આ યુવાન સાથે થયો ચમત્કાર, ડોક્ટરે મૃત જાહેર કરીને ચાલી રહી હતી અંગદાનની તૈયારી, ત્યારે જ આંખ ખુલી અને….

જો કોઈ વ્યક્તિને ડોક્ટરો દ્વારા મૃત ઘોષિત કરવામાં આવેલી હોય અને પછી તેના અંગ દાન કરતા પહેલા અચાનક શ્વાસ લે તો તે ચમત્કારિક ઘટના કહી શકાય છે. આવી જ ઘટના ઇંગ્લેન્ડથી સામે આવી છે. અહીં એક વ્યક્તિને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામા આવી હતી. આ પછી તેના અંગોના દાન માટેની તૈયારીઓ ચાલી રહી હતી. આ વચ્ચે જે બન્યુ તે ખુબ જ નવાઇ પમાડનારૂ છે. તેના અંગોની દાનની તૈયારી સમયે જ અચાનક તે મરેલા વ્યક્તિના દેહમાં જીવ આવ્યો.

મળતી માહિતી મુજબ આ વ્યક્તિનુ નામ લુઇશ રોબર્ટ્સ છે અને તેની ઉમર 18 વર્ષ છે. લુઇસ રોબર્ટ્સ વિશે ડોક્ટરો કહે છે કે અંગ દાન કરતા પહેલા જ લુઇસે આંખો ખોલીને ફરી પાછી મીંચી લીધી અને શ્વાસ લેવાનું શરૂ કરી દીધુ હતુ. ડોક્ટરોએ જેને મૃત જાહેર કર્યો હતો તેને આ રીતે અચાનક શ્વાસ લેતા જોઈને બધા ડરી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે 18 વર્ષનો લુઇસ ઇંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયરનો રહેવાસી છે અને તેની સાથે 13 માર્ચના રોજ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ કારની ટક્કરના કારણે લુઇસ ગંભીર રીતે ઘવાયો હતો.

image source

આ અકસ્માત દરમિયાન તેના માથામાં સૌથી વધુ ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર બાદ પણ તે સ્વસ્થ થઈ શક્યો નહી. ત્યારબાદ ચાર દિવસ પછી તેના પરિવારને ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતુ કે તે જીવન અને મૃત્યુની લડત લડી રહ્યો છે. આ સાથે તે હવે પોતાનો જીવ ગુમાવી ચૂક્યો છે. ડોક્ટરોએ લુઇસને મૃત જાહેર કર્યો પછી તેના પરિવારે તેના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું. લુઈસના પરિવારે વિચાર્યું હતું કે અંગ દાન દ્વારા 7 લોકોને જીવન મળશે તો હવે જ્યારે લુઇસ મૃત્યુ પામ્યો છે ત્યારે આ કાર્ય કરવુ જ યોગ્ય રહેશે.

આ પછી પરિવારની મંજુરી બાદ ઓપરેશન દ્વારા તેના અંગોને અલગ કરવાની તૈયારી ચાલી રહી હતી. આ જ સમયે જાણે ચમત્કાર થયો અને લુઇસે શ્વાસ લેવાનું શરૂ કર્યું. તેના શરીરના ભાગો પણ હલવા લાગ્યા. જ્યારે ડોક્ટરોએ આ જોયું કે તે પણ માથું હલાવી રહ્યો છે તો બધાના હોશ ઉડી ગયા. ડોક્ટરો પણ આ જોઈને નવાઈ પામ્યા હતા. આ પછી તેના પરિવારને આ વિશે જાણ કરવામા આવી કે લુઇસ ફરીથી હોશમાં આવ્યો છે. આ વાતની જાણ થતા જ પરિવારમાં ખુશીનુ વાતાવરણ બની ગયુ. હવે લુઇશ સ્વસ્થ છે અને પહેલાની જેમ જ રહી રહ્યો છે.

લુઇસને આ રીતે શ્વાસ લેતો જોઈને તેની બહેને તેનો એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં લૂઇસની બહેન જેડ મશીનની નજીક એક વીડિયો બનાવી રહી છે જે મશીન લુઇસના શ્વાસ પર નજર રાખવાનુ કામ કરતુ હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેડે કહ્યું તો શું તમે તૈયાર છો, એક, બે, ત્રણ … પછી સેકંડમાં મશીનમાં બ્રાઉન લાઇન દેખાઈ અને તેનાથી આનંદમાં બુમ પડાઇ ગઈ હતી. હવે પરિવાર તેની સારવારની કિંમત અંગે ચિંતિત છે જેના માટે તેણે ‘ગો ફાઉન્ડ મી’ નામનું એક પેઇજ બનાવ્યું છે. આના દ્વારા વિશ્વભરના લોકો તેમની મદદ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *