ સેવા આપે છે.

ભંડારામાં તેઓ પીરસવાની અને વ્યવસ્થા સાચવવાની સેવા કરતા હોય છે. તેઓ કહે છે કે આ સેવા આપીને અમને ખૂબ જ સારું લાગ્યું છે અને અમે દર વર્ષે સેવા આપવા આવીશું. જોકે આ વર્ષે અમને એ લાભ ના મળ્યો.

image source

કોઈ પાનના ગલ્લે મળવાને બદલે આ યુવકોએ એક લીમડાના ઝાડ નીચે મળવાનું અને સામાજિક પ્રવૃતિઓ કરવાનું કેવી રીતે શરુ કર્યું તેની પાછળ એક નાનકડી કથા છે. હર્ષ પારેખ અને તેમના મિત્રો પોઝિટિવ મિડિયા સાથે ખૂબ જ ઉત્સાહથી આ વાત વહેંચતાં કહે છે કે અમે બધા આ લીમડાની આજુબાજુ જ રહીએ છીએ.

image source

અમે લીમડાના આ વૃક્ષ નીચે જ હળતામળતા. એક વખત અમે બધા લીમડાના ઝાડ નીચે વાતો કરતા હતા ત્યારે જ અમને પ્રેરણા મળી અને અમે એક ગ્રુપ બનાવીને સમાજ માટે કાર્યો કરવાનું નક્કી કર્યું. આ વિચાર લીમડાના વૃક્ષ નીચે આવ્યો હોવાથી અમે તેને નામ આપ્યુંઃ લીમડા ગ્રુપ. તેને અમે નીમ ગ્રુપ પણ કહીએ છીએ.

image source

લીમડા ગ્રુપ સાથે જે પંદરેક યુવકો જોડાયા છે તેમાંથી ઘણાંના માતા-પિતા પણ અગાઉથી જ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકાળાયેલાં છે. લીમડા ગ્રુપ શિયાળામાં ગરીબોને ધાબળા વિતરણ કરે છે. ચંદ્રનગર પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં પ્રસંગોપાત જાય છે અને વૃદ્ધો સાથે વિવિધ ઉત્સવો ઉજવે છે. ડાકોર-અંબાજી પગપાળા જતા સંઘોમાં પણ તેમણે સેવા આપી છે.

આ ગ્રુપમાં ભાવેશ દેસાઈ, હર્ષ પારેખ, વિવેક પટેલ, અભિષેક પટેલ, શિવ પરમાર, કરણ ઠાકોર, પાર્થ પારેખ, ચિંતન સોનવણે, જય પટેલ, પાર્થ રાઠોડ વગેરેનો સમાવેશ થાય છે.

આ ગ્રુપની બે વિશેષતાઓ કહેવાય. એક તો યુવકો મોટાભાગે પાનના ગલ્લે મળતા હોય તેના બદલે આ યુવકો લીમડાના ઝાડ નીચે મળ્યા અને તેમને સમાજ માટે કશુંક કરવાની પ્રેરણા મળી. બીજી વાત એ કે તેઓ સમાજ માટે કશુંક સુંદર કામ કરી રહ્યા છે. લીમડા ગ્રુપના તમામ સભ્યોને 11 દરિયા ભરીને અભિનંદન આપીએ.

(કોઈને સંપર્ક કરવો હોય તો હર્ષ પારેખનો મોબાઈલ નંબર 9998320343 છે.)

આલેખન : અનિતા તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત