અમદાવાદમાં અનોખા લગ્ન: 36 વર્ષના કુંવારા યુવકે 52 વર્ષીય ડિવોર્સી મહિલા સાથે કર્યા લગ્ન, અને કહ્યું, ‘ઉંમરને લાગણી વચ્ચે કોઈ…’

આપણે કહેવાય છે ને લગ્ન અને પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. આપણે સમાજમાં ઘણા એવા કપલને જોયા છે જેમની વચ્ચે ઉમરનો ઘણો તફાવત હોવા છતા એક સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. જો એક બીજાના વિચાર મળતા હોય તો લગ્ન જીવનમાં ઉમર કોઈ મહત્વ નથી રાખતી. આવી એક કહાની છે 36 વર્ષના ભાવિન રાવલની. 36 વર્ષિય ભાવિન રાવલે 52 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે. તેમણે કહ્યું કે અમારી વચ્ચેનો આ ઉમરનો તફાવત અમારા લગ્નજીવનમાં કોઈ બાધા નહી બને.

પતિ- પત્ની વચ્ચે 16 વર્ષનો તફાવત

image source

તમને જણાવી દઈએ કે 36 વર્ષના કુંવારા ભાવિન રાવલે છૂટાછેડા લીધેલી 52 વર્ષની મમતા ભટ્ટ સાથે અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે આ પતિ- પત્ની વચ્ચે 16 વર્ષનો તફાવત છે. આ અંગે મમતા ભટ્ટે જણાવ્યું કે આ પહેલા તેમને પહેલા લગ્ન દરમિયાન પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ 81 વર્ષના વૃદ્ધ માતા-પિતા સાથે 20 વર્ષ ઘરે રહ્યા હતા અને તેમની સેવાચાકરી કરી હતી. ત્યાર બાદ અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં તેમની મુલાકાત ભાવિન સાથે થઈ હતી. મમતા ભટ્ટનું કહેવું છે કે વાતચીત દરમિયાન ભાવિનનો સ્વભાવ અને રહેણીકરણી સમાન લાગતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

image source

ઉંમરને લાગણી વચ્ચે કોઈ લેવાદેવા નથી હોતા

તેમણે વધુમાં જણાવ્યું કે અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય, પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. અમે એક બીજાના વિચારોને આદર કરીએ છીએ. ભલે મારી ઉંમર 52 વર્ષની હોય પરંતુ અમારું એક સંતાન આવે એવો પ્રયત્ન ચોક્કસ કરીશું. આ અંગે તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ગુજરાતમાં અમે લોકો સુધી વાત પહોંચાડવા માગીએ છીએ કે ઉંમરને લાગણી વચ્ચે કોઈ લેવાદેવા હોતા નથી.

image source

તેમણે પોતાના પહેલા લગ્ન જીવન વિશે વાત કરતા જણાવ્યું કે, મારા ભૂતકાળના 12 વર્ષના લગ્નજીવનમાં મેં માત્ર ત્રાસ સહન કર્યો છે, પરંતુ હવે મને સાચો જીવનસાથી મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે ઈશ્વર ખુદ નથી આવતા પરંતુ કોઈકને નિમિત્ત બનાવીને મોકલે છે. મારા જીવનમાં ભાવિન એવી જ રીતે આવ્યા હોય તેમ લાગે છે. એક બીજી સાથે ખુશ રહીશું. નોંધનિય છે મોટે ભાગે લગ્નમાં પુરૂષની ઉમર વધુ હોય છે અને મહિલાની ઉમર નાની હોય છે.

અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કરી

image source

તો બીજી તરફ આ લગ્ન વિષે વાત કરતા ભાવિન રાવલે જણાવ્યું કે, આટલા વર્ષે પણ મને ગોલ્ડ મળ્યું હોય એવો અનુભવ થઈ રહ્યો છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એકસમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈએ એ સાચું જ કહ્યું છે, જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે. મારી પત્નીની ઉંમર ભલે મોટી હોય પરંતુ મનની સુંદરતા વધુ મહત્ત્વની હોય છે.

image source

અમે અમારા લગ્ન પહેલા અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કરી હતી અને એક બીજાના વિચારો જાણ્યા હતા અને ત્યાર બાદ નક્કી કર્યું કે હવે આગળનું જીવન સાથે વિતાવીશું. ભાવિને કહ્યું કે મે મમતા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું પરંતુ તેમની ઉમર મારા કરતા વધુ હોવાને કારણે મારે મારા ઘરના લોકોને મનાવવામાં થોડી મહેનત કરવી પડી હતી. જો કે આખરે બધા રાજી થઈ ગયા હતા અને અમે લગ્નના તાંતણે બંધાયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત